AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: અમદાવાદ ફ્રેન્ચાઈઝીની ટીમનું નામ જાહેર, આ વર્ષે 10 ટીમો આવશે આમને-સામને

IPL-2022માં આ વખતે આઠને બદલે 10 ટીમો ભાગ લેશે અને નવી ટીમો લખનૌ અને અમદાવાદ પણ રમશે.

IPL 2022: અમદાવાદ ફ્રેન્ચાઈઝીની ટીમનું નામ જાહેર, આ વર્ષે 10 ટીમો આવશે આમને-સામને
ahmedabad titans official name of ahmedabad franchise (FILE PHOTO)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2022 | 4:38 PM
Share

IPL 2022માં આ વખતે વધુ બે ટીમનો ઉમેરો થયો છે. જેમાં અમદાવાદ ((Ahmedabad)ની ટીમ અને લખનઉની ટીમનો આ વર્ષે સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદની ટીમનું નામ ‘અમદાવાદ ટાઇટન્સ‘ (ahmedabad titans)રાખવામાં આવ્યું.IPL-2022માં બે નવી ટીમો રમતા જોવા મળશે. આમાંથી એક ટીમ લખનૌ સુપર જાયન્ટ્સ છે જ્યારે બીજી ટીમ અમદાવાદની છે. પરંતુ હજુ સુધી અમદાવાદ ટાઇટન્સની ઓફિશયલ જાહેરાત કરવામાં આવી નથી,

અમદાવાદે હાર્દિક પંડ્યા (Hardik Pandya)ને પોતાની ટીમનો કેપ્ટન બનાવ્યો છે, જ્યારે આ ટીમમાં શુભમન ગિલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.કોચિંગ સ્ટાફમાં આશિષ નેહરા અને ગેરી કર્સ્ટનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ટીમે હાર્દિક અને ગિલ સિવાય અફઘાનિસ્તાનના લેગ સ્પિનર ​​રાશિદ ખાનને પોતાની સાથે જોડ્યો છે. રાશિદ હજુ પણ સનરાઈઝર્સ હૈદરાબાદ માટે રમી રહ્યો હતો અને તેણે 2016માં આ ટીમ સાથે ટાઈટલ પણ જીત્યું હતું. આ નવી ટીમે રાશિદ માટે 15 કરોડ રૂપિયા આપ્યા છે. ટીમે હાર્દિક માટે 15 કરોડ રૂપિયા પણ ખર્ચ્યા છે. ગિલને આઠ કરોડ રૂપિયા મળ્યા છે. અગાઉ પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)અને ગિલ KKR તરફથી રમતા હતા.

લીલી ઝંડી મેળવવામાં ઘણી અડચણોનો સામનો કરવો પડ્યો

જોકે આ ટીમને BCCI તરફથી લીલી ઝંડી મેળવવામાં ઘણી અડચણોનો સામનો કરવો પડ્યો હતો.આ ટીમ CVC કેપિટલ્સની માલિકીની છે. આ કંપનીના વિદેશમાં સટ્ટાબાજીની કંપનીઓ સાથેના સંબંધોની ચર્ચા હતી. બીસીસીઆઈએ આ અંગે તપાસના આદેશ પણ આપ્યા હતા અને સંપૂર્ણ સંતુષ્ટ થયા બાદ જ આ ટીમને અંતિમ મંજૂરી આપી હતી.

હરાજીમાં 52 કરોડ લઈ જશે

આ ટીમે તેના પર્સમાંથી 38 કરોડ ખર્ચ્યા છે અને હરાજીમાં 52 કરોડ લઈ જશે. મુખ્ય કોચ નેહરા અને મેન્ટર કર્સ્ટન ઉપરાંત ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ઓપનર વિક્રમ સોલંકી પણ ટીમ સાથે કોચિંગ સ્ટાફમાં જોડાયા છે અને ત્રણેય મળીને ટીમને હરાજીમાં તૈયાર કરશે. આ ટીમ ગુજરાતની બીજી ટીમ હશે. અગાઉ જ્યારે સ્પોટ ફિક્સિંગ કેસ બાદ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ત્યારે ગુજરાત લાયન્સ નામની ટીમ દાખલ થઈ હતી. આ ટીમ બે વર્ષ 2015 અને 2016 સુધી આઈપીએલ રમી હતી. સુરેશ રૈનાએ આ ટીમની કેપ્ટનશિપ કરી હતી. આ ટીમમાં દિનેશ કાર્તિક, ડેવોન બ્રાવો જેવા ખેલાડીઓ હતા.

આ પણ વાંચો : Haryana: આજીવન કેદની સજા ભોગવી રહેલા ડેરા પ્રમુખ રામ રહીમને મળી 21 દિવસની છૂટ, રાજકીય હલચલો થઈ તેજ

g clip-path="url(#clip0_868_265)">