T20 world cup 2024 : ઓસ્ટ્રેલિયા સામે જીત બાદ અફઘાનિસ્તાન ટીમની ઉજવણીનો વીડિયો સામે આવ્યો, કોચે બસની અંદર ડાન્સ કર્યો

|

Jun 23, 2024 | 4:04 PM

ટી20 વર્લ્ડકપ 2024ના સુપર-8 રાઉન્ડમાં અફઘાનિસ્તાનની ટીમે ઓસ્ટ્રેલિયાની ટીમને 21 રનથી હાર આપી છે. આ અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમની ઓસ્ટ્રેલિયા ટીમ વિરુદ્ધ કોઈ પણ ફોર્મેટમાં અત્યારસુધીની પહેલી જીત છે.

T20 world cup 2024 : ઓસ્ટ્રેલિયા સામે જીત બાદ અફઘાનિસ્તાન ટીમની ઉજવણીનો વીડિયો સામે આવ્યો, કોચે બસની અંદર ડાન્સ કર્યો

Follow us on

અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ માટે 23 જૂનનો દિવસ ક્રિકેટના ઈતિહાસમાં યાદગાર બની રહેશે. ટી20 વર્લ્ડકપ 2024ના સુપર-8 રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અફઘાનિસ્તાનની ટીમે 21 રનથી જીતી લીધી હતી. આવા રિઝલ્ટની કોઈને પણ આશા ન હતી પરંતુ અફઘાનિસ્તાનની ટીમ ફરી એક વખત રમતથી સૌનું દિલ જીતી લીધું છે. આ વખતે અફઘાનિસ્તાનની ટીમ ક્રિકેટના મેદાનમાં ઓસ્ટ્રેલિયા સામે ખુશી જોવા મળી હતી. તેમજ સ્ટેડિયમથી હોટલ પરત ફરતી વખતે બસમાં ટીમ જશ્ન મનાવતી જોવા મળી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

બોલિંગ કોચ ડ્વેન બ્રાવોએ બસની અંદર ડાન્સ કર્યો

ટી20 વર્લ્ડકપ 2024 માટે અફઘાનિસ્તાનની ટીમે વેસ્ટઈન્ડિઝ ટીમના દિગ્ગજ પૂર્વ ઓલરાઉન્ડર ખેલાડી ડ્વેન બ્રાવોને પોતાની ટીમનો બોલિંગ કોચ બનાવ્યો છે. આ મેચ દરમિયાન બ્રાવો પણ ખુબ એક્ટિવ જોવા મળી રહ્યો હતો. જેમાં બ્રાઉન્ડ્રી લાઈન પાસે ઉભો રહી અફઘાનિસ્તાનની ટીમના બોલરને સલાહ આપી રહ્યો હતો. આ મેચમાં જીત બાદ મેદાનની અંદર સ્પષ્ટ ખુશી જોવા મળી હતી.

આજનું રાશિફળ તારીખ : 04-07-2024
ગંભીરને ફરી આવ્યો ગુસ્સો? પાછળથી આવીને એક વ્યક્તિનું ગળું દબાવી દીધું
કયા વિટામીનની કમીને કારણે પેટ ખરાબ થાય છે?
ગૌતમ સિંઘાનિયા પર આવ્યા આ મોટા સમાચાર...રોકેટ બન્યા Raymond Share
મલ્ટીવિટામિન્સના રોજ ઉપયોગ શું ગેરફાયદા થાય છે?
શ્રાવણનો પહેલો સોમવાર ક્યારે છે? જાણો તમામ તારીખ

 

ત્યારબાદ ટીમ બસમાં બેસી સ્ટેડિયમથી હોટલ આવી રહી હતી, તે દરમિયાન બ્રાવોએ હિટ ગીત ચેમ્પિયન-ચેમ્પિયન પર અફઘાનિસ્તાનની ટીમ સાથે ડાન્સ કરતો જોવા મળ્યો હતો. આ સમગ્ર જશ્નનો વીડિયો અફઘાનિસ્તાનની ટીમે સ્ટાર ખેલાડી મોહમ્મદ નબીના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે.

અમારા માટે ટીમ અને એક દેશના રુપમાં મોટી જીત છે

રાશિદ ખાન જે આ ટૂર્નામેન્ટમાં અફઘાનિસ્તાનની ટીમની કેપ્ટનની જવાબદારી સંભાળી રહ્યા છે. તેમણે આ મોટી જીત બાદ કહ્યું અમારા માટે એક દેશ અને ટીમના રુપમામ મોટી જીત છે. અમે લાંબા સમયથી આની રાહ જોઈ રહ્યા હતા. અમારા દેશ માટે આ ગૌરવશાળી પલ છે. આ અમારા ક્રિકેટ માટે એક મોટી ઉપલબ્ધિ છે. અમે અંતે ઓસ્ટ્રેલિયાને હરાવવામાં સફળ રહ્યા છે.

આ પણ વાંચો : T20 World Cup 2024 : LIVE મેચમાં વિરાટ કોહલી ટેબલ નીચે ઘુસી ગયો, વીડિયો વાયરલ થયો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article