ધોની બાદ હવે વિરાટ કોહલીની બોલબાલા, ટ્વિટર પર GOAT હેશટેગમાં આ દિગ્ગજોની લિસ્ટમાં જોડાયો
ટ્વિટરે પોતાના હેશટેગ ટ્રેન્ડમાં એક નવું ફીચર જોડ્યું છે. વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની જેવા મહાન ખેલાડીઓ માટે ટ્વિટર ટ્રેન્ડમાં એક નવું ફિચર જોડ્યું છે.

ક્રિકેટના મેદાન પર લાંબા સમયથી બેટથી શાંત રહેનાર વિરાટ કોહલીનો (Virat Kohli) જલવો સોશિયલ મીડિયામાં (Social Media) પણ કાયમ છે. પોતાની 71મી સદીની રાહ જોઈ રહેલ ટીમ ઈન્ડિયાના પૂર્વ સુકાની વિરાટ કોહલી પોતાના ચાહકો અને સોશિયલ મીડિયાની દુનિયામાં સતત છવાયેલો રહે છે તો 2 વર્ષ પહેલા નિવૃતિ જાહેર કરનાર મહેન્દ્ર સિંહ ધોનીનો (MS Dhoni) પણ જલવો હજુ છવાયેલો છે.
તેનો તાજો પુરાવો ટ્વિટર (Twitter) પર સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરે કેટલાક નવા હેશટેગ લોન્ચ કર્યા છે, જેમાં મહાન ફૂટબોર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, લિયોનેલ મેસ્સી અને રાફેલ નડાલ જેવા ખેલાડીઓની સાથે પૂર્વ ભારતીય ટીમના સુકાની વિરાટ કોહલીનો પણ સમાવેશ થઈ ગયો છે.
ટ્વિટરે કેટલાક નવા Greatest of All Time (GOAT) હૈશટેગ લેન્ચ કર્યા છે. જેમના નામની સાથે GOATનો સિંબોલ પણ તમામને નજર આવશે. ટ્વિટરના લિસ્ટમાં રોનાલ્ડો-મેસ્સી જેવા ખેલાડીઓની સાથે વિરોટા કોહલી અને મહેન્દ્ર સિંહ ધોનીનું નામ પણ જોડાયેલું છે.
જાણો, કેટલા સ્ટાર્સના નામ GOTA સાથે જોડાયેલા છે

Twitter GOAT HasTag
તો હાલમાં જ 21 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતનાર ઇતિહાસ રચનાર રાફેલ નડાલ અને દક્ષિણ ભારતના અભિનેતા પ્રભાસનું નામ પણ આ લિસ્ટમાં જોડાયેલું છે. આ લિસ્ટમાં લોકોના નામ # હૈશટેગ સાથે લખવાથી તેના નામ પછી GOATનો સિમ્બોલ સામે આવી જાય છે.
ટ્વિટરે હાલ ચાહકોને ધ્યાનમાં રાખતા કેટલાક પસંદગીના નામો જ આ લિસ્ટમાં રાખ્યા છે. લિસ્ટમાં રહેલ તમામ ખેલાડીઓના ફોલોઅર્સ જબરદસ્ત છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસ્સીના ભારતમાં ફેન-ફોલોઅર્સ ઘણા વધારે છે અને યુરોપિયન લીગમાં ભારતીય ફૂટબોલ ચાહકો વધુ પડતા આજ ખેલાડીઓના કારણે વધ્યા છે.
તો આ લિસ્ટમાં ટેનિસ સ્ટાર રાફેલ નડાલનું નામ પણ GOAT ના લિસ્ટમાં જોડાયું છે. નડાલે હાલમાં જ ડૈનિલ મેડવેડેવને હરાવીને પોતાનું 21મું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું હતું.
પૂર્વ ભારતીય સુકાની વિરાટ કોહલી હાલના સમયમાં પોતાના ખરાબ ફોર્મથી ઝઝુમી રહ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલ 5 મેચમાં તેણે માત્ર 1 મેચમાં જ અડધી સદી ફટકારી હતી. તે પહેલા વિરાટ કોહલી સાઉથ આફ્રિકા સામે પણ ખાસ સ્કોર કરી શક્યો ન હતો અને નિષ્ફળ રહ્યો હતો.
આ પણ વાંચો : IPL 2022: 29 મેના રોજ રમાઈ શકે છે લીગની ફાઈનલ મેચ, જાણો ક્યારથી શરૂ થશે મેચ
આ પણ વાંચો : INDvSL: ભારતી ટીમ સાથે જોડાતા જ રવિન્દ્ર જાડેજાએ વ્યક્ત કરી પોતાની ખુશી