AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોન્ટ્રાક્ટમાંથી બહાર થયા બાદ યુઝવેન્દ્ર ચહલે કહ્યું- ‘હું સૌથી વધુ વિકેટ લઈશ’

યુઝવેન્દ્ર ચહલને BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સ્થાન મળ્યું નથી. તે ટીમ ઈન્ડિયામાંથી પણ બહાર છે પરંતુ ચહલ તેની રમત પર ધ્યાન આપવા માંગે છે જેથી તે આઈપીએલમાં સારો દેખાવ કરી શકે. IPL 2024 22 માર્ચથી શરૂ થઈ રહી છે અને તે પહેલા ચહલે દાવો કર્યો છે.

કોન્ટ્રાક્ટમાંથી બહાર થયા બાદ યુઝવેન્દ્ર ચહલે કહ્યું- 'હું સૌથી વધુ વિકેટ લઈશ'
Yuzvendra Chahal
| Updated on: Mar 05, 2024 | 5:51 PM
Share

BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં ઈશાન કિશન અને શ્રેયસ અય્યરની સાથે યુઝવેન્દ્ર ચહલને સ્થાન નથી મળ્યું. ગત વર્ષે તે C ગ્રેડમાં હતો. આ વખતે તેનું નામ હટી ગયું. ચહલ ચોક્કસથી આનાથી દુઃખી હશે પરંતુ, હવે તે આનાથી આગળ વધવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. તેની નજર 22 માર્ચથી શરૂ થઈ રહેલી IPL પર છે અને IPLની શરૂઆત પહેલા જ ચહલે તેના નિવેદનથી ધૂમ મચાવી દીધી છે.

IPL પહેલા ચહલની ગર્જના

ચહલ મર્યાદિત ઓવરોમાં શાનદાર રમી રહ્યો છે પરંતુ તેમ છતાં તે સતત ટીમ ઈન્ડિયાની અંદર અને બહાર રહ્યો છે. તેને વનડે વર્લ્ડ કપમાં પણ જગ્યા મળી ન હતી. વર્ષ 2022માં ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ યોજાયો ત્યારે પણ ચહલ ટીમમાં હતો પરંતુ તેને પ્લેઈંગ-11માં તક મળી ન હતી.

યુટ્યુબ ચેનલ પર કહી મોટી વાત

‘JokerKiHaveli’ નામની યુટ્યુબ ચેનલ પર વાત કરતી વખતે ચહલે કહ્યું કે આ વખતે તે પર્પલ કેપ જીતશે જે IPLમાં સૌથી વધુ વિકેટ લેવા માટે આપવામાં આવે છે. જ્યારે ચહલને પૂછવામાં આવ્યું કે આઈપીએલમાં આ વખતે ઓરેન્જ કેપ કોણ જીતશે, તો લેગ સ્પિનરે મજાકમાં તેનું નામ લીધું અને કહ્યું કે તે આ વખતે ઓરેન્જ કેપ જીતશે.

હું સૌથી વધુ વિકેટ લઈશ

પરંતુ પછી ચહલ ગંભીર બની ગયો અને તેણે જવાબ આપ્યો કે તેની ટીમ રાજસ્થાન રોયલ્સના યશસ્વી જયસ્વાલ અને જોસ બટલર ઓરેન્જ કેપ જીતશે. શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનને ઓરેન્જ કેપ આપવામાં આવે છે. આ પછી ચહલને પૂછવામાં આવ્યું કે આ વખતે પર્પલ કેપ કોણ જીતશે અને તેણે કહ્યું કે તે સૌથી વધુ વિકેટ લેશે અને રાશિદ ખાન બીજા નંબર પર હશે.

રાજસ્થાનની જર્સી લોન્ચ કરી

ચહલની IPL ટીમ રાજસ્થાન રોયલ્સે આ સિઝન માટે પોતાની જર્સી લોન્ચ કરી છે. ફ્રેન્ચાઇઝીએ તેના X હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં ચહલ જોવા મળી રહ્યો છે. ચહલ એક પેઈન્ટિંગ બનાવે છે જે ટીમની જર્સીની છે. ત્યારબાદ ચહલ જર્સી પહેરે છે. જોકે, વીડિયોના અંતમાં ટીમની અસલી જર્સી બતાવવામાં આવે છે.

આ પણ વાંચો : શું ધોની છોડશે ચેન્નાઈ સુપર કિંગ્સની કપ્તાની ? એક પોસ્ટથી મચી હલચલ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">