AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ધોની બાદ આ ક્રિકેટરે પણ 15 ઓગસ્ટે લીધો સંન્યાસ, ટેસ્ટ ક્રિકેટ નહીં રમે

15 ઓગસ્ટ 2020ના રોજ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી અને હવે 15 ઓગસ્ટ 2023ના રોજ શ્રીલંકાના એક ખેલાડીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. શ્રીલંકાના ખેલાડીની નિવૃત્તિનો હેતુ આગામી એશિયા કપ અને વર્લ્ડ કપ છે.

ધોની બાદ આ ક્રિકેટરે પણ 15 ઓગસ્ટે લીધો સંન્યાસ, ટેસ્ટ ક્રિકેટ નહીં રમે
Wanindu Hasaranga
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2023 | 2:20 PM
Share

એશિયા કપ (Asia Cup 2023) પહેલા શ્રીલંકાના સ્પિન ઓલરાઉન્ડર વાનિન્દુ હસરંગા (Wanindu Hasarang) એ મોટો નિર્ણય લીધો છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે અને આ જાહેરાતની તારીખ 15 ઓગસ્ટ છે. મતલબ એ જ તારીખ કે જે દિવસે ધોનીએ 3 વર્ષ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું. જો કે હવે સવાલ એ છે કે હસરંગાએ અચાનક ટેસ્ટ ક્રિકેટ છોડવાનો નિર્ણય કેમ લીધો ? તો તેનું કારણ આગામી એશિયા કપ અને વર્લ્ડ કપ (Asia Cup 2023) છે.

વર્લ્ડ કપ-એશિયા કપ પર ધ્યાન આપવા લીધો નિર્ણય

સફેદ બોલ ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે હસરંગાએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે 30 ઓગસ્ટથી એશિયા કપનું આયોજન શ્રીલંકામાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવનાર છે. એશિયા કપ જીતવા માટે શ્રીલંકા દાવેદાર છે અને વાનિન્દુ હસરંગા શ્રીલંક માટે મહત્વની કડી સાબિત થઈ શકે છે. સવાલ માત્ર એશિયા કપનો જ નથી પણ આગળ ODI વર્લ્ડ કપનો પણ છે, જેના માટે હસરંગા પોતાને તૈયાર રાખવા માંગે છે.

આ પણ વાંચો : ધોનીએ વર્લ્ડકપ જીત્યો, ટ્રોફીઓ જીતી, કરોડો દિલ જીત્યા, પણ આખી જિંદગી આનો અફસોસ રહેશે

કેવી રહી હસરંગાની ટેસ્ટ કારકિર્દી?

ટેસ્ટ ક્રિકેટમાંથી વાનિન્દુ હસરંગાના નિવૃત્તિથી શ્રીલંકન ક્રિકેટ ટીમ પર વધારે અસર નહીં થાય. કારણ કે તે ક્રિકેટના આ ફોર્મેટમાં શ્રીલંકન ટીમનો નિયમિત સભ્ય નહોતો. ડિસેમ્બર 2020માં ડેબ્યૂ કર્યા બાદ તે માત્ર 4 ટેસ્ટ જ રમી શક્યો હતો. તેણે તેની છેલ્લી ટેસ્ટ વર્ષ 2021માં રમી હતી. આ 4 ટેસ્ટમાં ઓલરાઉન્ડર તરીકે હસરંગાએ 4 વિકેટ લેવા ઉપરાંત અડધી સદી સાથે 196 રન બનાવ્યા હતા.

ધોનીએ 15 ઓગસ્ટે લીધો હતો સંન્યાસ

આજથી ત્રણ વર્ષ પહેલા ભારતના વર્લ્ડ કપ વિજેતા પૂર્વ કપ્તાન એમએસ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી
"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
g clip-path="url(#clip0_868_265)">