AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AFG vs BAN: અફઘાનિસ્તાને સેમીફાઈનલમાં પહોંચવા માટે ચીટિંગ કરી ? ઓસ્ટ્રેલિયન ખેલાડીએ ઉઠાવ્યા સવાલ

T20 વર્લ્ડ કપ 2024ની સુપર 8 મેચમાં અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 8 રનથી હરાવીને ટુર્નામેન્ટની સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. જો કે આ જીત બાદ અફઘાનિસ્તાનની ટીમ પર ચીટિંગનો આરોપ લાગ્યો છે. ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડી એડમ ઝમ્પાએ ગુલબદ્દીન નાયબની હરકતો પર સવાલ ઉઠાવ્યા છે.

AFG vs BAN: અફઘાનિસ્તાને સેમીફાઈનલમાં પહોંચવા માટે ચીટિંગ કરી ? ઓસ્ટ્રેલિયન ખેલાડીએ ઉઠાવ્યા સવાલ
Afghanistan
| Updated on: Jun 25, 2024 | 5:54 PM
Share

અફઘાનિસ્તાને ICC T20 વર્લ્ડ કપ 2024ની છેલ્લી સુપર 8 મેચમાં બાંગ્લાદેશને હરાવીને ઈતિહાસ રચ્યો હતો. બાંગ્લાદેશ સામે 8 રને જીત મેળવીને અફઘાન ટીમ T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. આ જીત સાથે બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયા હતા. જો કે અફઘાનિસ્તાનની જીતને લઈને મોટો વિવાદ ઉભો થયો છે. ઓસ્ટ્રેલિયાના લેગ સ્પિનર ​​એડમ ઝમ્પાએ અફઘાન ટીમ પર ચીટિંગનો આરોપ લગાવ્યો છે.

ગુલબદ્દીન નાયબને પગમાં દુખાવો થયો

વાસ્તવમાં, બાંગ્લાદેશની ઈનિંગ દરમિયાન, 12મી ઓવરમાં અચાનક વરસાદ શરૂ થયો. આ દરમિયાન અફઘાનિસ્તાનના હેડ જોનાથન ટ્રોટે પોતાની ટીમના ખેલાડીઓને મેચ ધીમી કરવાનો સંકેત આપ્યો હતો. નૂર અહેમદ બોલિંગ કરી રહ્યો હતો અને તેણે ચાર બોલ ફેંક્યા હતા. પરંતુ તે પાંચમો બોલ ફેંકે તે પહેલા જ સ્લિપમાં ઉભેલ ગુલબદ્દીન નાયબ અચાનક નીચે પડી ગયો. તે પગ પકડીને બેસી ગયો.

અફઘાનિસ્તાન ટીમ પર ચીટિંગનો આરોપ

ગુલબદ્દીન નાયબ પર નકલી ઈજાનો આરોપ છે. એડમ ઝમ્પાનું માનવું છે કે તેણે આ બધું મેચ રોકવા માટે કર્યું હતું. જો કે કોમેન્ટ્રી કરી રહેલા સિમોન ડોલ પણ આના પર સવાલ ઉઠાવતા જોવા મળ્યા હતા. ગુલબદ્દીન નીચે પડતાની સાથે જ અફઘાનિસ્તાનનો ફિઝિયો મેદાન પર આવ્યો અને પછી વરસાદને કારણે મેચ બંધ થઈ ગઈ. આ સમય સુધી બાંગ્લાદેશ ડકવર્થ લુઈસ નિયમ મુજબ પાછળ હતું.

એડમ ઝામ્પાએ ઉઠાવ્યા સવાલ

જોકે, વરસાદ બંધ થતા ગુલબદ્દીન નાયબ ફરીથી મેદાનમાં આવ્યો અને બોલિંગ પણ કરી. એટલું જ નહીં જ્યારે અફઘાનિસ્તાન જીત્યું ત્યારે તે મેદાન પર સૌથી ઝડપી દોડી રહ્યો હતો. આ જ કારણ છે કે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ અને સમર્થકો આ અંગે નારાજ છે. રસપ્રદ વાત એ છે કે જ્યારે ગુલબદ્દીન નાયબ મેદાન પર આ બધું કરી રહ્યો હતો ત્યારે કેપ્ટન રાશિદ ખાન પણ તેની સાથે નારાજ દેખાયા હતા. જોકે, બાદમાં તે કહેતો જોવા મળ્યો હતો કે ગુલબદ્દીન નાયબના કારણે મેચમાં કોઈ અસર થઈ નથી. પરંતુ જો ગુલબદીને ખોટી રીતે ઈજા અંગે નાટક કર્યા હોય તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે.

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપમાંથી બહાર થતા જ ડેવિડ વોર્નરની કારકિર્દી પર લાગ્યો પૂર્ણવિરામ !

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">