કોચ ગૌતમ ગંભીરની માંગ પૂરી થઈ, ટીમ ઈન્ડિયાનો કોચિંગ સ્ટાફ નક્કી થઈ ગયો!
ભારતીય ક્રિકેટ ટીમના નવા સપોર્ટિંગ સ્ટાફને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ ગૌતમ ગંભીર સાથે કામ કરવા જનાર સપોર્ટિંગ સ્ટાફના સભ્યોના નામ સામે આવ્યા છે. જેમાં મોટા ભાગના મેમ્બર્સ ગંભીર સાથે અગાઉ કામ કરી ચૂક્યા છે.
ભારતીય ક્રિકેટ ટીમને ગૌતમ ગંભીરના રૂપમાં નવો મુખ્ય કોચ મળ્યો છે, જે શ્રીલંકા શ્રેણીથી ટીમની કમાન સંભાળશે. ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરના સપોર્ટિંગ સ્ટાફમાં કયા ચહેરાઓને સામેલ કરવામાં આવશે તે હજુ જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ તે દિગ્ગજ ખેલાડીઓના નામ સામે આવ્યા છે જેઓ ગંભીર સાથે કામ કરતા જોવા મળશે. રાહુલ દ્રવિડના સહાયક સ્ટાફનો એક સભ્ય પણ નવા સ્ટાફનો ભાગ હશે.
કોચિંગ સ્ટાફ નક્કી થઈ ગયો
ક્રિકબઝના અહેવાલ મુજબ, ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અભિષેક નાયર અને નેધરલેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર રિયાન ટેન ડોઈશે ભારતીય ટીમના કોચિંગ સ્ટાફનો ભાગ હશે. આ સિવાય મોર્ને મોર્કેલને પણ સપોર્ટિંગ સ્ટાફમાં સ્થાન મળ્યું છે. ટી દિલીપ ટીમ સાથે રહેશે અને ફિલ્ડિંગ કોચની ભૂમિકા નિભાવશે. અગાઉ, ટી દિલીપ પણ રાહુલ દ્રવિડના સપોર્ટિંગ સ્ટાફનો એક ભાગ હતો. ટી દિલીપના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાની ફિલ્ડિંગમાં તાજેતરના સમયમાં ઘણો સુધારો થયો છે, તેથી BCCI તેને ટીમ સાથે જાળવી રાખશે.
ગંભીર સાથે કામ કરનારાઓને તક મળી
નાયર અને ડોઈશે બંનેને સહાયક કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સિવાય એવી સંભાવના છે કે દક્ષિણ આફ્રિકાનો પૂર્વ ઝડપી બોલર મોર્ને મોર્કેલ ગંભીરની કોચિંગ ટીમમાં બોલિંગ કોચની ભૂમિકા ભજવશે. આ ત્રણેય દિગ્ગજો ગૌતમ ગંભીર સાથે અગાઉ કામ કરી ચૂક્યા છે. ગૌતમ ગંભીરે IPL 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે અભિષેક નાયર અને રિયાન ટેન ડોઈશે સાથે કામ કર્યું હતું. ટીમને ચેમ્પિયન બનાવવામાં અભિષેક નાયર અને રિયાન ટેન ડોઈશેની પણ મહત્વની ભૂમિકા હતી. બીજી તરફ, ગંભીર અને મોર્કેલ પણ IPLમાં લખનૌ સુપર જાયન્ટ્સ માટે કામ કરી ચૂક્યા છે.
BCCI to formally announce the new support staff of Team India’s head coach Gautam Gambhir in a Press Conference to be held on Monday.
▪️Batting Coach – Abhishek Nayar ▪️Bowling Coach – Morne Morkel ▪️Assistant Coach – Ryan Ten Doeschate
We wish all the best to Ex-Knights pic.twitter.com/OwbVBEtN8Y
— KKR Vibe (@KnightsVibe) July 20, 2024
ટીમમાં ક્યારે જોડાશે?
રિપોર્ટ અનુસાર ટી દિલીપ અને અભિષેક નાયર ટીમ સાથે શ્રીલંકા પ્રવાસ પર જશે. પરંતુ રિયાન ટેન ડોઈશે અને મોર્કેલ ક્યારે ટીમ સાથે જોડાશે તે હજુ સ્પષ્ટ નથી. ટેન ડોઈશે હાલમાં મેજર લીગ ક્રિકેટ (MLC) માં LA નાઈટ રાઈડર્સના કોચિંગ સ્ટાફનો ભાગ છે અને તે અમેરિકામાં છે. આવી સ્થિતિમાં તે સીધો કોલંબોમાં ટીમ સાથે જોડાઈ શકે છે.
આ પણ વાંચો: IND vs PAK: ટીમ ઈન્ડિયાએ ફરી પાકિસ્તાનને હરાવ્યું, 40 દિવસમાં ત્રીજી વખત ચટાવી ધૂળ