એશિયા કપ-વર્લ્ડ કપ પહેલા PCBનો મોટો નિર્ણય, ઈન્ઝમામને પાકિસ્તાનનો મુખ્ય પસંદગીકાર બનાવ્યો

પાકિસ્તાનના 1992 વર્લ્ડ કપ વિજેતા અનુભવી ખેલાડી અને ભૂતપૂર્વ કેપ્ટન ઈન્ઝમામ-ઉલ-હકને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા ટીમના નવો મુખ્ય પસંદગીકાર બનાવવામાં આવ્યો હતો.

એશિયા કપ-વર્લ્ડ કપ પહેલા PCBનો મોટો નિર્ણય, ઈન્ઝમામને પાકિસ્તાનનો મુખ્ય પસંદગીકાર બનાવ્યો
Inzamam ul Haq
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2023 | 8:33 AM

PCBએ વર્લ્ડ કપ પહેલા પોતાના સમયના દિગ્ગજ બેટ્સમેન અને પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હક (Inzamam ul Haq) ને મોટી જવાબદારી સોંપી છે. ઈન્ઝમામ-ઉલ-હકને પાકિસ્તાન ક્રિકેટ ટીમનો મુખ્ય પસંદગીકાર બનાવવામાં આવ્યો છે. આ મહિનાના અંતમાં એશિયા કપ જેવી મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટ યોજાવાની છે અને તે પછી ભારતમાં વર્લ્ડ કપ (World Cup 2023) નું આયોજન કરવામાં આવશે.

PCBએ મોટો નિર્ણય લીધો

ઈન્ઝમામ ઉલ હકનું મુખ્ય પસંદગીકાર બનવું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો માસ્ટરસ્ટ્રોક ગણી શકાય. કારણ કે આ ખેલાડીનો અનુભવ વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં ટીમ માટે ઉપયોગી થશે અને પાકિસ્તાની ટીમ સંતુલિત થશે. મોટી વાત એ છે કે ઈન્ઝમામ ઉલ હકના પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ સાથે પણ સારા સંબંધો છે. પાકિસ્તાનમાં કોચ, કેપ્ટન અને મુખ્ય પસંદગીકારો વચ્ચે સારા સંબંધો ભાગ્યે જ જોવા મળે છે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

ઈન્ઝમામ અગાઉ પણ મુખ્ય પસંદગીકાર હતો

જણાવી દઈએ કે ઈન્ઝમામ ઉલ હક પહેલા પાકિસ્તાની ટીમનો મુખ્ય પસંદગીકાર રહી ચૂક્યો છે. ઈન્ઝમામે 2016 થી 2019 સુધી આ જવાબદારી નિભાવી હતી. આ દરમિયાન પાકિસ્તાનની ટીમે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2017 જીતી હતી. ફાઇનલમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું. હવે ફરી એકવાર ICCની મોટી ટૂર્નામેન્ટ પહેલા PCBએ ઈન્ઝમામને યાદ કર્યો છે.

ઇન્ઝમામની દમદાર કારકિર્દી

ઈન્ઝમામ ઉલ હકે પાકિસ્તાન માટે 120 ટેસ્ટ મેચમાં 8830 રન બનાવ્યા છે. તેના બેટમાંથી 25 આંતરરાષ્ટ્રીય સદીઓ નીકળી છે. આ સિવાય ઈન્ઝમામે પાકિસ્તાન માટે 378 વનડે રમી છે, જેમાં તેના બેટમાંથી 11739 રન થયા છે. ઈન્ઝમામે વનડેમાં 10 સદી અને 83 અડધી સદી પણ ફટકારી છે.

આ પણ વાંચોઃ IND vs WI : 452 દિવસ પહેલા તિલક વર્મા સાથે એવું શું થયું જેણે બદલ્યું તેનું જીવન?

ઈન્ઝમામને કેપ્ટનશિપનો પણ અનુભવ

ઈન્ઝમામ ઉલ હકને પણ પાકિસ્તાનની કેપ્ટનશિપનો ઘણો અનુભવ છે. ઈન્ઝમામે 31 ટેસ્ટમાં પાકિસ્તાનની કેપ્ટનશિપ કરી હતી, જોકે આમાં તેની જીતની ટકાવારી માત્ર 35.48 હતી. ઈન્ઝમામ ઉલ હકની કપ્તાનીમાં ટેસ્ટમાં પાકિસ્તાનની ટીમને 11 મેચમાં જીત અને 11માં હાર મળી હતી જ્યારે 9 મેચ ડ્રો કરી હતી. જ્યારે ODIમાં ઈન્ઝમામની કેપ્ટનશીપ હેઠળ પાકિસ્તાને 87માંથી 51 મેચ જીતી હતી અને 33માં હારનો સામનો કરવો પડ્યો હતો.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">