Jasprit Bumrah: જસપ્રીત બુમરાહ મેદાનમાં ક્યારે પરત ફરશે? સ્ટાર બોલરને લઈ આવ્યા મોટા સમાચાર
Indian Cricket Team: ભારતીય સ્ટાર ઝડપી બોલર લાંબા સમયથી ક્રિકેટના મેદાનથી બહાર છે, પીઠની સમસ્યાને લઈ તે મેદાનથી દૂર રહ્યા બાદ ન્યૂઝીલેન્ડમાં સર્જરી કરાવી ચૂક્યો છે.
ભારતીય ક્રિકેટ ટીમ માટે હાલમાં રજાનો માહોલ છે. આગામી મહિના ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસે જનારી છે. ભારતીય ટીમનો આ સાથે જ શેડ્યૂલ ડિસેમ્બર સુધી ખૂબ જ વ્યસ્ત રહેનારો છે. જોકે આ દરમિયાન એશિયા કપ પહેલા ભારતીય ટીમને લઈ એક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ ભારતીય ટીમમાં પરત ફરવાને લઈ સમાચાર સામે આવ્યા છે. બુમરાહ એશિયા કપ પહેલા જ ટીમની સાથે જોડાઈ શકે છે. આયર્લેન્ડ સામેની સિરીઝનો તે હિસ્સો થઈ શકે છે.
જસપ્રીત બુમરાહ પીઠની સમસ્યાને લઈ ગત વર્ષે ટી20 વિશ્વકપ રમવાથી દૂર રહેવા મજબૂર રહ્યો હતો. આ ઉપરાંત તે મહત્વની સિરીઝથી અને આઈપીએલથી પણ દૂર રહેવા માટે મજબૂર રહ્યો હતો. પરંતુ હવે સમાચાર છે કે આગામી ઓગષ્ટ મહિનામાં ભારત અને આયર્લેન્ડ વચ્ચે સિરીઝ રમાનારી છે, આ દરમિયાન બુમરાહ પણ ટીમ સાથે જોડાઈ શકે છે.
Jasprit Bumrah is making good progress & could well be at his peak fitness when he returns in August-September. [News18] pic.twitter.com/jRGejiVFIM
— Johns. (@CricCrazyJohns) June 18, 2023
આયર્લેન્ડ સામેની ટી20 સિરીઝથી પરત ફરશે
હાલમાં જસપ્રીત બુમરાહ નેશનલ ક્રિકેટ એકડમીમાં છે. જયાં તે મેદાન પર પરત ફરવાને લઈ તૈયારીઓ કરી રહ્યો છે. થોડાક સમય અગાઉ બુમરાહે પીઠની સમસ્યાને લઈ ન્યુઝીલેન્ડમાં સર્જરી કરાવી હતી. ત્યાર બાદ તે ભારત પરત ફર્યા બાદ મેદાન પર પરત ફરવાને લઈ તૈયારીઓ કરી રહ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ બુમરાહ હવે ત્રણ મેચની ટી20 સિરીઝથી ટીમ ઈન્ડિયા સાથે ફરી જોડાઈ શકે છે. આ સિરીઝ ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાનારી છે. આ સાથે જ બુમરાહની ફિટનેસને લઈ સ્થિતી સ્પષ્ટ બની જશે.
The sound of ball disturbing the timber 🥵🥵
6 Minutes of Jasprit Bumrah destroying the stumps🔥. Once upon it used to be a cakewalk for him.
Comment down your favourite one out of these ⬇️
Part 1: pic.twitter.com/Vv2CDJV3Kg
— Ananay Sethi (@Ananaysethi1708) June 17, 2023
બુમરાહ હાલમાં સારી લયમાં છે અને તે તૈયારીઓમાં વ્યસ્ત છે. તે આયર્લેન્ડ સામેની સિરીઝથી પરત ફરવા માટે તૈયાર છે. રિપોર્ટ્સ મુજબ બુમરાહ લાંબા સમયથી ક્રિકેટથી દૂર છે અને તે મેદાનમાં સમય વિતાવીને પોતાને સાબિત કરશે. બેંગ્લુરુમાં તેને એકડમીના વડા વીવીએસ લક્ષ્મણ, મેડિકલ વિભાગના વડા નિતીન પટેલના નિરીક્ષણ હેઠળ તૈયારીઓ કરી રહ્યો છે.
Major missing Jasprit Bumrah#WTC2023Final #INDvsAUS #AUSvsIND
— Adi (@aaditea_) June 10, 2023
બુમરાહના પરત ફરવાથી મોટી રાહત
એનસીએમાં બુમરાહ ખૂબ જ મહેનત કરી રહ્યો છે. નિતીન પટેલ અને રજનીકાંત બંને બુમરાહને પીઠની સમસ્યા બાદ ફરીથી મેદાનમાં ઉતરવા માટેની તૈયારીઓ કરાવી રહ્યા છ. બંને દ્વારા બુમરાહને લઈ બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. ભારતીય ક્રિકેટ બોર્ડ પણમ બુમરાહને લઈ કોઈ જ રિસ્ક લેવા માંગતુ નથી. આવામાં તેનુ ઠીક થવુ હવે ભારતીય ટીમ માટે મહત્વનુ બની રહેશે. એશિયા કપ અને વનડે વિશ્વ કપ સામે હોવાને લઈને મોટી રાહત ભારતીય ક્રિકેટ ટીમને સર્જાઈ શકે છે.