ઈમર્જિંગ એશિયા કપ T20ની સફળતા બાદ એશિયન ક્રિકેટ કાઉન્સિલે મેન્સ અંડર-19 એશિયા કપની જાહેરાત કરી છે. ઉભરતા ખેલાડીઓ બાદ હવે એશિયાના જુનિયર ખેલાડીઓ આ ટૂર્નામેન્ટમાં સામસામે ટકરાશે. ACCની જાહેરાત અનુસાર, આ ટૂર્નામેન્ટ 29મી નવેમ્બરથી 8મી ડિસેમ્બર સુધી UAEમાં રમાશે, જેનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લેશે જેમાં ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, જાપાન, UAE અને નેપાળનો સમાવેશ થાય છે.
મેન્સ અંડર-19 એશિયા કપ સૌપ્રથમ બાંગ્લાદેશ દ્વારા 1989માં રમાયો હતો. જ્યારે તેની છેલ્લી 3 આવૃત્તિઓ યુએઈમાં જ રમાઈ છે. આ વખતે ટૂર્નામેન્ટની 11મી આવૃત્તિ રમાવાની છે અને સતત ચોથી વખત તેની યજમાની યુએઈના હાથમાં છે. 29 નવેમ્બરથી શરૂ થનારી આ ટૂર્નામેન્ટ ODI ફોર્મેટમાં રમાશે.
આ ટુર્નામેન્ટમાં ભાગ લેનારી 8 ટીમોને 4-4ના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત, પાકિસ્તાન, જાપાન અને UAEને ગ્રુપ Aમાં રાખવામાં આવ્યા છે. શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને નેપાળને ગ્રુપ Bમાં રાખવામાં આવ્યા છે. ગ્રુપની દરેક ટીમે એકબીજા સામે 1-1 મેચ રમવાની છે. આ પછી, બંને જૂથની ટોપ-2 ટીમો સેમીફાઈનલ માટે ક્વોલિફાય થશે.
The generation next, is ready to battle it out at the #MensU19AsiaCup2024 starting November 29 ️. The action-packed tournament will be contested across Dubai and Sharjah with the finals being contested on December 8.#ACC pic.twitter.com/lkaoPWSNFR
— AsianCricketCouncil (@ACCMedia1) November 8, 2024
ગ્રુપ સ્ટેજની મેચો 29 નવેમ્બરથી 4 ડિસેમ્બર વચ્ચે રમાશે. દરરોજ બે મેચ રમવાની છે, જેમાંથી એક દુબઈના સ્ટેડિયમમાં અને બીજી શારજાહમાં યોજાશે. 6 ડિસેમ્બરે પ્રથમ સેમીફાઈનલ દુબઈમાં અને બીજી સેમીફાઈનલ શારજાહમાં યોજાશે. ટુર્નામેન્ટની ફાઈનલ મેચ 8 ડિસેમ્બરે દુબઈમાં રમાશે. પહેલા દિવસે એટલે કે 29મી નવેમ્બરે ગ્રુપ Bમાં બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો થશે. જ્યારે નેપાળની ટીમ શ્રીલંકા સામે ટકરાશે. ટુર્નામેન્ટની સૌથી પ્રીમિયર મેચ 30મી નવેમ્બરે યોજાશે. આ દિવસે ભારત અને પાકિસ્તાનની ટીમો ગ્રુપ Aમાંથી એકબીજા સામે ટકરાશે અને તેમનો પ્રવાસ શરૂ કરશે. બીજી તરફ જાપાન અને UAE વચ્ચે ટક્કર થશે.
1 ડિસેમ્બરે ફરીથી ગ્રુપ Bમાં એક તરફ બાંગ્લાદેશ અને નેપાળ અને બીજી બાજુ શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાશે. 2 ડિસેમ્બરે ગ્રુપ Aમાં પાકિસ્તાન-UAE અને ભારત-જાપાન વચ્ચે મેચ રમાશે. બીજા દિવસે 3 ડિસેમ્બરે ગ્રુપ Bમાં બાંગ્લાદેશ-શ્રીલંકા અને અફઘાનિસ્તાન-નેપાળની ટીમો ટકરાશે. ગ્રુપ Aમાં પાકિસ્તાન-જાપાન અને ભારત-યુએઈ વચ્ચેની મેચ સાથે 4 ડિસેમ્બરે ગ્રુપ સ્ટેજની મેચો સમાપ્ત થશે.
આ પણ વાંચો: પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતની માંગ નહીં સ્વીકારે ! PCBનું મોટું નિવેદન
Published On - 9:20 pm, Fri, 8 November 24