Cricket: યોર્કર બોલ પર પણ આસાન બાઉન્ડરી ફટકારી શકાય તેવા નવા બેટ આવી શકે છે ક્રિકેટરોના હાથમાં, જાણો
ક્રિકેટ વિશ્વમાં આમતો સમયાંતરે નાના મોટા બદલાવ આવતા રહેતા હોય છે. કેટલાક બદલાવે તો ક્રિકેટના રોમાંચને પણ વધારી દીધો છે. તો વળી હવે વધુ એક બદલાવ ક્રિકેટના મુખ્ય હથીયારમાં આવી શકે છે. અત્યાર સુધી ક્રિકેટરો કાશ્મિર વિલો (Kashmir willow) કે ઇંગ્લીશ વિલો (English willow) એટલે કે, ખાસ પ્રકારના વૃક્ષના લાકડાના બનેલા બેટનો ઉપયોગ કરતા હતા

ક્રિકેટ વિશ્વમાં આમ તો સમયાંતરે નાના મોટા બદલાવ આવતા રહેતા હોય છે. કેટલાક બદલાવે તો ક્રિકેટના રોમાંચને પણ વધારી દીધો છે. તો વળી હવે વધુ એક બદલાવ ક્રિકેટના મુખ્ય હથીયારમાં આવી શકે છે. અત્યાર સુધી ક્રિકેટરો કાશ્મિર વિલો (Kashmir willow) કે, ઇંગ્લીશ વિલો (English willow) એટલે કે ખાસ પ્રકારના વૃક્ષના લાકડાના બનેલા બેટનો ઉપયોગ કરતા હતા. જોકે હવે કેમ્બ્રીજ વિશ્વવિધ્યાલય (Cambridge University) ને એક શોધમાં વાંસ (bamboo) માથી બનેલુ બેટ થોડુ ઓછુ ખર્ચાળ લાગી શકે છે. તો વળી તેનો સ્વીટ સ્પોટ પણ મોટો હશે. બેટમાં સ્વીટ સ્પોટ વચ્ચેના હિસ્સામાં થોડો નિચે પરંતુ નિચલા હિસ્સાથી ઉપર હોય છે. જ્યાંથી લગાવેલો શોટ દમદાર હોય છે.
આ શોધને દર્શિલ શાહ અને બેન ટિંકલેર ડેવિસ એ કરી છે. શાહે મીડિયા સાથે ની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, વાંસના બેટ થી યોર્કર બોલ પર પણ ચોગ્ગો મારવો આસાન હોય છે. કારણ કે તેનો સ્વીટ સ્પોટ મોટો હોય છે. યોર્કર પર જ નહી પરંતુ દરેક પ્રકારના બોલના શોટ માટે શ્રેષ્ઠ છે. મીડિયા રિપોર્ટનુસાર ઇંગ્લીશ વિલોને લગતી સમસ્યા છે. આ પ્રકારના વૃક્ષને તૈયાર થવામાં પંદરેક વર્ષનો સમય થતો હોય છે. સાથે જ બેટના નિર્માણમાં 15 થી 30 ટકા લાકડુ પણ બર્બાદ થતુ હોય છે.
શાહનુ માનવુ છે કે, વાંસ સસ્તા અને મોટી માત્રામાં ઉપલબ્ધ હોય છે. તે ખૂબ જ ઝડપ થી વધે છે અને ટકાઉ પણ હોય છે. વાંસને ઉઘાડવા સરળ છે અને તે સાતેક વર્ષમં તૈયાર પણ થતા હોય છે. વાંસ ચીન, જાપાન, દક્ષિણ અમેરિકા જેવા દેશોમાં ખૂબ મળી રહે છે. જ્યાં ક્રિકેટ પણ હવે લોકપ્રિય થઇ રહી છે.
શાહ અને ડેવિસની જોડીએ રહસ્ય ખોલતા કહ્યુ હતુ કે, તેમની પાસે આ પ્રકારના બેટનુ પ્રોટોટાઇપ છે. જેને વાંસના લાકડાની પરત પ્રતિ પરત ચિપકાવીને બનાવવામાં આવ્યુ છે. શોધકર્તાઓ મુજબ વાંસ થી બનેલુ બેટ વિલો થી બનેલા બેટની તુલનામાં વધારે સખત અને મજબૂત હતુ. જોકે તેના તુટવાની સંભાવના વધારે છે. તેમાં પણ વિલો થી બનેલા બેટની માફક કંપન થાય છે. શાહે કહ્યુ હતુ કે, વિલો બેટના પ્રમાણમાં આ ભારે છે અને અમે જેમાં કેટલોક બદલાવ કરવા ઇચ્છીએ છીએ. વાંસના બેટના સ્વીટ સ્પોટ વધારે મોટા હોય છે. જે બેટના નિચલા હિસ્સા સુધી રહે છે. આઇસીસી નિયમો મુજબ હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ફક્ત લાકડાના બેટના ઉપયોગની જ પરવાનગી છે.
Latest News Updates





