Cricket: T20 વિશ્વકપ પહેલા લસિથ મલિંગા ફરીથી ક્રિકેટ રમવાની તૈયારીમાં હોવાના આપ્યા સંકેત, કહ્યુ આમ

|

May 11, 2021 | 10:21 AM

શ્રીલંકાના ઝડપી બોલર લસિથ મલિંગા (Lasith Malinga) ફરી એક વાર ક્રિકેટના મેદાન પર રમતો જોઇ શકાય એવી સંભાવના છે. તે પસંદગીકારોને મળીને પોતાના ભવિષ્યને લઇને વાતચીત કરનારો છે. 37 વર્ષીય ઝડપી બોલર મલીંગા નુ કેરીયર હવે તેના અંતિમ પડાવમાં છે.

Cricket: T20 વિશ્વકપ પહેલા લસિથ મલિંગા ફરીથી ક્રિકેટ રમવાની તૈયારીમાં હોવાના આપ્યા સંકેત, કહ્યુ આમ
Lasith Malinga

Follow us on

શ્રીલંકાના ઝડપી બોલર લસિથ મલિંગા (Lasith Malinga) ફરી એક વાર ક્રિકેટના મેદાન પર રમતો જોઇ શકાય એવી સંભાવના છે. તે પસંદગીકારોને મળીને પોતાના ભવિષ્યને લઇને વાતચીત કરનારો છે. 37 વર્ષીય ઝડપી બોલર મલીંગા નુ કેરીયર હવે તેના અંતિમ પડાવમાં છે. જોકે તે હવે આગામી T20 વિશ્વકપ (World Cup) માટે શ્રીલંકાની યોજનામાં સામેલ થઇ શકે છે. શ્રીલંકા ક્રિકેટ (Sri Lanka Cricket ) ની પસંદગી સમિતિ ના ચેરમેન પ્રમોદ વિક્રમાસિંઘે (Pramod Vikramasinghe) કહ્યુ હતુ કે, આગામી T20 કાર્યક્રમની યોજનાઓ ને લઇને અને આ વર્ષે રમાનારા વિશ્વકપને લઇને શ્રીલંકાના દિગ્ગજ થી આગળના કેટલાક દિવસોમાં વાતચીત કરાશે.

તેમણે કહ્યુ હતુ કે, અમે ખૂબ જલ્દી થી મલિંગા સાથે વાતચીત કરીશુ. તે આગામી T20 આયોજનોને લઇને અમારી યોજનાઓમાં સામેલ છે. જેમાં આક્ટોબરમાં રમાનારા T20 વિશ્વકપ પણ છે. તેમણે યાદ અપાવ્યુ હતુ કે, શ્રીલંકાના મહાનતમ ખેલાડીઓમાં થી મલિંગા એક છે અને હાલમાં ઉપલબ્ધ વિકલ્પોમાં પણ તે સૌથી સારો છે. તેના રેકોર્ડ પણ તે વાત સાબિત કરે છે. હવે એક બાદ એક બે T20 વિશ્વકપ આવનારા છે. આ વર્ષે અને આગામી વર્ષે. અમે મલિંગાને મળીશુ તો કે સંબંધે વાતચીત કરીશું

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

લસિથ મલિંગા એ કહ્યુ હતુ કે, ફટાફટ ક્રિકેટમાં દેશનુ પ્રતિનિધીત્વ કરવા માટે હજુ પણ બેકરાર છે. તે શ્રીલંકાઇ રંગ પહેરીને દમદાર પ્રદર્શન કરવા ઇચ્છે છે. હું ટેસ્ટ અને વન ડે ક્રિકેટમાં સંન્યાસ લઇ ચુક્યો છુ, પરંતુ T20 ક્રિકેટ થી નહી. હું એ પણ જાણવા ઇચ્છુ છુ કે પસંદગી સમિતિ મારા જેવા સિનિયર ખેલાડીની રાષ્ટ્રીય ટીમમાં સેવા લેવા ઇચ્છે છે કે કેમ. મે અનેક વાર લાંબા બ્રેક બાદ કરિયરમાં દમદાર વાપસી કરી છે. તેણે 85 T20 મેચ રમી 107 વિકેટ ઝડપી છે.

Next Article