IPL 2022 : લખનૌ ફ્રેન્ચાઇઝીના મુખ્ય કોચ કોણ હશે? ડેનિયલ વેટોરી અને એન્ડી ફ્લાવર રેસમાં આગળ છે

IPL (IPL-2022) ની આગામી સિઝન માટે, લખનૌ ફ્રેન્ચાઇઝીએ મુખ્ય કોચ તરીકે 2 ઉમેદવારોને અંતિમ યાદીમાં સ્થાન આપ્યું છે. એન્ડી ફ્લાવર(Andy Flower) અને ડેનિયલ વેટોરી(Daniel Vettori)ને આ પદ માટે દાવેદાર માનવામાં આવે છે. કેએલ રાહુલ(KL Rahul)ને આ ફ્રેન્ચાઇઝીનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે.

IPL 2022 : લખનૌ ફ્રેન્ચાઇઝીના મુખ્ય કોચ કોણ હશે? ડેનિયલ વેટોરી અને એન્ડી ફ્લાવર રેસમાં આગળ છે
Daniel Vettori
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2021 | 12:01 PM

IPL 2022 : વિશ્વની સૌથી ધનાઢ્ય ક્રિકેટ લીગ IPL (IPL-2022)ની આગામી સિઝનમાં 2 નવી ટીમો જોડાવા જઈ રહી છે, જે લીગમાં કુલ 10 ટીમો રમશે. એક ટીમ લખનૌ (Lucknow)અને બીજી અમદાવાદ (Ahmedabad)ની હશે. આ માટેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે અને સિઝન માટે મેગા હરાજી થશે. ફ્રેન્ચાઇઝીઓએ ઘણા મહત્વપૂર્ણ ખેલાડીઓને રિલીઝ કર્યા છે, જ્યારે કેટલીક ટીમે તેમના જૂના ક્રિકેટરો (Cricketers)ને રિટેન કર્યા છે અને તેમને જાળવી રાખ્યા છે.

લખનૌ ફ્રેન્ચાઇઝી માટે, એવું માનવામાં આવે છે કે, કેએલ રાહુલ (KL Rahul) સુકાનીપદ સંભાળશે, જ્યારે દિગ્ગજ ડેનિયલ વેટોરી (Daniel Vettori)અને એન્ડી ફ્લાવર (Andy Flower) આ ફ્રેન્ચાઇઝીના મુખ્ય કોચ બનવાની રેસમાં સૌથી આગળ છે.

લખનૌ ફ્રેન્ચાઇઝીએ મુખ્ય કોચ (Head coach)ના પદ માટે અંતિમ યાદીમાં બે ઉમેદવારોને રાખ્યા છે. એન્ડી ફ્લાવર (Andy Flower)અને ડેનિયલ વેટોરી આ પદના દાવેદાર છે. માનવામાં આવી રહ્યું છે કે, વેટોરીના નામ પર ગ્રીન સિગ્નલ આપવામાં આવી શકે છે. ગેરી કર્સ્ટન અને ટ્રેવર બેલિસ પણ આ યાદીમાં હોવાના અહેવાલ હતા પરંતુ તેઓ અંતિમ યાદીમાં સ્થાન મેળવી શક્યા ન હતા.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

એન્ડી ફ્લાવરને આ સ્થાન મળ્યું તેનું કારણ એ છે કે, ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ ખેલાડી કેએલ રાહુલ સાથે કામ કરી ચૂક્યા છે જે ટીમના કેપ્ટન બની શકે છે. બંનેએ પંજાબ કિંગ્સ સાથે કામ કર્યું છે. સંજીવ ગોએન્કા (Sanjiv Goenka)ની માલિકીની ફ્રેન્ચાઇઝીને બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) દ્વારા હજુ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી અને ટૂંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવી શકે છે, CVC એવી બીજી પેઢી છે જેણે નવી IPL ફ્રેન્ચાઇઝી માટે બોલી જીતી છે. જો કે, યુકેમાં સટ્ટાબાજીની કંપનીમાં રોકાણ કરવાને કારણે આ પેઢી વિવાદમાં છે.

(Andy Flower) તાજેતરમાં પંજાબ કિંગ્સમાં તેની ભૂમિકા છોડી દેવાનો નિર્ણય કર્યો. આ માહિતી બીસીસીઆઈના એક અધિકારીએ આપી હતી. બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું, “એન્ડીએ તાજેતરમાં જ પોતાનું રાજીનામું ટીમને મોકલ્યું હતું જેને સ્વીકારી લેવામાં આવ્યું છે. કદાચ તે નવી ટીમો (લખનૌ અથવા અમદાવાદ)માંથી કોઈ એકમાં જોડાય શકે છે. ફ્લાવર પાસે અગાઉ ઈંગ્લેન્ડમાં કોચ તરીકે કામ કરવાનો ઘણો અનુભવ છે. IPL 2020 સીઝન પહેલા તેને તેની પ્રથમ IPL સોંપણી મળી. તેમના કાર્યકાળ દરમિયાન, તેણે છેલ્લી બે સિઝનમાં પંજાબ કિંગ્સ માટે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અનિલ કુંબલે સાથે કામ કર્યું હતું.

આ પણ વાંચો : દક્ષિણ આફ્રિકાથી પરત ફરેલી મહિલા ક્વોરંટાઇનના નિયમો તોડી પહોંચી ફાઇવ સ્ટાર હોટલમાં, કડક કાર્યવાહીના આદેશ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">