Cricket: પૂર્વ લેગ સ્પિન બોલરનુ અપહરણ કરનારા ચાર આરોપીઓને પોલીસે ઝડપી તપાસ હાથ ધરી

|

May 07, 2021 | 2:22 PM

ઓસ્ટ્રેલીયા (Australia) ના પૂર્વ ટેસ્ટ ક્રિકેટર સ્ટુઅર્ટ મેકગીલ (Stuart MacGil) નુ સિડનીમાં જ તેમના ઘરે થી અપહરણ કરવામાં આવ્યુ હતુ. અપહરણ બાદ મેકગીલ સાથે મારપીટ પણ કરવામાં આવી હતી.

Cricket: પૂર્વ લેગ સ્પિન બોલરનુ અપહરણ કરનારા ચાર આરોપીઓને પોલીસે ઝડપી તપાસ હાથ ધરી
Stuart MacGill

Follow us on

ઓસ્ટ્રેલીયા (Australia) ના પૂર્વ ટેસ્ટ ક્રિકેટર સ્ટુઅર્ટ મેકગીલ (Stuart MacGil) નુ સિડનીમાં જ તેમના ઘરે થી અપહરણ કરવામાં આવ્યુ હતુ. અપહરણ બાદ મેકગીલ સાથે મારપીટ પણ કરવામાં આવી હતી. જોકે બાદમાં તેને છોડી મુકવામાં આવ્યો હતો. આ ઘટના ગત મહિને ઘટી હતી અને હવે તે મીડિયા મારફતે પ્રકાશમાં આવી છે.

ન્યૂ સાઉથ વેલ્સ પોલીસ (New South Wales Police) એ 14 એપ્રિલ એ થયેલા તેના કથિત અપહરણ ના પિડીત ને 50 વર્ષીય વ્યક્તિ તરીકે ઓળખાવ્યો છે. જોકે મિડીયા એ તેની ઓળખ સ્ટુઅર્ટ મેકગીલ ના રુપમાં કરી છે. સિડની ના ઉત્તરીય હિસ્સામાં રસ્તા પર એક વ્યક્તિએ મેકગીલને રોક્યો હતો અને બાદમાં બે અન્ય શખ્શો આવ્યો હતો. તેમણે જબરદસ્તી પૂર્વક જ કારમાં નાંખી દીધા હતા.

મેકગીલને બાદમાં સિડનીના દક્ષિણ પશ્વિમ હિસ્સામાં લઇ જવામા આવ્યા હતા. જ્યાં તેની સાથે મારપીટ કર્યા બાદ અન્ય સ્થળે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને બાદમાં છોડી દેવામાં આવ્યા હતા. જોકે છોડી દેવા પહેલા મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

પોલીસે તેમના નિવેદનમાં કહ્યુ હતુ કે, લુંટ અને ગંભીર અપરાધ વિભાગે તેની તપાસ કરી હતી અને ચાર વ્યક્તિઓ એ બુધવારે સવારે ધરપકડ કરવામાં આવી હતી. જે આરોપીઓ 27 થી 46 વર્ષની વય સુધીના છે. ધરપકડ કરેલા આરોપીઓના નામ હાલમાં પોલીસ દ્રારા જાહેર કરવામાં આવ્યા નથી.

ઓસ્ટ્રેલીયાના પૂર્વ ટેસ્ટ ક્રિકેટર સ્ટૂઅર્ટ મેકગીલ લેગ સ્પિનર હતો. તેણે ઓસ્ટ્રેલીયા તરફ થી 1988 થી 2008 વચ્ચે 44 ટેસ્ટ મેચ રમી હતી. જે દરમ્યાન તેણે 208 વિકેટ ઝડપી હતી.

Next Article