AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket Fights : ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ એકબીજા સાથે અથડાયા, મેદાનમાં જ લડાઈ શરૂ થઈ ગઈ !

T20 ક્રિકેટ (T20 cricket) માં, બેટ્સમેન અને બોલરો (Bowler)નો અનેરા ઉત્સાહ સાથે માનસિક તાણ હોય છે, ઘણીવાર ટીમના ખેલાડીઓ મેચના કારણે મેદાન પર થયેલા ગરમ વાતાવરણમાં ખેલાડીઓ એકબીજા સાથે ટકરાતા હોય છે.

Cricket Fights : ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ એકબીજા સાથે અથડાયા, મેદાનમાં જ લડાઈ શરૂ થઈ ગઈ !
હરભજન-રાયડુ (ફાઈલ ફોટો)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2021 | 8:36 AM
Share

Cricket Fights : ક્રિકેટના મેદાનમાં દરેક વ્યક્તિ જીતવા માંગે છે. જ્યારે બેટ્સમેન (Batsman)રનનો વરસાદ કરે છે, ત્યારે બોલરો તેને રન ના કરવા દેવા અને આઉટ કરવા માટે પોતાનો આખો જીવ લગાવી દે છે. T20 ક્રિકેટ (T20 cricket)માં, બેટ્સમેન અને બોલરો (Bowler)નો ઉત્સાહ અનેરો હોય છે અને ઘણીવાર ટીમના ખેલાડીઓ આ ગરમ વાતાવરણમાં એકબીજા સાથે ટકરાતા હોય છે. હરભજન સિંહ અને અંબાતી રાયડુ  (Harbhajan Singh and Ambati Rayudu)વચ્ચે પણ કંઈક આવું જ બન્યું હતું. જે મેચ દરમિયાન એકબીજા સાથે અથડાયા હતા. મામલો 5 વર્ષ જૂનો છે, પછી શું થયું કે, ભજ્જી અને રાયડુ એકબીજા પર ગુસ્સે થવા લાગ્યા ?

IPL 2016માં હરભજન સિંહ અને અંબાતી રાયડુ વચ્ચે લડાઈ થઈ હતી, બંને ખેલાડીઓ મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)નો ભાગ હતા અને બાઉન્ડ્રીને કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો. 11મી ઓવરમાં હરભજન સિંહના ચોથા બોલ પર પુણે સુપરજાયન્ટના બેટ્સમેન સૌરભ તિવારીએ મિડવિકેટ અને લોંગ ઓન વચ્ચે શોટ રમ્યો હતો. મુંબઈના ફિલ્ડરો બોલ રોકવા દોડ્યા હતા. અંબાતી રાયડુએ બાઉન્ડ્રી લાઇન પર જબરદસ્ત ડાઇવ લગાવીને બોલને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો. રાયડુએ બોલને ફટકાર્યો પરંતુ બોલ બાઉન્ડ્રી લાઇનને પાર કરી ગયો.

હરભજન સિંહ ગુસ્સે થયો

હરભજન સિંહ ખૂબ ગુસ્સો આવ્યો હતો. અંબાતી રાયડુએ હરભજનની આ પ્રતિક્રિયા જોઈ અને તે પણ ગરમ સ્વભાવનો ખેલાડી છે અને તેને પણ ખૂબ ગુસ્સો આવ્યો. અંબાતી રાયડુ ચીસો પાડતો હરભજન સિંહ પાસે આવ્યો. બંને ખેલાડીઓ ઝડપથી એકબીજા તરફ આગળ વધવા લાગ્યા પરંતુ ભજ્જીએ રાયડુની નજીક આવતા જ તેના ખભા પર હાથ મૂકીને તેને કંઈક સમજાવવાનો પ્રયાસ કર્યો. જે બાદ રાયડુ થોડો શાંત થયો પરંતુ તે ગુસ્સા સાથે જતો રહ્યો.

રાયડુએ હરભજનની માફી માંગી

આ ઘટનાના બે વર્ષ બાદ બંને ખેલાડીઓ આઈપીએલમાં એક જ ટીમમાં રમ્યા હતા. રાયડુ ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સંકળાયેલો હતો અને હરભજને CSKમાં પ્રવેશ કર્યો હતો. બંને ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું અને આ દરમિયાન રાયડુ અને હરભજને એક શોમાં હાજરી આપી. આ શોમાં, વર્ષ 2016ની તે લડાઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને રાયડુએ કહ્યું હતું કે, તેણે તે મુદ્દા પર હરભજનની માફી માંગી છે અને તે ફરી એકવાર તે વર્તન માટે માફી માંગે છે. રાયડુએ કહ્યું કે તે નથી જાણતો કે આવું કેમ થયું. હરભજન સિંહે પણ મોટું દિલ બતાવ્યું અને રાયડુને કહ્યું કે તેણે પણ આવી ભૂલો કરી છે, તેથી માફીની જરૂર નથી.

આ પણ વાંચો : આતંકવાદ અંગે USAના રિપોર્ટમાં દાવો – ભારત આતંકવાદીઓને ઠેકાણે પાડવા સક્ષમ, મસૂદ અઝહર અંગે પાકિસ્તાનની ખોલી પોલ

g clip-path="url(#clip0_868_265)">