AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આતંકવાદ અંગે USAના રિપોર્ટમાં દાવો – ભારત આતંકવાદીઓને ઠેકાણે પાડવા સક્ષમ, મસૂદ અઝહર અંગે પાકિસ્તાનની ખોલી પોલ

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ તરફથી 'કંટ્રી રિપોર્ટ્સ ઓન ટેરરિઝમ 2020: ઈન્ડિયા'માં એવું કહેવામાં આવ્યું છે કે ભારતીય સુરક્ષા એજન્સીઓ આતંકવાદી ખતરાઓને રોકવામાં અસરકારક છે, જો કે માહિતીની આપલે કરવામાં થોડીક વિટંબણાઓ છે.

આતંકવાદ અંગે USAના રિપોર્ટમાં દાવો - ભારત આતંકવાદીઓને ઠેકાણે પાડવા સક્ષમ, મસૂદ અઝહર અંગે પાકિસ્તાનની ખોલી પોલ
Indian Army ( file photo )
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2021 | 7:00 AM
Share

અમેરિકી વિદેશ વિભાગે પાકિસ્તાનની (Pakistan) પોલ ખોલતા આતંકવાદ (Terrorism) પર રિપોર્ટ જાહેર કરીને ભારતીય એજન્સીઓની પ્રશંસા કરી છે. અમેરિકાએ (USA) કહ્યું છે કે ભારતીય સુરક્ષા એજન્સીઓ (Indian Security Agency) આતંકવાદી ખતરાઓને રોકવા અને તેનો સામનો કરવામાં સક્ષમ છે. જો કે, ગુપ્તચર એજન્સીઓ (Intelligence agency) અને અન્ય સુરક્ષા એજન્સીઓ વચ્ચે માહિતીના આદાન-પ્રદાનની વ્યવસ્થામાં ચોક્કસ વિલંબ થાય છે. સાથે જ પાકિસ્તાન પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેણે આતંકવાદ વિરુદ્ધ પગલા ભરવા કે તેને રોકવા અંગે કોઈ ખાસ કામગીરી કરી નથી.

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ તરફથી ‘કંટ્રી રિપોર્ટ્સ ઓન ટેરરિઝમ 2020: ઈન્ડિયા’માં (Country Reports on Terrorism 2020: India) કહેવામાં આવ્યું છે કે આતંકવાદી સંગઠન ISIS સાથે 66 ભારતીય મૂળના લડવૈયાઓ જોડાયેલા છે. ભારતીય સુરક્ષા એજન્સીઓ ISIS સહીતની આતંકવાદી સંસ્થાઓ દ્વારા ફેલાવાતા આતંકીય જોખમોને રોકવામાં સક્ષમ છે.

પાકિસ્તાને વધુ પ્રગતિ કરી નથીઃ રિપોર્ટ અમેરિકી વિદેશ મંત્રાલયે પાકિસ્તાન વિશે કહ્યું છે કે તેણે આતંકવાદ સામેની કાર્યવાહીમાં કોઈ ખાસ પ્રગતિ કરી નથી. અમેરિકાએ તેના ‘કંટ્રી રિપોર્ટ્સ ઓન ટેરરિઝમ 2020: પાકિસ્તાન’માં (Country Reports on Terrorism 2020: Pakistan) કહ્યું છે કે પાકિસ્તાને આતંકવાદ સામે લડવામાં મર્યાદિત કામગીરી કરી છે અને જૈશ-એ-મોહમ્મદના (Jaish-e-Mohammed) સ્થાપક મસૂદ અઝહર (Masood Azhar) અને લશ્કરના સાજિદ મીર જેવા આતંકવાદીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો માત્ર દેખાડો કર્યો છે. તેમને નાથવા કોઈ ચોક્કસ કામગીરી કરાઈ નથી.

રિપોર્ટમાં પાકિસ્તાન પર નિશાન સાધતા કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનની ધરતી પર હજુ પણ ઘણા આતંકવાદી સંગઠનો કાર્યરત છે, ખાસ કરીને લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba) અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનો સતત ભારત વિરુદ્ધ કામ કરી રહ્યા છે અને આ આંતકી સંસ્થાઓ ભારતમાં ઉગ્રવાદ ફેલાવી રહી છે.

વધુમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાને જૈશ-એ-મોહમ્મદના સ્થાપક અને યુએન દ્વારા ત્રાસવાદી તરીકે જાહેર કરાયેલા આતંકવાદી અઝહર મસૂદ અને 2008ના મુંબઈ આતંકી હુમલાના પ્રોજેક્ટ મેનેજર તરીકે કામગીરી કરી હોવાનું કહેવાય છે તે સાજીદ મીર બંને વિરુદ્ધ કંઈ કર્યું નથી, તેઓ બંને પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરે છે.

આ પણ વાંચોઃ

રાજ્યમાં આગામી 5 દિવસ કોલ્ડવેવની આગાહી, હજુ તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી સુધી ગગડશે

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">