Cricket: પાકિસ્તાનનો ઝડપી બોલર શાહિન, ધૂંઆધાર બેટ્સમેન શાહિદ આફ્રિદીનો બનશે જમાઈ, એક વાતચીતમાં કર્યો આફ્રિદીએ એકરાર

આમ તો હાલમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમ (Pakistan cricket team) માં ખેલાડીનુ ભવિષ્ય હાલની સ્થિતીએ જો અને તો ભર્યુ છે. આ દરમ્યાન પાકિસ્તાનના દિગ્ગજ પૂર્વ ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી (Shahid Afridi) ને પોતાના જમાઇ તરીકે પાકિસ્તાની બોલર પસંદ આવ્યો છે.

Cricket: પાકિસ્તાનનો ઝડપી બોલર શાહિન, ધૂંઆધાર બેટ્સમેન શાહિદ આફ્રિદીનો બનશે જમાઈ, એક વાતચીતમાં કર્યો આફ્રિદીએ એકરાર
Shaheen-Afridi
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 23, 2021 | 7:32 PM

આમ તો હાલમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમ (Pakistan cricket team) માં ખેલાડીનુ ભવિષ્ય હાલની સ્થિતીએ જો અને તો ભર્યુ છે. આ દરમ્યાન પાકિસ્તાનના દિગ્ગજ પૂર્વ ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી (Shahid Afridi) ને પોતાના જમાઇ તરીકે પાકિસ્તાની બોલર પસંદ આવ્યો છે.

આફ્રિદી ના જમાઇને લઇને જો કે છેલ્લા કેટલાક સમયથી અનેક ચર્ચાઓ ચાલી રહી હતી. આ દરમ્યાન આફ્રિદીએ પોતે જ હવે આ મામલે સ્પષ્ટપણે કહી દીધુ છે. આફ્રિદીનો ભાવી જમાઇ પાકિસ્તાન ક્રિકેટ ટીમનો ઝડપી બોલર શાહિન શાહ આફ્રિદી (Shahin Shah Afridi) છે.

પાકિસ્તાની મીડિયામાં એક ઇન્ટરવ્યુ દરમ્યાન આફ્રિદીને તેની પુત્રી અને બોલર શાહિનની સગાઇને લઇને પુછવામાં આવ્યુ હતુ. જે દરમ્યાન આફ્રિદીએ કહ્યુ હતુ કે, ઉપરવાળાએ ઇચ્છ્યુ તો યુવા બોલર તેમનો ભવિષ્યનો જમાઇ હશે. તેઓ એ પણ કહ્યુ કે આ પહેલા તેમની પુત્રી સાથે શાહિનને કોઇ જ સંબંધ નહોતો. આફ્રિદી એ કહ્યુ, અમારા આફ્રિદીઓના આઠ કબીલા છે, શાહિન અને અમે અલગ અલગ કબીલાથી નાતો ધરાવીએ છીએ.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આગળ પણ આ અંગે વાત કરતા કહ્યુ હતુ કે, પાછળના બે વર્ષ થી શાહિનના માતા પિતાની પ્રબળ ઇચ્છા હતી. કે બંને પરિવારોના પરિચયને એક ઔપચારિક સંબંધોમાં બદલવામાં આવે. તેમની પુત્રી ડોક્ટર બનવા ઇચ્છે છે. જોકે તેના અભ્યાસને લઇને હજુ નક્કી નથી કે, તે ઇંગ્લેંડમાં આગળનો અભ્યાસ કરશે કે પાકિસ્તાનમાં. આમ આફ્રિદીએ હવે પ્રથમ વાર તેમની પુત્રીની સગાઇને લઇને સ્પષ્ટતા ભરી વાત કરી હતી.

21 વર્ષીય શાહિન આફ્રિદી એ ખૂબ ઓછા સમયમાં પ્રસિદ્ધ થયો છે. તે પાકિસ્તાનની ટીમ માટે 17 ટેસ્ટ મેચ, 25 આંતરરાષ્ટ્રીય વન ડે  અને 25 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે. તેણે 17 વર્ષની ઉંમરે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. ત્યાર બાદથી તે સતત પાકિસ્તાનની ટીમ તરફથી ક્રિકેટ રમી રહ્યો છે. તેણે વન ડે અને ટેસ્ટ ક્રિકેટમાં 50-50 થી વધુ વિકેટ ઝડપી ચુક્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">