IND vs AUS, LIVE Streaming, CWG: ભારત-ઓસ્ટ્રેલિયા હોકીમાં ફાઇનલ, ક્યારે અને ક્યાં મેચ જોઇ શકાશે ?

ભારતે સેમિ ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું અને ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને હરાવી કોમનવેલ્થ ગેમ્સની હોકી ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું.

IND vs AUS, LIVE Streaming, CWG: ભારત-ઓસ્ટ્રેલિયા હોકીમાં ફાઇનલ, ક્યારે અને ક્યાં મેચ જોઇ શકાશે ?
India Hockey (PC: TV9)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2022 | 9:06 AM

ભારતીય પુરુષ હોકી ટીમ (Indian Hockey Team) સોમવારે કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022) નું ટાઈટલ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે અને 6 વખત ગોલ્ડ મેડલ વિજેતા ઓસ્ટ્રેલિયાના પડકારનો સામનો કરશે. કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાને કોઈ હરાવી શક્યું નથી. આવી સ્થિતિમાં ભારતે ઇતિહાસ રચવાના સૌથી મોટા પડકારનો નાશ કરવો પડશે. ટોક્યો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા ટીમ ઈન્ડિયાએ સેમિ ફાઈનલમાં સાઉથ આફ્રિકાને 3-2થી હરાવી ફાઇનલ માં પ્રવેશ કર્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને સમાન અંતરથી હરાવ્યું હતું.

ગ્રુપમાં ટોપ પર રહી હતી આ બંને ટીમો

ઓસ્ટ્રેલિયા (Australia) ગ્રુપ સ્ટેજમાં પૂલ A માં ટોચ પર છે. તેણે તેની ચારેય મેચ જીતી હતી. ભારત પૂલ બીમાં પ્રથમ સ્થાને છે. મહત્વનું છે કે ભારતીય ટીમે 4માંથી 3 મેચ જીતી હતી. જ્યારે એક મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. ભારતે માત્ર 2 વખત કોમનવેલ્થ ગેમ્સ માં મેડલ જીત્યો છે અને બંને વખત તેને સિલ્વર થી સંતોષ માનવો પડ્યો છે. આ વખતે તેની પાસે મેડલનો રંગ બદલવાની તક છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

IND vs AUS, Hockey Final: ક્યારે, ક્યાં અને કઇ રીતે મેચ જોઇ શકાશે…

કોમનવેલ્થ ગેમ્સમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હોકીની ગોલ્ડ મેડલ મેચ ક્યારે રમાશે? ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કોમનવેલ્થ ગેમ્સમાં હોકીની ગોલ્ડ મેડલ મેચ સોમવાર, 8 ઓગસ્ટના રોજ રમાશે.

કોમનવેલ્થ ગેમ્સમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હોકી ગોલ્ડ મેડલ મેચ ક્યારે શરૂ થશે? ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કોમનવેલ્થ ગેમ્સમાં હોકીની ગોલ્ડ મેડલ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 5 વાગ્યાથી રમાશે. કોમનવેલ્થ ગેમ્સમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની હોકી ગોલ્ડ મેડલ મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં થશે? કોમનવેલ્થ ગેમ્સમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની હોકી ગોલ્ડ મેડલ મેચનું લાઈવ ટેલિકાસ્ટ સોની નેટવર્કની ચેનલ પર થશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટની ગોલ્ડ મેડલ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે? કોમનવેલ્થ ગેમ્સમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની હોકી ગોલ્ડ મેડલ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ સોની લિવ પર થશે.

g clip-path="url(#clip0_868_265)">