CWG 2022: દેશની દીકરીઓએ Lawn Bowlમાં ઈતિહાસ રચ્યો, દેશનો સાતમો મેડલ કન્ફર્મ થયો

ભારતે હવે કોમનવેલ્થ ગેમ્સમાં વેઈટલિફ્ટિંગ બાદ લોન બોલ (Lawn Bowl)માં મેડલ પાક્કો કર્યો છે. જો કે મેડલનો રંગ જાણવા માટે ફાઈનલ મેચની રાહ જોવી પડશે.

CWG 2022: દેશની દીકરીઓએ  Lawn Bowlમાં ઈતિહાસ રચ્યો, દેશનો સાતમો મેડલ કન્ફર્મ થયો
દેશની દીકરીઓએ ઈતિહાસ રચ્યોImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2022 | 3:49 PM

CWG 2022: લૉન બોલમાં ભારતે પોતાનો મેડલ પાક્કો કરી લીધો છે. કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games)માં આ ઈવેન્ટમાં ભારતને પ્રથમ વખત મેડલ મળી રહ્યો છે. દેશની દીકરીઓએ આ અજાયબી કરી બતાવ્યું અને ન્યૂઝીલેન્ડ (New Zealand)ને હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી. લૉન બોલ ઈવેન્ટ(Lawn Bowl)ની મહિલા ટીમે ન્યૂઝીલેન્ડને 16-13થી હરાવીને મેડલ મેળવ્યો હતો. લવલી ચૌબે, પિંકી, નયનમોની સૈકિયા અને રૂપા રાની તિર્કીની ટીમ હવે ગોલ્ડ મેડલ માટે દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. ભારત આજ સુધી લૉન બોલમાં મેડલ જીતી શક્યું નથી. આ પ્રથમ વખત છે જ્યારે ભારત મેડલ મેળવવામાં સફળ થયું છે. ભારતીય ટીમના મેડલનો રંગ જાણવા માટે હાલમાં મંગળવારની રાહ જોવાઈ રહી છે.

આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
જલદી લગ્ન કરવા અહીં રાત્રે મહિલાઓનો માર ખાવા આવે છે કુંવારા છોકરાઓ !
શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક

ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે વધુ એક મેડલ પાક્કો કર્યો છે. ભારતીય ટીમે સેલિના ગોડાર્ડ (લીડ), નિકોલ ટુમી (સેકન્ડ), ટેલ બ્રુસ (ત્રીજો) અને વેલે સ્મિથ (સ્કિપ)ની ન્યુઝીલેન્ડ ટીમ સામે બીજા તબક્કા બાદ 0-5થી આગળ જતાં જોરદાર વાપસી કરી હતી. નવમા તબક્કા બાદ બંને ટીમો 7-7થી બરાબરી પર હતી, જ્યારે 10મા તબક્કા બાદ ભારતે 10-7ની લીડ મેળવી હતી. મેચમાં ન્યુઝીલેન્ડની ટીમ 14મા તબક્કા બાદ 13-12ની નજીવી લીડ લેવામાં સફળ રહી હતી. આ પછી રૂપા રાનીના શાનદાર શોટથી ભારતે 16-13ના સ્કોર સાથે મેચ જીતી લીધી હતી.

ભારતીય પુરુષ જોડી રવિવારે ક્વાર્ટર ફાઇનલમાં ઉત્તરી આયર્લેન્ડ સામે 8-26થી હારીને સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. 1930માં કોમનવેલ્થ ગેમ્સમાં લૉન બોલનો પ્રવેશ થયો હતો, ત્યારથી ભારતે તેમાં એક પણ મેડલ જીત્યો નથી. આ રમતમાં સૌથી વધુ મેડલ જીતવાનો રેકોર્ડ સ્કોટલેન્ડના નામે છે. જેણે 20 ગોલ્ડ મેડલ જીત્યા છે જ્યારે ઈંગ્લેન્ડે પણ 20 ગોલ્ડ મેડલ જીત્યા છે.

બર્મિંગહામમાં ભારતે ઈતિહાસ રચ્યો

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) એ પણ આ મોટી ઉપલબ્ધિ પર ટ્વિટ કર્યું. સાઈએ લખ્યું કે બર્મિંગહામમાં ભારતે ઈતિહાસ રચ્યો છે, ભારતની લૉન બોલ મહિલા ટીમે ફાઇનલમાં જગ્યા બનાવીને ઈતિહાસ રચ્યો છે. આવું કરનારી આ પ્રથમ ભારતીય ટીમ છે. ભારતે ન્યુઝીલેન્ડને 16-13થી હરાવ્યું. હવે ફાઇનલમાં ભારતનો મુકાબલો 2 ઓગસ્ટે દક્ષિણ આફ્રિકા સામે થશે.

g clip-path="url(#clip0_868_265)">