CWG 2022 Live Update Day 11 : હોકીમાં ભારતને સિલ્વર મેડલથી માનવો પડ્યો સંતોષ, ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે થયો પરાજય

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2022 | 9:07 PM

Commownwelth Game 2022 day 11 Live Update in Gujarati : કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતના ખાતામાં અત્યાર સુધીમાં 18 ગોલ્ડ મેડલ આવ્યા છે. મેડલ ટેલીમાં ભારત 5માં ક્રમે છે

CWG 2022 Live Update Day 11 : હોકીમાં ભારતને સિલ્વર મેડલથી માનવો પડ્યો સંતોષ, ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે થયો પરાજય
Commonwealth Games 2022

CWG 2022 Live Updates:કોમનવેલ્થ ગેમ્સનો આજે 11મો દિવસ છે.કોમનવેલ્થ ગેમ્સ 2022નો આજે 11મો અને છેલ્લો દિવસ છે. ભારતના ખાતામાં 18 ગોલ્ડ છે અને આજે લગભગ 5 વધુ ગોલ્ડ મેડલ આવી શકે છે. પીવી સિંધુ, લક્ષ્ય સેન, શરથ કમલ, હોકી ટીમ અને સાત્વિક અને ચિરાગ શેટ્ટીની જોડી ગોલ્ડ માટે પોતાનો પડકાર રજૂ કરશે. ભારત પાસે મેડલ ટેલીમાં પણ ઉંચી છલાંગ લગાવવાની તક છે. અત્યારે ભારત પાંચમા સ્થાને છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 08 Aug 2022 07:15 PM (IST)

    CWG 2022 Live: મેન્સ હોકીમાં ભારતને મળ્યો સિલ્વર મેડલ, ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે મળી હાર

    CWG ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ફરી એકવાર ભારતને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો અને પછી સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. જબરદસ્ત પ્રદર્શનના આધારે ફાઈનલમાં પહોંચેલી ભારતીય ટીમને વિશ્વની સૌથી મજબૂત ટીમોમાંની એક ઓસ્ટ્રેલિયાએ 7-0થી ખરાબ રીતે પરાજય આપ્યો હતો અને સતત સાતમી વખત ગેમ્સમાં પુરૂષ હોકીનો ગોલ્ડ મેડલ જીત્યો હતો.

  • 08 Aug 2022 06:17 PM (IST)

    CWG 2022 Live :હોકીમાં ભારતીય ટીમ 7-0થી પાછળ

    હોકીમાં ભારતીય પુરુષ ટીમ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે 7-0થી પાછળ છે. હવે ભારતનું પુનરાગમન ઘણું મુશ્કેલ બની ગયું છે અને ટીમ ઈન્ડિયાને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડી શકે છે.

  • 08 Aug 2022 05:52 PM (IST)

    CWG 2022 Live : ચિરાગ-સાત્વિકની જોડીએ બેડમિન્ટનમાં ગોલ્ડ જીત્યો

  • 08 Aug 2022 05:45 PM (IST)

    CWG 2022 Live :ઓસ્ટ્રેલિયાએ 5મો ગોલ કર્યો

    ભારત માટે હવે મેચમાં વાપસી કરવી અશક્ય બની જશે. ઓસ્ટ્રેલિયાએ 5મો ગોલ કર્યો છે. ભારત પોતાનું ખાતું પણ ખોલી શક્યું નથી. ગોલ્ડ મેચમાં ઓસ્ટ્રેલિયા 5-0થી આગળ છે.

  • 08 Aug 2022 05:44 PM (IST)

    CWG 2022 Live :શરથ અને પિચફોર્ડ ટેબલ ટેનિસમાં

    ટેબલ ટેનિસમાં શરથ કમલ અને લિયામ પિચફોર્ડ વચ્ચેની મેચ ચાલુ છે. પ્રથમ ગેમ હાર્યા બાદ શરથે શાનદાર વાપસી કરી છે અને બે ગેમ જીતી છે. આ મેચ જીતવા માટે તેણે વધુ બે મેચ જીતવી પડશે.

  • 08 Aug 2022 05:37 PM (IST)

    CWG 2022 Live :બેડમિન્ટનમાં ભારતીય જોડીએ પ્રથમ ગેમ જીતી

    બેડમિન્ટનમાં ભારતીય જોડીએ પહેલી ગેમ 21-15ના માર્જીનથી જીતી લીધી છે. ચિરાગ અને સાત્વિક શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યા છે અને ઈંગ્લેન્ડ સામે સારું રમ્યા છે. આ જોડી ભારતને આજે ત્રીજો ગોલ્ડ અપાવી શકે છે.

  • 08 Aug 2022 05:37 PM (IST)

    CWG 2022 Live :ટેબલ ટેનિસ - ફાઇનલ મેચ

    ભારતના શરથ કમલ અચંતા ઇંગ્લેન્ડના પિચફોર્ડ સામે પ્રથમ મેચ હારી ગયા છે

  • 08 Aug 2022 05:32 PM (IST)

    CWG 2022 Live :હોકી ફાઇનલ - ભારત વિ ઓસ્ટ્રેલિયા

    ઓસ્ટ્રેલિયાએ બીજા હાફમાં વધુ એક ગોલ કર્યો છે, હવે તે 3-0થી આગળ છે. ભારત માટે હવે મોટો પડકાર છે

  • 08 Aug 2022 05:25 PM (IST)

    CWG 2022 Live :બેડમિન્ટનમાં સાત્વિક-ચિરાગની જોડીનો મુકાબલો શરૂ

    બેડમિન્ટનમાં મેન્સ ડબલ્સની ફાઇનલમાં ભારતના ચિરાગ અને સાત્વિકનો મુકાબલો ઇંગ્લેન્ડના બેન લેન અને વેદી સેન સામે થશે. પ્રથમ ગેમમાં બંને જોડી વચ્ચે  ટક્કર ચાલુ  છે.

  • 08 Aug 2022 05:21 PM (IST)

    CWG 2022 Live : ઓસ્ટ્રેલિયાએ ભારતીય પુરુષ હોકી ટીમ પર 2-0ની સરસાઈ મેળવી

    ભારતીય પુરુષ હોકી ટીમ પહેલા ક્વાર્ટરમાં 0-2થી પાછળ છે. 6 વખતની કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ મેડલ વિજેતા ઓસ્ટ્રેલિયાની ટીમ ખૂબ જ આક્રમક રીતે રમી રહી છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ક્વાર્ટરમાં સંપૂર્ણ રીતે વર્ચસ્વ જમાવ્યું હતું.

  • 08 Aug 2022 05:15 PM (IST)

    CWG 2022 Live : સાથિયાને ટેબલ ટેનિસમાં મેન્સ સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

    જી સાથિયાને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. સાથિયાને 7 ગેમ સુધી ચાલેલી મેચમાં ઈંગ્લેન્ડના ખેલાડી પોલ ડ્રિંખાલને 4-3થી હરાવ્યો હતો.

  • 08 Aug 2022 05:12 PM (IST)

    CWG 2022 Live : ઓસ્ટ્રેલિયાએ પ્રથમ સ્કોર કર્યો

  • 08 Aug 2022 05:07 PM (IST)

    CWG 2022 Live :હોકીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હોકીની ફાઈનલ શરૂ

    ગોલ્ડ મેડલ મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો મેદાનમાં આવી છે. સ્પર્ધા શરૂ થઈ ગઈ છે

  • 08 Aug 2022 05:01 PM (IST)

    CWG 2022 Live :હોકી મેચ શરૂ

    બેડમિન્ટનમાં ભારત માટે આજનો દિવસ શાનદાર રહ્યો છે. બેડમિન્ટનમાં ભારતે બે ગોલ્ડ મેડલ જીત્યા છે. હવે તમામ આશાઓ હોકી ટીમ પર છે. ઓસ્ટ્રેલિયા સામેની મેચ શરૂ થઈ ગઈ છે. ભારતીય ટીમ ઈતિહાસ રચે તેવી અપેક્ષા છે. જોકે ઓસ્ટ્રેલિયાનો પડકાર ભારત માટે આસાન નથી.

  • 08 Aug 2022 05:00 PM (IST)

    CWG 2022 Live :ટેબલ ટેનિસ: સાથિયાન અને ડ્રિંકહોલ વચ્ચે રોમાંચક મેચ

    જી સાથિયાને બ્રોન્ઝ મેડલ મેચમાં ઈંગ્લેન્ડના પોલ ડ્રિંકહોલ સામે પ્રથમ 3 ગેમ એકતરફી જીતી હતી, પરંતુ તે પછી તે સતત 3 ગેમ હારી ગયો હતો. મેચ 7મી ગેમ સુધી પહોંચી ગઈ છે

  • 08 Aug 2022 04:36 PM (IST)

    CWG 2022 Live :લક્ષ્ય સેને બેડમિન્ટનમાં ગોલ્ડ જીત્યો

    લક્ષ્ય સેને બેડમિન્ટનમાં મેન્સ સિંગલ્સની ફાઇનલમાં મલેશિયાના આંગ જે યોંગને 19-21, 21-9, 21-16થી હરાવ્યો હતો. આ સાથે તેણે ગોલ્ડ મેડલ પણ જીત્યો છે. કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતનો આ 20મો ગોલ્ડ મેડલ છે. આ સાથે જ આજે ભારતે બેડમિન્ટનમાં બીજો ગોલ્ડ મેડલ જીત્યો છે.

  • 08 Aug 2022 04:32 PM (IST)

    CWG 2022 Live :લક્ષ્ય સેનનો સ્કોર 18

    લક્ષ્ય ફાઈનલ ગેમમાં  14-18ની લીડ પર છે

  • 08 Aug 2022 04:23 PM (IST)

    CWG 2022 Live :બેડમિન્ટન - મેન્સ સિંગલ્સ - ગોલ્ડ મેડલ મેચ

    લક્ષ્ય ફાઈનલ ગેમમાં 12-8ની લીડ પર છે

  • 08 Aug 2022 04:19 PM (IST)

    CWG 2022 Live :ટેબલ ટેનિસ: જી સાથિયાને 3 ગેમ જીતી

    જી સાથિયાને પહેલી ગેમ 11-9, બીજી ગેમ 11-3 અને ત્રીજી ગેમ 11-5થી જીતી છે. 4થી રમત ચાલુ છે

  • 08 Aug 2022 04:18 PM (IST)

    CWG 2022 Live :બેડમિન્ટન મેન્સ સિંગલ્સ - ગોલ્ડ મેડલ મેચ

    અત્યાર સુધીની ત્રીજી ગેમમાં પણ લક્ષ્ય સેન શાનદાર રમત બતાવી રહ્યો છે અને અંતિમ ગેમમાં પણ તેનું રમત શાનદાર છે, હવે સ્કોર 9-7 છે.

  • 08 Aug 2022 04:13 PM (IST)

    CWG 2022 Live :બેડમિન્ટનમાં સાત્વિક-ચિરાગની મેચ શરૂ

    બેડમિન્ટનમાં મેન્સ ડબલ્સની ફાઇનલમાં ભારતના સાત્વિકસાઇરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીનો સામનો ઇંગ્લેન્ડના બેન લેન અને સીન વેન્ડી સામે થશે. ભારતીય જોડી માટે આ મેચ ઘણી મુશ્કેલ હશે, પરંતુ સાત્વિક ચિરાગની જોડી આ મેચ જીતીને દેશ માટે વધુ એક મેડલ આપવા ઈચ્છશે.

  • 08 Aug 2022 04:05 PM (IST)

    CWG 2022 Live :લક્ષ્ય સેન બીજો સેટ જીત્યો

    લક્ષ્ય સેને બીજી ગેમ 21-9ના માર્જીનથી જીતીને મેચ 1-1થી બરાબર કરી હતી.

  • 08 Aug 2022 04:03 PM (IST)

    CWG 2022 Live : લક્ષ્ય સેન બીજી ગેમમાં 12-9 પર

    લક્ષ્ય સેને પ્રથમ ગેમમાં હાર બાદ લડત ચાલુ રાખી છે, વિશ્વમાં નંબર 10 સેને બીજી ગેમમાં 12-9 પર છે

  • 08 Aug 2022 04:01 PM (IST)

    CWG 2022 Live :ટેબલ ટેનિસ: સાથિયાન પ્રથમ ગેમ જીત્યો

    ભારતના સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી જી સાથિયાને બ્રોન્ઝ મેડલ મેચમાં ઈંગ્લેન્ડના પોલ સામે પ્રથમ ગેમ 11-9થી જીતી લીધી છે.

  • 08 Aug 2022 03:53 PM (IST)

    CWG 2022 Live :ટેબલ ટેનિસ: સાથિયાની બ્રોન્ઝ મેડલ મેચ શરૂ થઈ

    મેન્સ સિંગલ્સની બ્રોન્ઝ મેડલ મેચમાં સાથિયાન જ્ઞાનસેકરન ઈંગ્લેન્ડના પોલ ડ્રિંખાલ સામે એક્શનમાં છે.

  • 08 Aug 2022 03:53 PM (IST)

    CWG 2022 Live : લક્ષ્ય સેને ગોલ્ડ મેડલની રેસમાં ટકી રહેવા બીજી ગેમ જીતવી પડશે

    ભારતનો લક્ષ્ય સેન ગોલ્ડ મેડલ માટેની સ્પર્ધામાં પાછળ છે. જી યોંગે પ્રથમ ગેમ 21-19થી જીતી હતી. લક્ષ્ય સેને ગોલ્ડ મેડલની રેસમાં ટકી રહેવા માટે કોઈપણ ભોગે બીજી ગેમ જીતવી પડશે.

  • 08 Aug 2022 03:51 PM (IST)

    CWG 2022 Live :લક્ષ્ય સેન અને મલેશિયાના યોંગ બંન્નેનો સ્કોર 3-3 પર

  • 08 Aug 2022 03:48 PM (IST)

    CWG 2022 Live : બીજો સેટ શરુ

  • 08 Aug 2022 03:45 PM (IST)

    CWG 2022 Live : પ્રથમ સેટ અને મલેશિયાના યોંગ જીત્યો

    લક્ષ્ય સેન પ્રથમ સેટમાં હારી ગયો. પ્રથમ સેટમાં મલેશિયાના જય યંગે લક્ષ્ય સેનને 21-19થી પરાજય આપ્યો હતો.

  • 08 Aug 2022 03:42 PM (IST)

    CWG 2022 Live :લક્ષ્ય સેન અને મલેશિયાના યોંગ બંન્નેનો સ્કોર બરાબર પર 19-19

  • 08 Aug 2022 03:40 PM (IST)

    CWG 2022 Live :જી યોંગ આગળ

    જી યોંગ પ્રથમ ગેમમાં લીડ પર છે. શરૂઆતમાં સેને યોંગ પર દબાણ બનાવ્યું હતું. પરંતુ યોંગે શાનદાર પુનરાગમન કર્યું અને તે 18-17થી આગળ છે. યોંગ પ્રથમ ગેમ જીતવાની નજીક છે.

  • 08 Aug 2022 03:35 PM (IST)

    CWG 2022 Live :બેડમિન્ટન: લક્ષ્ય સેન પ્રથમ ગેમમાં પાછળ

    લક્ષ્ય સેન પ્રથમ ગેમમાં 16-13થી પાછળ છે. રમતમાં શાનદાર ટક્કર ચાલી રહી છે. બંને વચ્ચે લાંબી રમતો ચાલી રહી છે.

  • 08 Aug 2022 03:31 PM (IST)

    CWG 2022 Live : લક્ષ્ય સેનનો સ્કોર 11-13 પર

    લક્ષ્ય સેન લીડ લઈ રહ્યો છે હાલમાં લક્ષ્ય સેનનો સ્કોર 11-13 પર છે

  • 08 Aug 2022 03:23 PM (IST)

    CWG 2022 Live :બંને વચ્ચે કાંટાની ટક્કર

    ભારતના લક્ષ્ય સેન મલેશિયાના ખેલાડીનો સ્કોર 9-9 પર બરાબર પર છે

  • 08 Aug 2022 03:20 PM (IST)

    CWG 2022 Live :બેડમિન્ટન: લક્ષ્ય સેન લીડ પર

    લક્ષ્ય સેનની નજર ગોલ્ડ મેડલ પર છે. મેન્સ સિંગલ્સમાં તેને મલેશિયાના યોંગનો પડકાર છે. સ્પર્ધા શરૂ થઈ ગઈ છે.

  • 08 Aug 2022 03:17 PM (IST)

    CWG 2022 Live : લક્ષ્ય સેનની મેચ શરુ

    મેન્સ સિંગલ્સની ફાઇનલમાં લક્ષ્ય સેનનો સામનો મલેશિયાના યંગ સામે. યંગે સેમિફાઇનલ મેચમાં કિદામ્બી શ્રીકાંતને હરાવ્યો હતો. આવી સ્થિતિમાં લક્ષ્ય માટે ફાઇનલ મેચ પણ આસાન નહીં હોય.

  • 08 Aug 2022 03:14 PM (IST)

    CWG 2022 Live :ભારત લક્ષ્ય સેનની મેચ થોડી જ વારમાં શરુ થશે

  • 08 Aug 2022 03:13 PM (IST)

    CWG 2022 Live :ભારત બેડમિન્ટનમાં વધુ બે ગોલ્ડ મેડલની આશા

    ભારતના લક્ષ્ય સેન હવે ટૂંક સમયમાં મલેશિયાના જી યોંગ એનજી સામે ટકરાશે. જો લક્ષ્ય સેન ગોલ્ડ મેડલ જીતવામાં સફળ થશે તો ભારત મેડલ ટેલીમાં ન્યુઝીલેન્ડને હરાવી દેશે.

  • 08 Aug 2022 03:09 PM (IST)

    CWG 2022 Live :પીવી સિંધુ બાદ હવે લક્ષ્ય સેન પર નજર

    પીવી સિંધુએ ગોલ્ડ મેડલ જીત્યા બાદ હવે નજર લક્ષ્ય સેન પર છે. શું લક્ષ્ય સેન ભારતને 20મો ગોલ્ડ મેડલ અપાવી શકશે?

  • 08 Aug 2022 02:59 PM (IST)

    CWG 2022 Live : ભારતના ખાતામાં 19મો ગોલ્ડ મેડલ

    આ પણ વાંચો : Commonwealth Games 2022 પીવી સિંધુએ ગોલ્ડ મેડલ જીત્યો, ભારતના ખાતામાં 19મો ગોલ્ડ મેડલ

  • 08 Aug 2022 02:47 PM (IST)

    CWG 2022 :પીવી સિંધુએ બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીત્યો

    પીવી સિંધુ (PV Sindhu)એ વિમેન્સ સિંગલ્સની મેચમાં કેનેડાની મિશેલ લીને 21-15, 21-13થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.સિંધુ કોમનવેલ્થ ગેમ્સ 2022માં એકપણ મેચ હારી નથી. જોકે ટીમ ઈવેન્ટમાં ભારતને સિલ્વરથી સંતોષ માનવો પડ્યો હતો, પરંતુ સિંધુએ મહિલા સિંગલ્સમાં ગોલ્ડ જીત્યો હતો. આ સાથે ભારત મેડલ ટેલીમાં ન્યુઝીલેન્ડને પછાડી ચોથા નંબર પર પહોંચી ગયું છે.

  • 08 Aug 2022 02:45 PM (IST)

    CWG 2022 Live : પીવી સિંધુએ ગોલ્ડ મેડલ જીત્યો, ભારતના ખાતામાં 19મો ગોલ્ડ મેડલ

  • 08 Aug 2022 02:41 PM (IST)

    CWG 2022 Live : કોર્ટ પણ સિંધુના નામથી ગુંજી રહ્યું છે

  • 08 Aug 2022 02:40 PM (IST)

    CWG 2022 Live :સમાપન સમારોહમાં શરથ કમલ અને નિખત ઝરીન ધ્વજવાહક

    સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી શરથ કમલ અને વર્લ્ડ ચેમ્પિયન બોક્સર નિખત ઝરીન કોમનવેલ્થ ગેમ્સના સમાપન સમારોહમાં ભારતના ધ્વજવાહક હશે. 40 વર્ષીય શરથે આ ગેમ્સમાં સારું પ્રદર્શન કર્યું અને કુલ ચાર મેડલ જીત્યા. તેણે મેન્સ ટીમ અને મિક્સ્ડ ટીમમાં ગોલ્ડ મેડલ અને મેન્સ ડબલ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. બીજી તરફ ઝરીને મહિલાઓની 50 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

  • 08 Aug 2022 02:33 PM (IST)

    CWG 2022 Live :બીજી ગેમમાં પણ સિંધુનું શાનદાર પ્રદર્શન

    સિંધુ બીજી ગેમમાં પણ શાનદાર દેખાઈ રહી છે. સિંધુ 12-8થી આગળ છે.

  • 08 Aug 2022 02:30 PM (IST)

    CWG 2022 Live :બેડમિન્ટન: પીવી સિંધુ ગોલ્ડની નજીક

    પીવી સિંધુ બીજી ગેમની શરૂઆતમાં લીથી 1 પોઈન્ટથી પાછળ હતી, પરંતુ તેણે આગલી જ મિનિટે જોરદાર વાપસી કરીને મજબૂત લીડ મેળવી હતી. સિંધુ ગોલ્ડની નજીક  છે, સ્કોર 11-6

  • 08 Aug 2022 02:27 PM (IST)

    CWG 2022 Live : સિંધુ હાલમાં લીડમાં

    ઈજા છતાં સિંધુ સારું પ્રદર્શન કરી રહી છે. તે શાનદાર લયમાં દેખાઈ રહી છે અને ગોલ્ડ મેડલ પુરેપુરી તૈયારીમાં જોવા મળી રહી છેસિંધુ ગોલ્ડ મેડલની નજીક પહોંચી રહી છે, સ્કોર7-3 પર છે, સિંધુ હાલમાં લીડ લઈ રહી છે

  • 08 Aug 2022 02:21 PM (IST)

    CWG 2022 Live : બીજો સેટ શરુ

  • 08 Aug 2022 02:20 PM (IST)

    CWG 2022 Live :પીવી સિંધુએ પ્રથમ ગેમ જીતી

    પીવી સિંધુએ પહેલી ગેમ 21-15ના માર્જિનથી જીતી હતી.

  • 08 Aug 2022 02:18 PM (IST)

    CWG 2022 Live :પીવી સિંધુ અને મિશેલ વચ્ચે જોરદાર ટક્કર

    પીવી સિંધુ અને મિશેલ વચ્ચે જોરદાર ટક્કર શરુ થઈ રહી છે, સ્કોર 20-15 પર છે

  • 08 Aug 2022 02:17 PM (IST)

    CWG 2022 Live :ગોલ્ડ મેડલ માટે સિંધુની લડાઈ શરૂ

    બેડમિન્ટનમાં મહિલા સિંગલ્સની ફાઈનલ મેચ શરૂ થઈ ગઈ છે. ભારતની પીવી સિંધુનો સામનો કેનેડાની મિશેલ લી સાથે થશે. સિંધુને તેના ડાબા પગની ઘૂંટીમાં ઈજા છે, પરંતુ તે હાલમાં સરળતાથી રમી રહી છે

  • 08 Aug 2022 02:14 PM (IST)

    CWG 2022 Live :સિંધુ પ્રથમ ગેમ જીતવાની નજીક છે

    પીવી સિંધુ પ્રથમ ગેમ જીતવાની નજીક પહોંચી ગઈ છે. પીવી સિંધુ પ્રથમ ગેમમાં 16-10થી આગળ છે. જો કે, મિશેલ લી પુનરાગમન કરવા માટે તેના શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે.

  • 08 Aug 2022 02:13 PM (IST)

    CWG 2022 Live : પીવી સિંધુ પ્રથમ ગેમમાં 16-11થી આગળ

  • 08 Aug 2022 02:12 PM (IST)

    CWG 2022 Live Update: પીવી સિંધુની મજબુત શરૂઆત

    પીવી સિંધુએ પ્રથમ ગેમમાં 11-8ની સરસાઈ મેળવી લીધી છે. પરંતુ મિશેલ લીનું આક્રમણ ચાલુ છે. બંને દરેક પોઈન્ટ માટે પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે.

  • 08 Aug 2022 02:09 PM (IST)

    CWG 2022 Live :સિંધુ તેની પકડ મજબૂત કરી રહી છે

    પીવી સિંધુ પ્રથમ ગેમમાં 10-8થી આગળ છે. સિંધુ મેચમાં પોતાની પકડ મજબૂત કરી રહી છે. જો કે સિંધુને મિશેલ લીથી ખૂબ જ ટક્કર મળી રહી છે. સિંધુએ ગોલ્ડ મેડલ જીતવા માટે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપવું પડશે.

  • 08 Aug 2022 02:08 PM (IST)

    CWG 2022 Live :સિંધુ અને લી વચ્ચે ટક્કર

    સિંધુ અને લી વચ્ચે ટક્કર શરુ છે. હાલમાં ભારતની સિંધુ પ્રથમ ગેમમાં 9-7થી આગળ છે.

  • 08 Aug 2022 02:00 PM (IST)

    CWG 2022 Live Update: પીવી સિંધુની પહેલા ગોલ્ડ મેડલ પર નજર

    પીવી સિંધુ કોર્ટમાં આવી ગઇ છે. તેની સામે કેનેડાની મિશેલ લીનો પડકાર છે. પીવી સિંધુની નજર કોમનવેલ્થમાં સિંગલ્સમાં તેના પ્રથમ ગોલ્ડ મેડલ પર છે.

  • 08 Aug 2022 01:35 PM (IST)

    CWG 2022 Live : વિમેન્સ સિંગલ્સની ફાઈનલ ટુંક સમયમાં શરુ થશે

    કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં પીવી સિંધુ અત્યાર સુધી મહિલા સિંગલ્સમાં ગોલ્ડ મેડલ સુધી જઈ શકી નથી. તેને 2014માં બ્રોન્ઝ મેડલ અને 2018માં સિલ્વર મેડલ મળ્યો છે.

  • 08 Aug 2022 01:29 PM (IST)

    CWG 2022: વેઈટલિફ્ટિંગ ટીમે 10 મેડલ સાથે તાકાત બતાવી, ટીમ નંબર 1 રહી

    ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2018માં ભારતના 15 વેઈટલિફ્ટર ઉતર્યા હતા, જેમાંથી 10 મેડલ જીત્યા છે. 2018ની જેમ ભારતના 15 વેઈટલિફ્ટર્સ કોમનવેલ્થ 2022માં ગયા હતા, જેમાંથી 10 મેડલ જીતવામાં સફળ રહ્યા. ભારતના ત્રણ વેઈટલિફ્ટરે ગોલ્ડ, 3 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.

  • 08 Aug 2022 01:27 PM (IST)

    CWG 2022 Live : ચિરાગ શેટ્ટી/સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીની મેચ 3 વાગ્યે શરુ થશે

    મેન્સ ડબલ્સ ફાઈનલ, ચિરાગ શેટ્ટી/સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી વિ સીન/બેન, બપોરે 3 વાગ્યે

  • 08 Aug 2022 01:23 PM (IST)

    CWG 2022 Live :સોશિયલ મીડિયા પર બોક્સર ગર્લની થઈ રહી છે જય જયકાર

    આ પણ વાંચો :

     CWG 2022 : વર્લ્ડ ચેમ્પિયન નિકહતે પણ CWGમાં લગાવ્યો ગોલ્ડન પંચ, સોશિયલ મીડિયા પર બોક્સર ગર્લની થઈ રહી છે જય જયકાર

  • 08 Aug 2022 01:09 PM (IST)

    CWG 2022 Live :ભારતના મેડલ વિજેતા ખેલાડી

    18 ગોલ્ડ:  મીરાબાઈ ચાનુ, જેરેમી લાલરિનુંગા, અંચિતા, મહિલા લૉન બોલ ટીમ, ટેબલ ટેનિસ મેન્સ ટીમ, સુધીર, બજરંગ પુનિયા, સાક્ષી મલિક, દીપક પુનિયા, રવિ દહિયા, વિનેશ, નવીન, ભાવિના, નીતુ, અમિત પંખાલ, અલધૌસ, નીતુ. ઝરીન, શરથ-શ્રીજા

    15 સિલ્વર:  સંકેત સરગર, બિંદિયારાની દેવી, સુશીલા દેવી, વિકાસ ઠાકુર, ભારતીય બેડમિન્ટન ટીમ, તુલિકા માન, મુરલી શ્રીશંકર, અંશુ મલિક, પ્રિયંકા, અવિનાશ સાબલે, મેન્સ લૉન બોલ ટીમ, અબ્દુલ્લા અબોબેકર, શરથ-સાથિયન, મહિલા ક્રિકેટ ટીમ, સાગર

    22 બ્રોન્ઝ:  ગુરુરાજા, વિજય કુમાર યાદવ, હરજિંદર કૌર, લવપ્રીત સિંહ, સૌરવ ઘોષાલ, ગુરદીપ સિંહ, તેજસ્વિન શંકર, દિવ્યા કાકરાન, મોહિત ગ્રેવાલ, જાસ્મીન, પૂજા ગેહલોત, પૂજા સિહાગ, મોહમ્મદ હુસામુદ્દીન, દીપક નેહરા, રોહિત ટોક, મહિલા ટીમ , સંદીપ કુમાર, અન્નુ રાની, સૌરવ-દીપિકા, કિદામ્બી શ્રીકાંત, ત્રિશા-ગાયત્રી

  • 08 Aug 2022 01:05 PM (IST)

    CWG 2022 Live : સિંધુ આ મેચ જીતીને ગોલ્ડ મેડલ જીતવા માંગશે

    સિંધુ આ સ્પર્ધામાં અત્યાર સુધી જીતી છે અને તે આ મેચ જીતીને ગોલ્ડ મેડલ જીતવા માંગશે. સાથે જ હારનાર ખેલાડીને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડશે.

  • 08 Aug 2022 12:54 PM (IST)

    CWG 2022 Live :લક્ષ્ય સેન પર નજર રહેશે

  • 08 Aug 2022 12:52 PM (IST)

    CWG 2022 Live :આજે ભારત આ રમતોમાં પડકાર રજૂ કરશે

    બેડમિન્ટન

    • મહિલા સિંગલ્સ ફાઇનલ, પીવી સિંધુ વિ મિશેલ લી, બપોરે 1:20 કલાકે
    • પુરુષોની સિંગલ્સ ફાઇનલ, લક્ષ્ય સેન વિ એનજી યંગ, બપોરે 2:10
    • મેન્સ ડબલ્સ ફાઈનલ, ચિરાગ શેટ્ટી/સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી વિ સીન/બેન, બપોરે 3 વાગ્યે

    ટેબલ ટેનિસ

    • મેન્સ સિંગલ્સ બ્રોન્ઝ મેડલ મેચ, સાથિયાન વિ. પોલ ડ્રિંકહોલ
    • મેન્સ સિંગલ્સ ગોલ્ડ મેડલ મેચ, શરથ કમલ વિ લિયામ પિચફોર્ડ, 4:25 PM 

    હોકી

    મેન્સ ટીમ ફાઈનલ, ભારત વિ ઓસ્ટ્રેલિયા, સાંજે 5 વાગ્યે

  • 08 Aug 2022 12:41 PM (IST)

    CWG 2022 Live :શટલર પીવી સિંધુ ટૂંક સમયમાં ગોલ્ડ મેડલ મેચ રમશે

    ભારતીય મહિલા શટલર પીવી સિંધુ ટૂંક સમયમાં વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં કેનેડાની મિશેલ લી સામે ટકરાશે.

  • 08 Aug 2022 12:25 PM (IST)

    CWG 2022 Live :ભારત-ઓસ્ટ્રેલિયા હોકીમાં ફાઇનલ, ક્યારે અને ક્યાં મેચ જોઇ શકાશે ?

    આ પણ વાંચો : IND vs AUS, LIVE Streaming, CWG: ભારત-ઓસ્ટ્રેલિયા હોકીમાં ફાઇનલ, ક્યારે અને ક્યાં મેચ જોઇ શકાશે ?

  • 08 Aug 2022 12:15 PM (IST)

    CWG 2022 Live : જૂઓ આજનું શેડ્યુલ

  • 08 Aug 2022 12:09 PM (IST)

    CWG 2022 Live :કોમનવેલ્થ ગેમ્સનો આજે છેલ્લો દિવસ છે

    કોમનવેલ્થ ગેમ્સ 2022નો આજે 11મો અને છેલ્લો દિવસ છે. ભારતના ખાતામાં અત્યાર સુધીમાં 18 ગોલ્ડ મેડલ આવ્યા છે

  • 08 Aug 2022 12:09 PM (IST)

    CWG 2022 Live :બેડમિન્ટન, ટેબલ ટેનિસ, હોકીમાં આજે ગોલ્ડ મેડલનો વરસાદ થશે

  • 08 Aug 2022 12:05 PM (IST)

    CWG 2022 Live : સિંધુની ગોલ્ડ મેડલની મેચ ટૂંક સમયમાં શરુ થશે

    રવિવારે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ 15 મેડલ જીત્યા હતા. આ એક દિવસનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. બોક્સિંગમાં 3 ગોલ્ડ મેડલ મેળવ્યા. નિખત ઝરીન અને અમિત પંઘાલે ગોલ્ડ જીત્યો હતો. ટેબલ ટેનિસ મિક્સ ઈવેન્ટમાં શરથ કમલ અને શ્રીજાની જોડી ગોલ્ડ જીતવામાં સફળ રહી હતી. આ સાથે જ એલ્ડોસ પોલે એથ્લેટિક્સમાં પણ ગોલ્ડ કબજે કર્યો હતો. તેણે ટ્રિપલ જમ્પમાં આ સિદ્ધિ મેળવી હતી. આજે ભારત બેડમિન્ટનમાં 3 ગોલ્ડ મેળવી શકે છે. પીવી સિંધુ અને લક્ષ્ય સેન સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કરશે. મેન્સ ડબલ્સની ફાઇનલ મેચ રમાશે.

  • 08 Aug 2022 12:00 PM (IST)

    રવિવારે કેવું રહ્યું ભારતનું પ્રદર્શન

    ભારત માટે રવિવાર 7 ઓગસ્ટ બોક્સિંગ અને એથ્લેટિક્સની દ્રષ્ટિએ ખૂબ જ સારો દિવસ હતો. બોક્સિંગમાં ભારતે ચાર ફાઇનલમાં ત્રણ ગોલ્ડ અને એક સિલ્વર જીતીને પોતાનું સ્થાન મજબૂત કર્યું હતું. તો સાથે જ એથ્લેટિક્સમાં સૌને ચોંકાવીને ટ્રિપલ જમ્પમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યો હતો. રવિવારે એથ્લેટિક્સમાં 1 ગોલ્ડ, 2 સિલ્વર અને એક બ્રોન્ઝ સહિત કુલ 4 મેડલ આવ્યા હતા.

  • 08 Aug 2022 01:06 AM (IST)

    CWG 2022 Live Update, Table Tennis: શરથ-અકુલાએ ગોલ્ડ જીત્યો

    ટેબલ ટેનિસમાં ભારતને ઐતિહાસિક સફળતા મળી છે. મિશ્ર ડબલ્સમાં ભારતના હિસ્સાએ ગોલ્ડ મેડલ જીત્યો છે. આ મેડલ તેને અચંતા શરથ કમલ અને શ્રીજા અકુલાની જોડીએ આપ્યો છે. આ જોડીએ જોવેન ચુંગ અને કેરેન લિનની જોડીને હરાવીને મેડલ જીત્યો હતો.

  • 08 Aug 2022 12:51 AM (IST)

    Cricket, IND vs AUS: ભારતીય મહિલા ટીમની હાર, સિલ્વર મેડલ મેળવ્યો

    ભારતીય ટીમ અંતિમ ઓવરમાં 152 રનના સ્કોર પર ઓલ આઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમની કેપ્ટન હરમીનપ્રીતે અડધી સદી નોંધાવી હતી. ભારતીય ટીમની 9 રને હાર થઈ હતી. ભારતીય મહિલા ટીમે સિલ્વર મેડલ મેળવ્યો છે.

  • 08 Aug 2022 12:26 AM (IST)

    CWG 2022 Live Update, Badminton: કિદામ્બી શ્રીકાંતે બ્રોન્ઝ જીત્યો

    કિંદાબી શ્રીકાંતે બેડમિન્ટનમાં મેન્સ સિંગલ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. કિદામ્બીએ સિંગાપોરની જિયા હેંગ તેહને સીધી ગેમમાં 21-15, 21-18થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

  • 07 Aug 2022 11:54 PM (IST)

    CWG 2022 Live Update, Squash: સૌરવ ઘોષાલ અને દીપિકા પલ્લીકલએ બ્રોન્ઝ મેડલ જીત્યો

    સૌરવ ઘોષાલ અને દીપિકા પલ્લીકલ કોમનવેલ્થ ગેમ્સ 2022માં સ્ક્વોશના મિક્સ્ડ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ અનુભવી ભારતીય જોડીએ બ્રોન્ઝ મેડલ મેચમાં ઓસ્ટ્રેલિયાને 2-0થી હરાવ્યું હતું.

  • 07 Aug 2022 11:03 PM (IST)

    CWG 2022 Live Update, Cricket: ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ગોલ્ડ જીતવા 162 રનનુ લક્ષ્ય

    ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. 20 ઓવરના અંતે 161 રનનો સ્કોર ઓસ્ટ્રેલિયન ટીમે ભારત સામે 8 વિકેટે નોંધાવ્યો છે. આમ ગોલ્ડ મેડલ જીતવા માટે ભારતે હવે 162 રનનુ લક્ષ્ય સામે છે.

  • 07 Aug 2022 10:06 PM (IST)

    CWG 2022 Live Update, Cricket: ટોસ જીતી ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટીંગ પસંદ કરી

    કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમ વખત મહિલા ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે અને ભારતીય ટીમે પ્રથમ વખત ફાઇનલમાં જગ્યા બનાવી છે. જ્યાં તેનો સામનો ઓસ્ટ્રેલિયા સાથે થઈ રહ્યો છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપવાળી ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં જગ્યા બનાવીને ઓછામાં ઓછું સિલ્વર મેડલ નિશ્ચિત કરી લીધો છે, પરંતુ આ ટીમ તેને ગોલ્ડથી ઓછી નહીં ગણે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ શરુ કરી છે.

  • 07 Aug 2022 08:35 PM (IST)

    CWG 2022 Live Update, Table Tennis: અચંતા અને સાથિયાની જોડીએ સિલ્વર જીત્યો

    અચંતા શરથ કમલ અને જી સાથિયાને અપાવ્યો છે. આ બંનેએ રવિવારે કોમનવેલ્થ ગેમ્સમાં મેન્સ ડબલ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ફાઇનલમાં આ જોડીને ઇંગ્લેન્ડના પોલ ડ્રિકહોલ અને લિયામ પિચફોર્ડની જોડીએ હાર આપી હતી.

  • 07 Aug 2022 07:41 PM (IST)

    CWG 2022 Live Update, Boxing: નિખત ઝરીને જીત્યો ગોલ્ડ

    બોક્સિંગમાં ભારતને વધુ એક સફળતા મળી છે. દેશની મહિલા બોક્સર અને વર્લ્ડ ચેમ્પિયન નિકત ઝરીને રવિવારે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. નિખતે 51 કિગ્રા વજન વર્ગની ફાઇનલમાં ઉત્તરી આયર્લેન્ડની કેરી મેકનાલને 5-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

  • 07 Aug 2022 06:48 PM (IST)

    CWG 2022 Live Update, Badminton: સાત્વિક-ચિરાગની જોડી ફાઇનલમાં પહોંચી

    સાત્વિક અને ચિરાગની જોડીએ પી ચાન અને કે તાનની જોડીને હરાવીને એકતરફી અંદાજમાં જીત મેળવી હતી. તેણે આ મેચ 6-21, 15-21થી જીતી હતી. તે હવે ગોલ્ડ મેડલ માટે ફાઇનલમાં પ્રવેશ કરશે

  • 07 Aug 2022 06:31 PM (IST)

    CWG 2022 Live Update, Badminton: ગાયત્રી-ત્રિસા જોડી હારી ગઈ, હવે બ્રોન્ઝ માટે ઉતરશે

    મહિલા ડબલ્સમાં ભારતની ગાયત્રી ગોપીચંદ અને ત્રિસાની જોડીને હારનો સામનો કરવો પડ્યો હતો. ટેન કોંગ અને ટીનાહ મુરલીધરનની મલેશિયાની જોડીએ 21-13, 21-16થી મેચ જીતી હતી. તે ટૂર્નામેન્ટની ટોચની ક્રમાંકિત જોડી હતી. ભારતીય જોડી હવે બ્રોન્ઝ મેડલ માટે લડશે.

  • 07 Aug 2022 05:58 PM (IST)

    CWG 2022 Live Update: Badminton: ભારતની ટ્રીસા જોલી-ગાયત્રી ગોપીચંદ પહેલી ગેમ હારી ગઈ

    વિમેન્સ ડબલ્સની સેમિફાઈનલમાં ભારતની ટ્રીસા જોલી-ગાયત્રી ગોપીચંદ મલેશિયાની કુંગ લે પર્લી ટેન/મુરલીધરન થિનાહ સામે પહેલી ગેમ 13-21થી હારી ગઈ.

  • 07 Aug 2022 05:39 PM (IST)

    CWG 2022 Live Update: મહિલાઓની 400 મીટર રિલે રેસ ટીમ મેડલથી ચુકી ગઈ

    મહિલાઓની 400 મીટર રિલે રેસમાં ભારતની દુતી ચંદ, હિમા દાસ, સરબાની નંદા અને જ્યોતિની ટીમ પાંચમા સ્થાને રહી અને મેડલ જીતવાથી ચૂકી ગઈ. ભારતીય જોડીએ પોતાની રેસ 43.81 સેકન્ડમાં પૂરી કરી હતી.

  • 07 Aug 2022 05:24 PM (IST)

    CWG 2022 Live Update: શ્રીકાંત બેડમિન્ટનમાં હારી ગયો

    કિદામ્બી શ્રીકાંત બેડમિન્ટનમાં મેન્સ સિંગલ્સની સેમિફાઇનલ મેચમાં હારી ગયો છે. મલેશિયાના યંગે તેને 13-21, 21-19, 21-10ના માર્જીનથી હરાવ્યો હતો. પરંતુ શ્રીકાંત પાસે હજુ પણ બ્રોન્ઝ મેડલ જીતવાની તક છે.

  • 07 Aug 2022 05:14 PM (IST)

    CWG 2022 Live Update: આજના મોટા અપડેટ્સ

    - બોક્સર અમિત પંઘાલ અને નીતુએ જીત્યો ગોલ્ડ મેડલ

    - ભારતીય મહિલા હોકી ટીમે ન્યૂઝીલેન્ડને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો

    - ટ્રિપલ જમ્પમાં ભારતના એલ્ડહોસે ગોલ્ડ અને અબ્દુલ્લા બાકરે સિલ્વર મેડલ જીત્યો

    - સંદીપ કુમારે 10 હજાર મીટર રેસ વોકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

    - પીવી સિંધુ અને લક્ષ્ય સેન સિંગલ્સ કેટેગરીની ફાઇનલમાં પહોંચી ગયા છે

  • 07 Aug 2022 05:13 PM (IST)

    CWG 2022 Live Update: Table Tennis: ભારતની શ્રીજા અકુલાની હાર

    ભારતની શ્રીજા અકુલાના હાથમાંથી બ્રોન્ઝ સરકી ગયો છે. મેડલ માટેની મેચમાં ઓસ્ટ્રેલિયાના યેંગી લિયુએ હરાવી.

  • 07 Aug 2022 05:03 PM (IST)

    CWG 2022 Live Update: અન્નુ રાનીએ જીત્યો બ્રોન્ઝ મેડલ

    અન્નુ રાનીએ મહિલાઓની જેવલિન થ્રોમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તે તેના ચોથા પ્રયાસમાં 60 મીટર દૂર જેવલિન ફેંકીને બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી.

  • 07 Aug 2022 04:56 PM (IST)

    CWG 2022 Live Update: Athletics: સંદીપ કુમારે જીત્યો બ્રોન્ઝ મેડલ

    ભારતના સંદીપ કુમારે 38:49.21 ના ​​પર્સનલ બેસ્ટ ટાઈમિંગ સાથે 10,000 મીટર રેસ વોકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. ભારતીય ખેલાડીઓ આ વખતે શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. પ્રિયંકા ગોસ્વામીએ સંદીપ પહેલા સિલ્વર મેડલ જીત્યો હતો.

  • 07 Aug 2022 04:54 PM (IST)

    CWG 2022 Live Update: ભારતને મળ્યા અત્યાર સુધી 46 મેડલ

    એલ્ડહોસ પોલે, અબ્દુલ્લા અબુબકર અને સંદીપ કુમારના મેડલ જીતવાની સાથે ભારતની ગોલ્ડ મેડલ સંખ્યા 16 થઈ ગઈ છે, જ્યારે ભારતે અત્યાર સુધીમાં 12 સિલ્વર અને 18 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ભારતના કુલ 46 મેડલ છે.

  • 07 Aug 2022 04:45 PM (IST)

    CWG 2022 Live Update: લક્ષ્ય સેને ફાઇનલમાં જગ્યા બનાવી

    ભારતીય શટલર લક્ષ્ય સેને મેન્સ સિંગલ્સની સેમી ફાઇનલમાં સિંગાપોરના જિયા હેંગને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સેને 21-10, 18-21, 21-16થી જીત મેળવીને પોતાનો સિલ્વર મેડલ પાક્કો કર્યો.

  • 07 Aug 2022 04:43 PM (IST)

    CWG 2022 Live Update: Triple Jump: એલ્ડહોસે જીત્યો ગોલ્ડ, અબ્દુલ્લાએ જીત્યો સિલ્વર

    ભારતે ટ્રિપલ જમ્પમાં બે મેડલ પાક્કા કર્યા. એલ્ડહોસ પોલે 17.03 મીટરના જમ્પ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે અબ્દુલ્લા અબુબકરે 17.02 મીટરના જમ્પ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.

  • 07 Aug 2022 04:42 PM (IST)

    CWG 2022 Live Update: ટ્રિપલ જમ્પમાં એલ્ડહોસ પોલ જીત્યો ગોલ્ડ મેડલ

    ભારતીય એથ્લેટ એલ્ડહોસ પોલે ટ્રિપલ જમ્પમાં 17.03 મીટરની છલાંગ લગાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. કોમનવેલ્થ ગેમ્સ 2022ની ટ્રેક એન્ડ ફિલ્ડ ઈવેન્ટમાં ભારતનો આ પહેલો ગોલ્ડ મેડલ છે. આ જીત સાથે ભારતનો 16મો ગોલ્ડ મેડલ પણ આવી ગયો છે.

  • 07 Aug 2022 04:29 PM (IST)

    CWG 2022 Live Update: Table Tennis: શ્રીજા અકુલા બ્રોન્ઝ મેડલ જીતવાની નજીક

    ભારતની શ્રીજા અકુલા બ્રોન્ઝ મેડલ માટે ઓસ્ટ્રેલિયાની યાંગઝી લુ સામે ટકરાશે. બે ગેમ બાદ બંને 1-1થી બરાબરી પર છે. અકુલા તેની પહેલી કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમ મેડલ જીતવાની નજીક છે.

  • 07 Aug 2022 04:19 PM (IST)

    CWG 2022 Live Update: Table Tennis: શ્રીજા અને અકુલાની મેચ શરૂ

    ભારતની શ્રીજા અકુલા અને ઓસ્ટ્રેલિયાની યંગજી લિયુ વચ્ચે બ્રોન્ઝ મેડલ મેચ શરૂ થઈ.

  • 07 Aug 2022 04:10 PM (IST)

    CWG 2022 Live Update: Triple Jump: ત્રીજા પ્રયાસ બાદ પોલ ટોપ પર ભારતનો એલ્ડહોસ

    ટ્રિપલ જમ્પમાં પણ ભારત મેડલ માટે દાવેદાર છે. ભારતના એલ્ડહોસ પોલે તેના ત્રીજા પ્રયાસમાં 17.03 મીટરની છલાંગ લગાવી અને હાલમાં તે ટોપ પર છે. જ્યારે પ્રવીણ ચિત્રાવેલ ત્રીજા નંબરે અને અબ્દુલ્લા અબુબાકર ચોથા નંબરે છે.

  • 07 Aug 2022 04:00 PM (IST)

    CWG 2022 Live Update: રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મૂએ મહિલા હોકી ટીમને પાઠવ્યા અભિનંદન

  • 07 Aug 2022 03:42 PM (IST)

    CWG 2022 Live Update: અમિત પંઘાલે ગોલ્ડ મેડલ જીત્યો

    ભારતીય બોક્સર અમિત પંઘાલે 48-51 કિગ્રા ફ્લાયવેટ ફાઈનલ મેચમાં ઈંગ્લિશ બોક્સર કિરન મેકડોનાલ્ડને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતના ખાતામાં આ 15મો ગોલ્ડ મેડલ છે.

  • 07 Aug 2022 03:33 PM (IST)

    CWG 2022 Live Update: અમિત પંઘાલે પહેલા રાઉન્ડમાં જીત મેળવી

    ભારતીય બોક્સર અમિત પંઘાલે 48-51 કિગ્રા ફ્લાયવેટ ફાઇનલમાં ઇંગ્લેન્ડના બોક્સર કિરન મેકડોનાલ્ડને હરાવીને પહેલા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો.

  • 07 Aug 2022 03:28 PM (IST)

    CWG 2022 Live Update: Boxing: નીતુએ જીત્યો ગોલ્ડ

    ભારતીય બોક્સર નીતુએ ઈંગ્લેન્ડની બોક્સરને 5-0થી હરાવીને મેચ જીતીને ગોલ્ડ મેડલ જીત્યો. કોમનવેલ્થ ગેમ્સમાં આ તેનો ગોલ્ડ મેડલ છે. તેણે આ ગેમ્સમાં ભારતને 14મો ગોલ્ડ મેડલ મેળવ્યો.

  • 07 Aug 2022 03:24 PM (IST)

    CWG 2022 Live Update: Badminton: પીવી સિંધુ ફાઇનલમાં પહોંચી

    પીવી સિંધુએ સિંગાપોરની યીઓને હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી અને પોતાનું મેડલ પાક્કું કર્યું છે. આ રોમાંચક મેચમાં સિંધુએ 21-19, 21-17થી મેચ જીતી લીધી હતી.

  • 07 Aug 2022 03:11 PM (IST)

    CWG 2022 Live Update: Hockey: ભારત 2-1થી આગળ

    પેનલ્ટી શૂટઆઉટમાં ભારત 2-1થી આગળ છે.

  • 07 Aug 2022 03:11 PM (IST)

    CWG 2022 Live Update: Hockey: ન્યુઝીલેન્ડે કર્યો ગોલ, સ્કોર 1-1થી બરાબર

    ન્યુઝીલેન્ડે પેનલ્ટી સ્ટ્રોકનો ફાયદો ઉઠાવીને છેલ્લી 30 સેકન્ડમાં પોતાનો પહેલો ગોલ કર્યો.

  • 07 Aug 2022 03:02 PM (IST)

    CWG 2022 Live Update: Hockey: IND vs NZ: ભારત 1-0થી આગળ

    ત્રીજા ક્વાર્ટર બાદ પણ ભારતે 1-0ની લીડ જાળવી રાખી હતી. ન્યૂઝીલેન્ડની ટીમ બરાબરી કરવાની કોશિશ કરી રહી છે પરંતુ અત્યાર સુધી એવું થયું નથી. ભારતીય ડિફેન્સને મજબૂત રહેવાની જરૂર છે.

  • 07 Aug 2022 02:45 PM (IST)

    CWG 2022 Live Update: Badminton: પીવી સિંધુની સેમિફાઇનલ મેચ શરૂ

    ભારતની પીવી સિંધુ મહિલા સિંગલ્સની સેમી ફાઇનલમાં સિંગાપોરની યો જિયા મિન સામનો કરશે. વિશ્વ ચેમ્પિયન ખેલાડીને મલેશિયાની ગોહ જિન વે સામે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો.

  • 07 Aug 2022 02:43 PM (IST)

    CWG 2022 Live Update: Hockey: IND vs NZ: ભારત 1-0થી આગળ

    હાફ ટાઇમ સુધી ભારતે 1-0ની લીડ મેળવી લીધી હતી. નવનીતનો શોટ ગોલ કીપરે બ્લોક કરી દીધો હતો, શર્મિલાએ રીબાઉન્ડ કરવાની કોશિશ કરી હતી પરંતુ નિષ્ફળ રહી હતી, અંતે સલીમાએ સારા એન્ગલથી બોલને ગોલની અંદર મોકલ્યો હતો.

  • 07 Aug 2022 02:42 PM (IST)

    CWG 2022 Live Update: Hockey: IND vs NZ: પહેલી ક્વાર્ટરમાં કોઈ ગોલ થયો નથી

    પહેલી ક્વાર્ટરની રમત પૂરી થઈ ગઈ છે. બંને ટીમ પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ રહી હતી. ન્યુઝીલેન્ડને પેનલ્ટી કોર્નર મળ્યો પરંતુ તે નિષ્ફળ રહ્યો.

  • 07 Aug 2022 01:51 PM (IST)

    CWG 2022 Live Update: Hockey: ભારતીય હોકી ટીમ મેદાન પર ઉતરશે

    ભારતીય મહિલા હોકી ટીમ અત્યારે મેદાનમાં છે. ટીમ આજે બ્રોન્ઝ મેડલ મેચમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. સેમિ ફાઈનલમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું.

  • 07 Aug 2022 01:50 PM (IST)

    CWG 2022 Live Update: Cricket: ગોલ્ડ માટે મેદાન પર ઉતરશે ટીમ ઇન્ડિયા

    ક્રિકેટમાં પણ આજે ભારતીય ટીમ ફાઈનલ મેચ રમવા જશે. ગોલ્ડ મેડલ મેચમાં ભારતનો સામનો વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સાથે થશે. આ મેચ રાત્રે 9.30 કલાકે શરૂ થશે

  • 07 Aug 2022 01:45 PM (IST)

    CWG 2022 Live Update: Boxing: બોક્સરો પાસે આજે ગોલ્ડની આશા

    આજે ભારતના ત્રણ બોક્સર ગોલ્ડ જીતવા જશે. નીતુ, અમિત પંઘાલ, નિખાત ઝરીન અને સાગર અહલાવત પોતપોતાની વેઇટ કેટેગરીની ફાઇનલમાં પ્રવેશ કરશે. આ તમામને સિલ્વર મેડલ નિશ્ચિત છે.

  • 07 Aug 2022 01:29 PM (IST)

    CWG 2022 Live Update: Badminton: ફાઇનલમાં જગ્યા બનાવવા ઉતરશે ભારતીય સ્ટાર્સ

    આજે બેડમિન્ટનમાં સેમિ ફાઈનલ કેટેગરીની મેચો રમાશે. પીવી સિંધુ, કિદામ્બી શ્રીકાંત અને લક્ષ્ય સેન સિંગલ્સ કેટેગરીમાં પ્રવેશ કરશે. જ્યારે ચિરાગ શેટ્ટી-સાત્વિક સાઈરાજ મેન્સ ડબલ્સમાં અને ત્રિસા જોલી, ગાયત્રી ગોપીચંદ મહિલા ડબલ્સમાં ભાગ લેશે.

  • 07 Aug 2022 12:02 PM (IST)

    CWG 2022 Live: બોક્સિંગ, ક્રિકેટ, ટેબલ ટેનિસમાં આજે ગોલ્ડનો વરસાદ થશે

    કોમનવેલ્થ ગેમ્સ 2022 નો આજે 10મો દિવસ છે. ભારતીય ખેલાડીઓ આજે એથ્લેટિક્સ, બોક્સિંગ, ટેબલ ટેનિસ, ક્રિકેટમાં ગોલ્ડ મેડલ માટે પોતાનો જીવ આપી દેશે.

  • 07 Aug 2022 01:51 AM (IST)

    CWG 2022 Live, Para Table Tennis: ભાવિના પટેલે ગોલ્ડ મેડલ જીત્યો

    બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022 કુસ્તીબાજોના સુવર્ણ પ્રદર્શન બાદ ભારતની સ્ટાર પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે અપેક્ષાઓ સાચી પુરવાર કરી ગોલ્ડ મેડલ જીત્યો હતો.

  • 07 Aug 2022 01:50 AM (IST)

    CWG 2022 Live, Para Table Tennis: સોનલબેને બ્રોન્ઝ જીત્યો

    ભારતીય પેરા ટેબલ ટેનિસ ખેલાડી સોનલબેન મનુભાઈ પટેલે મહિલા સિંગલ્સ કેટેગરીમાં 3-5 થી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ખેલાડીએ બ્રોન્ઝ મેડલ પ્લે-ઓફમાં ઈંગ્લેન્ડની સુ બેઈલીને 11-5, 11-2, 11-3થી હરાવ્યો હતો.

  • 07 Aug 2022 01:22 AM (IST)

    CWG 2022 Live, Boxing: હુસામુદ્દીને બ્રોન્ઝ જીત્યો, રોહિત ચૂકી ગયો

    મોહમ્મદ હુસામુદ્દીને પુરુષોની 57 કિગ્રામાં ઘાનાના જોસેફ કોમીને 4-1થી હરાવીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો પરંતુ રોહિત ટોકાસ બ્રોન્ઝ મેડલ મેચમાં હારી ગયો હતો.

  • 07 Aug 2022 12:29 AM (IST)

    CWG 2022 Live, Badminton: ગાયત્રી-ત્રિસા સેમિફાઇનલ મેચ જીતી

    ગાયત્રી ગોપીચંદ અને ટ્રિસા જોલીની જોડીએ સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. તેઓએ જમૈકન જોડી સામે આસાનીથી મેચ 21-8, 21-6થી જીતી લીધી હતી.

  • 06 Aug 2022 11:21 PM (IST)

    CWG 2022 Live, Wrestling: નવીને પાકિસ્તાની રેસલરને પછાડી જીત્યો ગોલ્ડ

    ભારતના નવીને 74 કિગ્રા વજન વર્ગમાં પાકિસ્તાનના મોહમ્મદ શરીફ તાહિરને 9-0થી હરાવીને ગોલ્ડ જીત્યો હતો. નવીન પહેલીવાર આ ગેમ્સમાં ભાગ લઈ રહ્યો હતો

  • 06 Aug 2022 11:20 PM (IST)

    CWG 2022 Live, Badminton: કિદામ્બી શ્રીકાંત સેમિફાઈનલમાં

    ભારતના સ્ટાર ખેલાડી કિદામ્બી શ્રીકાંતે ઈંગ્લેન્ડના ટોબી પેન્ટીને 21-19, 21-17થી હરાવીને મેન્સ સિંગલ્સની સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. અહીં હવે તેનો મુકાબલો મલેશિયાના એનજી જે યોંગ સામે થશે, જેની સામે તે મિશ્રિત ટીમ સ્પર્ધાની ફાઇનલમાં હારી ગયો હતો.

  • 06 Aug 2022 10:51 PM (IST)

    CWG 2022 Live, Wrestling: વિનેશ ફોગાટે ગોલ્ડ જીત્યો

    ભારતની વિનેશ ફોગાટે મહિલાઓની 53 કિગ્રા વર્ગમાં ગોલ્ડન હેટ્રિક પુરી કરી. ત્રીજા રાઉન્ડમાં તેણીએ શ્રીલંકાની યુવા ખેલાડી માટે મેડલ જીત્યો હતો.

  • 06 Aug 2022 10:50 PM (IST)

    CWG 2022 Live, Wrestling: રવિ દહિયાએ ગોલ્ડ જીત્યો

    ભારતના રવિ દહિયાએ 57 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે નાઈજીરિયાના એબીકેવેનિમો વેલ્સનને 10-0થી હરાવ્યો હતો. તેણે ટેકનિકલ શ્રેષ્ઠતાના આધારે આ ફાઈનલ મેચ જીતી હતી.

  • 06 Aug 2022 09:40 PM (IST)

    CWG 2022 Live, Table Tennis: મહિલા ડબલ્સમાં ભારતનો પડકાર સમાપ્ત

    ટેબલ ટેનિસમાં મહિલા ડબલ્સમાં ભારતનો પડકાર ખતમ થઈ ગયો છે. શ્રીજા અને રીથની જોડીને સિંગાપોરની જોડી સામે 1-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પહેલા મનિકા અને દિયાની જોડીને ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

  • 06 Aug 2022 08:45 PM (IST)

    CWG 2022 Live, Boxing: જેસ્મિનને બ્રોન્ઝ મેડલ મળ્યો

    ભારતીય બોક્સર જેસ્મિનને ગામા પેજ રિચર્ડસન સામે 3-2થી હારનો સામનો કરવો પડ્યો હતો, જે ફાઈનલમાં તેની સફર પૂરી કરી શકી ન હતી. પરંતુ તે 60 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી હતી.

  • 06 Aug 2022 08:02 PM (IST)

    CWG 2022 Live: Squash: દીપિકા અને સૌરવની જોડી હારી ગઈ

    સ્ક્વોશમાં દીપિકા પલ્લીકલ અને સૌરવ ઘોષાલની જોડીને મિક્સ ડબલ્સની સેમિફાઇનલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય જોડી મેચ 0-2થી હારી ગઈ.

  • 06 Aug 2022 07:40 PM (IST)

    CWG 2022 Live: નિખત ઝરીન પહોંચી ફાઇનલમાં

    નિખત ઝરીને મહિલાઓની 48-50 કિગ્રા વર્ગમાં ઈંગ્લેન્ડની સવાનાહને 5-0થી હરાવી ફાઇનલમાં પહોંચી. આ સાથે તેણે સિલ્વર મેડલ પાક્કો કર્યો છે.

  • 06 Aug 2022 07:39 PM (IST)

    CWG 2022 Live: ટેબલ ટેનિસમાં શરથ-શ્રીજાની જોડી ફાઇનલમાં

    ટેબલ ટેનિસમાં શરથ કમલ અને શ્રીજા અકુલાની જોડી ફાઇનલમાં પહોંચી ગઈ છે. ભારતીય જોડીએ સેમિફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયન જોડીને 11-9, 11-8, 9-11, 12-14, 11-7થી હરાવીને ઓછામાં ઓછો સિલ્વર મેડલ પાક્કો કર્યો.

  • 06 Aug 2022 07:33 PM (IST)

    CWG 2022 Live: લોન બોલમાં મેન્સ ટીમે જીત્યો સિલ્વર મેડલ

    લોન બોલમાં પુરુષોની ટીમ (ચાર ખેલાડીઓ) ફાઇનલમાં ઉત્તરી આયલેન્ડ સામે હારી ગઈ હતી. આ સાથે ભારતીય ટીમને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો છે. 14મા અંત બાદ ભારતીય ટીમ મેચ 18-5થી હારી ગઈ હતી. સુનીલ બહાદુર, નવનીત સિંહ, ચંદન કુમાર સિંહ અને દિનેશ કુમારની જોડીએ ભારત માટે કમાલ કર્યો છે.

  • 06 Aug 2022 07:25 PM (IST)

    CWG 2022 Live: જય શાહે ભારતીય મહિલા ટીમને પાઠવી શભેચ્છા

  • 06 Aug 2022 06:41 PM (IST)

    CWG 2022 Live: CWG 2022 ની ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા

    ભારતીય મહિલા ક્રિકેટ ટીમે કોમનવેલ્થ ગેમ્સ 2022ની સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડને 4 રને હરાવ્યું. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે સ્મૃતિ મંધાનાની અડધી સદીની મદદથી ઈંગ્લેન્ડને 165 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 160 રન જ બનાવી શકી હતી.

  • 06 Aug 2022 06:39 PM (IST)

    CWG 2022 Live: સ્કાઈવર રન આઉટ

    ઈંગ્લેન્ડને મોટો ઝટકો પડ્યો છે. નતાલી સ્કાઈવર રન આઉટ થઈ. 19મી ઓવરના પાંચમા બોલ પર મંધાનાએ સ્કાઇવરને રનઆઉટ કરી. સ્કાઈવર અડધી સદી ફટકારી શકી ન હતી. સ્કાઈવર બે રન લેવા માંગતી હતી પરંતુ બીજો રન લેતી વખતે તે દૂર રહી હતી.

  • 06 Aug 2022 06:27 PM (IST)

    CWG 2022 Live: શરત કમલ અને સાથિયાનની જોડીને સેમિફાઇનલમાં મળી જીત

    ટેબલ ટેનિસ મેન્સ ડબલ્સમાં ભારતના અચંતા શરત કમલ-ગણશેકરન સાથિયાને ઓસ્ટ્રેલિયાના નિકોલસ લુમ-ફિન લુને 8-11, 11-9, 10-12, 11-1, 11-8થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો.

  • 06 Aug 2022 06:03 PM (IST)

    CWG 2022 Live:ભારતના મેડલ વિજેતાઓ

    9 ગોલ્ડ: મીરાબાઈ ચાનુ, જેરેમી લાલરિનુંગા, અંચિતા શ્યુલી, વિમેન્સ લૉન બોલ ટીમ, ટેબલ ટેનિસ મેન્સ ટીમ, સુધીર (પાવર લિફ્ટિંગ), બજરંગ પુનિયા, સાક્ષી મલિક, દીપક પુનિયા

    10 સિલ્વર: સંકેત સરગરી, બિંદિયારાની દેવી, સુશીલા દેવી, વિકાસ ઠાકુર, ભારતીય બેડમિન્ટન ટીમ, તુલિકા માન, મુરલી શ્રીશંકર, અંશુ મલિક, પ્રિયંકા, અવિનાશ સાબલે

    9 બ્રોન્ઝ: ગુરુરાજા પૂજારી, વિજય કુમાર યાદવ, હરજિંદર કૌર, લવપ્રીત સિંહ, સૌરવ ઘોષાલ, ગુરદીપ સિંહ, તેજસ્વિન શંકર, દિવ્યા કાકરાન, મોહિત ગ્રેવાલ

  • 06 Aug 2022 05:59 PM (IST)

    CWG 2022 Live:શ્રીજા અકુલા હારી

    ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી શ્રીજા અકુલાનો મહિલા સિંગલ્સની સેમિફાઇનલમાં સિંગાપુરની તિયાનવેઇ ફેંગ સામે 6-11, 11-8, 11-6, 9-11, 8-11, 11-8, 10-12થી પરાજય થયો હતો.

  • 06 Aug 2022 05:53 PM (IST)

    CWG 2022 Live:ભારતને કુસ્તીમાં વધુ છ મેડલની આશા

    ભારતના છ કુસ્તીબાજો મેડલની રેસમાં છે. રવિ દહિયા, નવીન અને વિનેશ ફોગાટ પાસેથી ગોલ્ડ મેડલની અપેક્ષા છે. તે જ સમયે, પૂજા ગેહલોત, પૂજા સિહાગ અને દીપક નેહરા બ્રોન્ઝ મેડલ માટે મેચ રમશે.

  • 06 Aug 2022 05:52 PM (IST)

    CWG 2022 Live:સિંધુ સેમી ફાઇનલમાં પહોંચી

    ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ મહિલા સિંગલ્સની ફાઇનલમાં પહોંચી ગઈ છે. તેણીએ ક્વાર્ટર ફાઇનલમાં ત્રણ ગેમના મુકાબલામાં મલેશિયાની જિન વેઇ ગોહને 19-21, 21-14, 21-18થી પરાજય આપ્યો હતો. સિંધુ માટે આ કપરી મેચ હતી. કોમનવેલ્થ ગેમ્સમાં વેઈ ગોહ તેની સૌથી મોટી હરીફ હતી. પહેલી ગેમ હાર્યા બાદ એવું લાગી રહ્યું હતું કે સિંધુ માટે વાપસી કરવી મુશ્કેલ હશે, પરંતુ તેણે પોતાની તાકાત બતાવી અને પછીની બે ગેમમાં મલેશિયનને હરાવી.

  • 06 Aug 2022 05:52 PM (IST)

    CWG 2022 Live:ઈંગ્લેન્ડને બીજો ઝટકો

    ઈંગ્લેન્ડની બીજી વિકેટ પડી છે. એલિસ કેપ્સી 13 રન બનાવીને રનઆઉટ

  • 06 Aug 2022 05:39 PM (IST)

    CWG 2022 Live:પૂજા ગેહલોતનો સેમિફાઇનલમાં પરાજય થયો

    ભારતીય કુસ્તીબાજ પૂજા ગેહલોત મહિલા ફ્રી સ્ટાઇલ 50 કિગ્રા વર્ગમાં કેનેડિયન રેસલર મેડિસન પાર્ક્સ સામે 9-6થી હારી ગઈ હતી.

  • 06 Aug 2022 05:38 PM (IST)

    CWG 2022 Live:IND vs ENG: ઈંગ્લેન્ડનો સ્કોર પાંચ ઓવરમાં 51/1

    ઈંગ્લેન્ડે પાંચ ઓવરમાં એક વિકેટના નુકસાને 51 રન બનાવ્યા  .

  • 06 Aug 2022 05:30 PM (IST)

    CWG 2022 Live:IND vs ENG : ભારતને સફળતા મળી

    ત્રીજી ઓવર લઈને આવેલી દીપ્તિ શર્માએ ભારતને પ્રથમ સફળતા અપાવી છે. દીપ્તિએ ઓવરના પાંચમા બોલ પર સોફી ડંકલીને આઉટ કરી. અમ્પાયરે તરત જ અપીલ પર આઉટ આપ્યો.

  • 06 Aug 2022 05:26 PM (IST)

    CWG 2022 Live: ભારતીય કુસ્તીબાજ રવિ દહિયા ફાઇનલમાં પહોંચ્યો

    ભારતીય કુસ્તીબાજ રવિ દહિયાએ પુરૂષોની ફ્રી સ્ટાઇલ 57 કિગ્રા વર્ગમાં સેમિફાઇનલમાં પાકિસ્તાની કુસ્તીબાજ અલી અસદને 14-4થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પોતાનો સિલ્વર મેડલ કન્ફર્મ કર્યો.

  • 06 Aug 2022 05:23 PM (IST)

    CWG 2022 Live: બેડમિન્ટન: મહિલા સિંગલ્સ ક્વાર્ટર ફાઇનલ્સ શરુ

    પીવી સિંધુએ બીજી ગેમ 21-14થી જીતી હતી.

  • 06 Aug 2022 05:16 PM (IST)

    IND vs ENG: ઇંગ્લેન્ડની ઇનિંગ્સ શરૂ

    ભારતે ઈંગ્લેન્ડને 165 રનનો ટાર્ગેટ આપ્યો છે.

  • 06 Aug 2022 05:10 PM (IST)

    CWG 2022 Live:રવિ કુમાર પણ કુસ્તીમાં જીત્યો

    મેન્સ રેસલિંગમાં રવિ કુમારે મેન્સ 57 કિગ્રા કેટેગરીમાં ન્યૂઝીલેન્ડના સૂરજને 10-0થી હરાવ્યો હતો. આ સાથે તેણે સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.

  • 06 Aug 2022 05:08 PM (IST)

    CWG 2022 Live:IND vs ENG: ભારત 20 ઓવરમાં 164/5

    ભારતે ઈંગ્લેન્ડને 165 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

  • 06 Aug 2022 05:08 PM (IST)

    CWG 2022 Live:ભારતે મહિલાઓની 4X100m રિલેની ફાઇનલમાં જગ્યા બનાવી

    ભારત 4X100m રિલે ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગયું છે. ભારતની દુતી ચંદ, હિમા દાસ, સરબાની નંદા અને જ્યોતિ યારાજી 44.45ના સમય સાથે બીજા સ્થાને રહી.

  • 06 Aug 2022 05:06 PM (IST)

    IND vs ENG Live Score: ભારતીય ઇનિંગ્સનો અંત રોડ્રિગ્સે બાઉન્ડ્રી સાથે કર્યો

    રોડ્રિગ્સે 20મી ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. આ સાથે જ ભારતીય ઇનિંગ્સનો અંત આવી ગયો છે. ભારતે પાંચ વિકેટે 164 રન બનાવ્યા હતા.

  • 06 Aug 2022 04:54 PM (IST)

    CWG 2022 Live: ભારતને ચોથો ઝટકો, દિપ્તી શર્મા આઉટ

    ભારતની ચોથી વિકેટ, દીપ્તિ શર્મા 22 રન પર આઉટ કેથરિન બ્રન્ટે દીપ્તિ શર્માને 22 રને આઉટ કરી. IND 159/4

  • 06 Aug 2022 04:45 PM (IST)

    IND vs ENG: ભારત 15 ઓવરમાં 115/3

    ભારતે 15 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 115 રન બનાવ્યા છે.

  • 06 Aug 2022 04:44 PM (IST)

    CWG 2022 Live:ભારતીય કુસ્તીબાજ રવિ દહિયા સેમી ફાઇનલમાં પહોંચ્યો

    ભારતીય કુસ્તીબાજ રવિ દહિયાએ પુરુષોની ફ્રીસ્ટાઈલ 57 કિગ્રા વર્ગમાં ક્વાર્ટરફાઈલમાં ન્યૂઝીલેન્ડના કુસ્તીબાજ સૂરજ સિંહને 10-0થી હરાવીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી છે.

  • 06 Aug 2022 04:35 PM (IST)

    CWG 2022 Live:અવિનાશ સાબલે 3000 મીટર સ્ટીપલચેસમાં સિલ્વર મેડલ જીત્યો

    અવિનાશ સાબલે પુરુષોની 3000 મીટર સ્ટીપલચેસમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

  • 06 Aug 2022 04:28 PM (IST)

    CWG 2022 Live:હરમનપ્રીત કૌર આઉટ

  • 06 Aug 2022 04:23 PM (IST)

    CWG 2022 Live:ભારતીય કુસ્તીબાજ નવીન સેમી ફાઇનલમાં પહોચ્યો

    ભારતીય કુસ્તીબાજ નવીને મેન્સ ફ્રીસ્ટાઈલ 74 કિગ્રા વર્ગમાં ક્વાર્ટરફાઈલમાં સિંગાપોરના કુસ્તીબાજ હોંગ લુને 10-0થી હરાવીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી છે.

  • 06 Aug 2022 04:22 PM (IST)

    CWG 2022 Live:ટીમ ઈન્ડિયાએ સારી શરૂઆત કરી

    ઈંગ્લેન્ડ સામે ભારતીય મહિલા ટીમે 10 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 79 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાનાએ શાનદાર પ્રદર્શન કરતા 61 રન બનાવ્યા હતા. તેણે 32 બોલનો સામનો કર્યો અને 8 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા.

  • 06 Aug 2022 04:21 PM (IST)

    CWG 2022 Live:IND vs ENG હરમનપ્રીત કૌર ચોગ્ગો ફટકાર્યો

    હરમનપ્રીત કૌરે 12મી ઓવરના બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 06 Aug 2022 04:16 PM (IST)

    CWG 2022 Live:કુસ્તીમાં પૂજા સિહાગ સેમી ફાઇનલમાં પહોંચી

    મહિલાઓની 76 કિગ્રા વર્ગમાં પૂજા સિહાગે ન્યૂઝીલેન્ડની મિશેલ મોન્ટેગ્યુને 5-3થી હરાવી. આ જીત સાથે તેણે સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.

  • 06 Aug 2022 04:11 PM (IST)

    CWG 2022 Live:ભારતની બીજી વિકેટ પડી

    સ્મૃતિ મંધાના 61 રન કરીને પેવેલિયન પરત ફરી છે. ફ્રેયા કેમ્પે એક ઓવરમાં બે વિકેટ ઝડપી હતી.

  • 06 Aug 2022 04:09 PM (IST)

    CWG 2022 Live:ભારતની પ્રથમ વિકેટ પડી, શફાલી વર્મા 15 રન બનાવી આઉટ

    શેફાલી વર્મા 15 રન બનાવી આઉટ થઈ ગઈ છે. ફ્રેયા કેમ્પે તેની વિકેટ લીધી હતી.

  • 06 Aug 2022 04:08 PM (IST)

    CWG 2022 Live:વિનેશે નાઈજીરિયાની કુસ્તીબાજને હરાવી

    વિનેશ ફોગાટે મહિલાઓની 53 કિગ્રા વર્ગમાં તેની ત્રીજી મેચ પણ જીતી લીધી છે. તેણીએ નાઈજીરીયાની કુસ્તીબાજને 6-0થી હાર આપી.

  • 06 Aug 2022 03:52 PM (IST)

    CWG 2022 Live:પ્રિયંકાએ 10,000 મીટર વોકમાં સિલ્વર મેડલ જીત્યો

    પ્રિયંકાએ મહિલાઓની 10,000 મીટર વોકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે પોતાની રેસ 43.38 મિનિટમાં પૂરી કરી.ઓસ્ટ્રેલિયાની જેમિમાએ 42.34 મિનિટના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે જ સમયે કેન્યાની એમિલી 43.50.86 મિનિટમાં ત્રીજા સ્થાને રહી હતી.

  • 06 Aug 2022 03:51 PM (IST)

    CWG 2022 Live:ભારતીય બોક્સર અમિત પંઘાલે ફાઇનલમાં જગ્યા બનાવી

    ભારતીય બોક્સર અમિત પંઘાલે શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. તેણે ઝામ્બિયાના પેટ્રિક ચિન્યામ્બાને હરાવ્યો છે.

  • 06 Aug 2022 03:50 PM (IST)

    CWG 2022 Live:સ્મૃતિ મંધાનાએ ચોગ્ગો ફટકાર્યો

  • 06 Aug 2022 03:40 PM (IST)

    CWG 2022 Live: ભારતનો સ્કોર 18-0

    ભારતનો સ્કોર 2 ઓવર બાદ 18-0 પર છે, સ્મૃતિ મંધાના 8 બોલમાં 14 રન અને સેફાલી વર્મા 5 બોલમાં 4 રન પર રમી રહ્યા છે

  • 06 Aug 2022 03:39 PM (IST)

    CWG 2022 Live:અચંતા શરથ કમલ સેમી ફાઇનલમાં પહોંચ્યો

    ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી અચંતા શરથ કમલે મેન્સ સિંગલ્સમાં સિંગાપોરના યોંગ ઇઝાક ક્વેકને 4-0થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

  • 06 Aug 2022 03:34 PM (IST)

    CWG 2022 Live: સ્મૃતિ મંધાનાએ ચોગ્ગો ફટકાર્યો

  • 06 Aug 2022 03:31 PM (IST)

    CWG 2022 Live: ભારતીય ટીમ ક્રિઝ પર

  • 06 Aug 2022 03:26 PM (IST)

    CWG 2022 Live:ભારતીય કુસ્તીબાજ નવીને જીત સાથે શરૂઆત કરી

    ભારતીય કુસ્તીબાજ નવીને પુરુષોની ફ્રી સ્ટાઈલ 74 કિગ્રામાં નાઈજીરિયાના કુસ્તીબાજ ઈમેન્યુઅલ જોનને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

  • 06 Aug 2022 03:24 PM (IST)

    CWG 2022 Live:વિનેશે કુશ્તીમાં માત્ર 26 સેકન્ડમાં જીત મેળવી

    મહિલા કુશ્તીમાં 53 કિગ્રા વજન વર્ગમાં વિનેશ ફોગાટે માત્ર 26 સેકન્ડમાં પોતાનો મુકાબલો જીતી લીધો હતો.

  • 06 Aug 2022 03:20 PM (IST)

    CWG 2022 Live: ભારતીય મહિલા ટીમોની પ્લેઈંગ ઈલેવન

  • 06 Aug 2022 03:17 PM (IST)

    CWG 2022 Live:વિનેશ ફોગાટે પ્રથમ મેચ જીતી

    ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે 53 કિગ્રા ફ્રી સ્ટાઇલ મુકાબલામાં કેનેડાની સામંથા સ્ટુઅર્ટને હાર આપી.

  • 06 Aug 2022 03:15 PM (IST)

    CWG 2022 Live:નીતુએ સેમિફાઇનલ મુકાબલો જીત્યો, સિલ્વર મેડલ પાક્કો

    ભારતીય મહિલા બોક્સર નીતુએ 45-48 કિગ્રા વજનની સેમિફાઇનલ મેચ જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ જીત સાથે નીતુએ પોતાનો સિલ્વર મેડલ પાક્કકો રી લીધો છે.

  • 06 Aug 2022 03:14 PM (IST)

    CWG 2022 Live:કુસ્તીમાં પૂજા ગેહલોતની જીત

    પૂજા ગેહલોતે કુસ્તીમાં પોતાની પ્રથમ મેચ જીતી છે. મહિલાઓની 50 કિગ્રા કેટેગરીમાં તેણે સ્કોટલેન્ડની ક્રિસ્ટલીને 12-2થી હાર આપી હતી.

  • 06 Aug 2022 03:11 PM (IST)

    CWG 2022 Live:વિનેશ ફોગાટની મેચ શરુ

  • 06 Aug 2022 03:11 PM (IST)

    CWG 2022 Live:નીતુએ પ્રથમ રાઉન્ડમાં જીત મેળવી

    ભારતીય મહિલા બોક્સર નીતુએ 45-48 કિગ્રા  વજન સેમિફાઇનલનો પ્રથમ રાઉન્ડ જીતી લીધો છે.

  • 06 Aug 2022 03:07 PM (IST)

    CWG 2022 Live:IND vs ENG Live: ભારતે ટોસ જીત્યો

    ઈંગ્લેન્ડ સામે ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો

  • 06 Aug 2022 03:00 PM (IST)

    CWG 2022 Live:બોક્સિંગ નીતુની મેચ શરુ

  • 06 Aug 2022 02:59 PM (IST)

    CWG 2022 Live:ટેબલ ટેનિસ મેન્સ સિંગલ્સ: અચંત શરથ કમલ 2-0થી આગળ

    મેન્સ ટેબલ ટેનિસ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલ મેચમાં અચંત શરથ કમલે સિંગાપોરના આઈઝેક ક્વેક સામે પહેલો સેટ 11-6 અને બીજો સેટ 11-7થી જીત્યો હતો. આ સાથે તે 2-0થી આગળ છે.

  • 06 Aug 2022 02:59 PM (IST)

    CWG 2022 Live: અચંત શરથ કમલે બીજો સેટ જીત્યો

  • 06 Aug 2022 02:57 PM (IST)

    CWG 2022 Live: ટૂંક સમયમાં ટોસ થશે

  • 06 Aug 2022 02:52 PM (IST)

    CWG 2022 Live: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે

    મહિલા ક્રિકેટમાં ભારતનો સામનો ઈંગ્લેન્ડ સામે થશે. આ સેમીફાઇનલ મેચ છે, જે બપોરે 3.30 કલાકે શરૂ થશે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ પ્રેક્ટિસમાં પરસેવો પાડ્યો હતો.

  • 06 Aug 2022 02:48 PM (IST)

    CWG 2022 Live: ટેબલ ટેનિસ મેન્સ સિંગલ્સ: અચંત શરથ કમલે પહેલો સેટ જીત્યો

    મેન્સ ટેબલ ટેનિસ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલ મેચમાં અચંત શરથ કમલે સિંગાપોરના આઈઝેક ક્વેક સામે પ્રથમ સેટ 11-6થી જીત્યો હતો.

  • 06 Aug 2022 02:47 PM (IST)

    CWG 2022 Live: મેન્સ હોકી સેમિફાઇનલ: ભારત અને દક્ષિણ આફ્રિકા ટકરાશે

    ભારતીય પુરૂષ હોકી ટીમ સેમિફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 10.30 વાગ્યે શરૂ થશે.

  • 06 Aug 2022 02:43 PM (IST)

    CWG 2022 Live: ટેબલ ટેનિસ : પુરુષોની સિંગલ્સ ક્વાર્ટર ફાઇનલ્સ મેચ શરુ

    પુરુષોની સિંગલ્સ ક્વાર્ટર ફાઇનલ્સ મેચ શરુ થઈ ગઈ છે.અચંતા શરથ કમલનો સામનો સિંગાપુરના ખેલાડી સામે થઈ રહ્યો છે

  • 06 Aug 2022 02:40 PM (IST)

    CWG 2022 Live: ટેબલ ટેનિસમાં શ્રીજા અકુલા અને ટેનીસનની જોડી ક્વાર્ટર ફાઇનલમાં

    ટેબલ ટેનિસની મહિલા ડબલ્સમાં શ્રીજા અકુલા અને ટેનીસનની જોડી પણ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. ભારતીય જોડીએ વેલ્સના થોમસ અને લારાને 11-7, 11-4, 11-3થી પરાજય આપ્યો હતો.

  • 06 Aug 2022 02:40 PM (IST)

    CWG 2022 Live: ટેબલ ટેનિસ: મનિકા-દિયાની જોડી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી

    મણિકા બત્રા અને દિયા પરાગ ચિતાલેએ ભારત માટે જીત સાથે શરૂઆત કરીને 9મા દિવસે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારતીય મહિલા ડબલ્સ જોડીએ 11-7, 11-4, 11-3થી આસાન જીત મેળવીને અંતિમ-8માં જગ્યા બનાવી લીધી છે.

  • 06 Aug 2022 02:34 PM (IST)

    CWG 2022 Live: ટેબલ ટેનિસમાં આજે બે મેચ

    ટેબલ ટેનિસની મહિલા ડબલ્સમાં ભારતે બે મેચની શરૂઆત કરી છે. મનિકા બત્રા અને દિવ્યાની જોડીનો મુકાબલો મોરેશિયસની જોડી સાથે થયો હતો. આ મેચ તેણે જીતી હતી. તે જ સમયે, શ્રીજા અકુલા અને રીથ ઋષ્યની જોડી વેલ્સની ટીમ સાથે ટક્કર થશે.

  • 06 Aug 2022 02:34 PM (IST)

    CWG 2022 Live: બોક્સિંગ મેચનું શેડ્યુલ જુઓ

  • 06 Aug 2022 02:28 PM (IST)

    CWG 2022 Live:મહિલા હોકી: ભારતીય કોચે હાર માટે ટાઈમિંગના વિવાદને જવાબદાર ગણાવ્યો

    કોમનવેલ્થ ગેમ્સમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય મહિલા હોકી ટીમની વિવાદાસ્પદ સેમિફાઇનલ હાર બાદ, રાષ્ટ્રીય ટીમના કોચ યાનેક શોપમેને જણાવ્યું હતું કે, ઘડિયાળમાં ભૂલને કારણે તેના ખેલાડીઓએ તેમની ગતિ ગુમાવી દીધી હતી અને તે "નિરાશ અને ગુસ્સે" થઈ ગઈ હતી. જો કે, FIH એ સમગ્ર વિવાદ માટે માફી માંગતી ટ્વિટ કરી છે.

  • 06 Aug 2022 02:21 PM (IST)

    CWG 2022 Live: ઈતિહાસની રચવાની નજીક ટીમ ઈન્ડિયા

    આ પણ વાંચો : India vs England CWG SF, Match Preview: ઈતિહાસની રચવાની નજીક ટીમ ઈન્ડિયા, અંગ્રેજોને પછાડી કરીને મેડલ નિશ્ચિત કરશે!

  • 06 Aug 2022 02:20 PM (IST)

    CWG 2022 Live: મણિકા બત્રા અને દિયા ચિતાલે ડબલ્સની મેચ જીતી

    CWG 2022 Live: મહિલા યુગલ, મણિકા બત્રા અને દિયા ચિતાલે ટેબલ ટેનિસની મેચ જીતી લીધી છે

  • 06 Aug 2022 02:11 PM (IST)

    CWG 2022 Live: ટેબલ ટેનિસમાં ભારતે 2 સેટ જીત્યા

  • 06 Aug 2022 02:05 PM (IST)

    CWG 2022 Live: મનિકા બત્રાની ડબલ્સની મેચ શરુ

  • 06 Aug 2022 02:02 PM (IST)

    CWG 2022 Live: આજે કુસ્તી અને બોક્સિંગમાં મેડલની આશા

    આ પણ વાંચો :

    CWG 2022 Live Update Day 9 : આજે કુસ્તી અને બોક્સિંગમાં મેડલની આશા

  • 06 Aug 2022 02:01 PM (IST)

    CWG 2022 Live: ભારતના મેડલ વિજેતાઓ

    9 ગોલ્ડ: મીરાબાઈ ચાનુ, જેરેમી લાલરિનુંગા, અંચિતા , વિમેન્સ લૉન બોલ ટીમ, ટેબલ ટેનિસ મેન્સ ટીમ, સુધીર (પાવર લિફ્ટિંગ), બજરંગ પુનિયા, સાક્ષી મલિક, દીપક પુનિયા

    8 સિલ્વર: સંકેત સરગરી, બિંદિયારાની દેવી, સુશીલા દેવી, વિકાસ ઠાકુર, ભારતીય બેડમિન્ટન ટીમ, તુલિકા માન, મુરલી શ્રીશંકર, અંશુ મલિક

    9 બ્રોન્ઝ: ગુરુરાજા પૂજારી, વિજય કુમાર યાદવ, હરજિંદર કૌર, લવપ્રીત સિંહ, સૌરવ ઘોષાલ, ગુરદીપ સિંહ, તેજસ્વિન શંકર, દિવ્યા કાકરાન, મોહિત ગ્રેવાલ

  • 06 Aug 2022 01:54 PM (IST)

    CWG 2022 Live: ભારતે નોકઆઉટ સ્ટેજમાં તેની 3 મેચમાંથી 2 જીતીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે.

  • 06 Aug 2022 01:50 PM (IST)

    CWG 2022 Live: બેડમિન્ટન શેડ્યૂલ

    વિમેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલ: સાંજે 4:20 વાગ્યે પીવી સિંધુ, સાંજે 6 વાગ્યે મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલ્સ: લક્ષ્ય સેન - રાત્રે 10 વાગ્યે, કિદાંબી શ્રીકાંત-રાત્રે 10 વાગ્યે વિમેન્સ ડબલ્સ ક્વાર્ટર ફાઇનલ: ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદ - 5 વાગ્યે મેન્સ સિંગલ્સ ક્વાર્ટર ફાઇનલ: 10 વાગ્યે સાઈરાજ અને ચિરાગ શેટ્ટી - 11:40 pm

  • 06 Aug 2022 01:49 PM (IST)

    CWG 2022: 5 રમતોમાં ગોલ્ડ મેડલ મળ્યો

    બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અત્યાર સુધીમાં 3 રમતમાં ઓછામાં ઓછો એક ગોલ્ડ મેડલ મળ્યો છે. વેઈટલિફ્ટિંગ અને રેસલિંગમાં 3-3 ગોલ્ડ મેળવ્યા છે. તે જ સમયે, લૉન બોલ્સ, ટેબલ ટેનિસ અને પેરા પાવર લિફ્ટિંગમાં પણ એક-એક ગોલ્ડ પ્રાપ્ત થયો છે.

  • 06 Aug 2022 01:10 PM (IST)

    CWG 2022: મહિલા ક્રિકેટ ટીમ પર રહેશે નજર

    કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમ વખત મહિલા ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારત અને ઈંગ્લેન્ડની ટીમો બપોરે 3.30 વાગ્યાથી પ્રથમ સેમિફાઈનલમાં સામસામે ટકરાશે.

  • 06 Aug 2022 12:32 PM (IST)

    CWG 2022: 9 રમતોમાં મેડલ જીત્યા

    ભારતને અત્યાર સુધીમાં 26 મેડલ મળ્યા છે. તે 9 રમતોમાં આવ્યા છે. વેઈટ લિફ્ટિંગમાં સૌથી વધુ 10 મેડલ પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત રેસલિંગ, લૉન બોલ, ટેબલ ટેનિસ, પેરા પાવર લિફ્ટિંગ, જુડો, એથ્લેટિક્સ, બેડમિન્ટન અને સ્ક્વોશમાં પણ મેડલ આવ્યા છે.

  • 06 Aug 2022 12:07 PM (IST)

    CWG 2022: 9મા દિવસનું શેડ્યૂલ જુઓ

  • 06 Aug 2022 12:01 PM (IST)

    CWG 2022: કુસ્તી અને બોક્સિંગ જોવા મળશે

    કુસ્તીમાં 3 ગોલ્ડના આધારે ભારત મેડલ ટેલીમાં 7માંથી 5માં સ્થાને પહોંચી ગયું છે. કોમનવેલ્થ ગેમ્સના 9મા દિવસે કુસ્તીની સાથે સાથે સમગ્ર ભારતની નજર બોક્સિંગ પર પણ હતી.

  • 06 Aug 2022 01:30 AM (IST)

    CWG 2022 Live, Athletics: હિમા દાસ બહાર

    એથ્લેટિક્સમાં ભારતને મોટો ઝટકો લાગ્યો છે. દેશની સર્વશ્રેષ્ઠ દોડવીર હિમા દાસ 200 મીટરની દોડમાં ફાઇનલમાં પહોંચી શકી નથી. તેણીએ સેમીફાઇનલમાં 23.42 સેકન્ડનો સમય લીધો અને તેની હીટમાં તે ત્રીજા સ્થાને રહી.

Published On - Aug 08,2022 12:00 PM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">