CWG 2022: મેચમાં ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડી ભારતીય ટીમ, કમાલની છે બેટીયોની કહાની, Video

|

Aug 01, 2022 | 8:00 PM

ભારતે કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games) ના ઈતિહાસમાં પ્રથમ વખત લૉન બોલમાં મેડલ જીત્યો છે. હવે ભારતીય ટીમ (Team India) ની નજર ગોલ્ડ મેડલ પર છે.

CWG 2022: મેચમાં ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડી ભારતીય ટીમ, કમાલની છે બેટીયોની કહાની, Video
Lawn Bowls ટીમે મેડલ પાકો કરી લીધો

Follow us on

કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022) માં ભારતની દીકરીઓએ કમાલ કરી બતાવ્યો. મહિલા ટીમે સોમવારે લૉન બોલમાં ઈતિહાસ રચ્યો હતો. ભાગ્યે જ કોઈ ચાહકને લૉન બોલ ટીમ પાસેથી મેડલની અપેક્ષા હતી, પરંતુ ભારતે ન્યુઝીલેન્ડને હરાવીને પોતાનો મેડલ નિશ્ચિત કર્યો છે. હવે તેનો મુકાબલો ગોલ્ડ મેડલ માટે દક્ષિણ આફ્રિકા સામે થશે. આ ઐતિહાસિક જીત પર ભારતીય ટીમની સાથે સાથે દરેક ચાહક પણ રડ્યા હતા. ખુશીના આંસુ અટકવાનું નામ નથી લઈ રહ્યા. આ ઐતિહાસિક જીતનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ ભારતીય ટીમ (Team India) ના સભ્યોની સરેરાશ ઉંમર 37 વર્ષની નજીક છે.

નજર હવે માત્ર ગોલ્ડ પર

લવલી ચૌબે, પિંકી, નયનમોની અને રૂપા તિર્કીથી સજ્જ ટીમ હવે ભારત માટે સુવર્ણ ઇતિહાસ રચવાની તૈયારી કરી રહી છે. ભારત આજ સુધી આ રમતમાં મેડલ જીતી શક્યું નથી. ભારતના મેડલનો રંગ હજુ નક્કી થયો નથી. જેવી ભારતીય ટીમે મેડલ કન્ફર્મ કર્યો, ત્યાર બાદ આખી ટીમ રડવા લાગી. ભારત માટે આ રમતમાં મેડલ મેળવવો એક સ્વપ્ન જેવું હતું. ટીમના ખેલાડીઓનો સંઘર્ષ પણ ઓછો નથી.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

ઈજા પણ હિંમત તોડી ન શકી

ઈતિહાસ સર્જનાર ભારતીય ટીમના સભ્ય નયનમોની વેઈટલિફ્ટિંગમાં મેડલ જીતવા ઈચ્છતા હતા. તે વેઈટલિફ્ટિંગને લઈને પણ ખૂબ જ ગંભીર હતી, પરંતુ ઈજાને કારણે તેની વેઈટલિફ્ટિંગ કારકિર્દીનો અંત આવ્યો. પગની ઈજાને કારણે દેશ માટે વેઈટલિફ્ટિંગમાં મેડલ જીતવાનું તેનું સપનું સમાપ્ત થઈ ગયું, પરંતુ તે તેની ભાવના તોડી શક્યો નહીં. નયનમોનીએ તેની રમત બદલી અને લોન બોલમાં આવી અને સોમવારે તેણે આ રમતમાં પોતાનું સપનું પૂરું કર્યું.

હાઈ વોલ્ટેજ રહી ટક્કર

મેચની વાત કરીએ તો ભારતે ન્યૂઝીલેન્ડને 16-13થી હરાવ્યું હતું. ભારતે એક સમયે 0-5થી આગળ ગયા બાદ જોરદાર વાપસી કરી હતી અને 9મા લેગમાં સ્કોર 7-7થી બરાબર કર્યો હતો. આગળના તબક્કામાં ભારતે લીડ મેળવી હતી. ન્યૂઝીલેન્ડની ટીમ 14મા લેગ પછી 13-12થી આગળ હોવા છતાં, રૂપા રાનીના શાનદાર શોટથી ભારતે મેચ જીતી લીધી હતી.

 

 

Published On - 7:51 pm, Mon, 1 August 22

Next Article