વિશ્વકપ ફાઈનલની તૈયારીઓને લઈ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રીવ્યુ બેઠક યોજી, સુરક્ષા મુદ્દે થઈ ચર્ચા

વિશ્વકપ ફાઈનલની તૈયારીઓને લઈ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રીવ્યુ બેઠક યોજી, સુરક્ષા મુદ્દે થઈ ચર્ચા

Kinjal Mishra
| Edited By: | Updated on: Nov 17, 2023 | 7:28 PM

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશ્વકપ 2023ની ફાઈનલ મેચ રમાનારી છે. ફાઈનલ મેચને નિહાળવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન ઉપસ્થિત રહેનાર છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે તૈયારીઓને લઈ રીવ્યુ બેઠક યોજાઈ હતી. જેમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશ્વકપ 2023ની ફાઈનલ મેચ રમાનારી છે. ફાઈનલ મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ વચ્ચે ટક્કર થનારી છે. મેચને નિહાળવા માટે સવા લાખ પ્રેક્ષકો સ્ટેડિયમમાં ઉપસ્થિત રહેશે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર પણ સ્ટેડિયમમાં મેચને નિહાળવા માટે ઉપસ્થિત રહેશે. દેશના ગૃહ પ્રધાન અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચોઃ  હિંમતનગર રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ જતી ટ્રેન ભરચક, જુઓ

આમ વીઆઈપી અગ્રણીઓની ઉપસ્થિતિ અને મોટી સંખ્યામાં પ્રેક્ષકો મેચ જોવા આવનાર હોવાને લઈ તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ટ્રાફિક અને સુરક્ષાથી લઈને સ્વચ્છતા સહિતની તૈયારીઓ કરાવામાં આવી રહી છે. જેને લઈ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રીવ્યૂ બેઠક યોજી હતી. જેમાં ખાસ કરીને સુરક્ષા વ્યવસ્થા પર ચર્ચા કરવામાં આવી હતી.

 

 

રીવ્યૂ બેઠકમાં સુરક્ષાને લઈ ચર્ચા

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિશ્વકપ ફાઈનલ મેચની તૈયારીઓને લઈ રીવ્યૂ બેઠક યોજવામા આવી હતી. જેમાં પ્રેક્ષકોના આવવા જવા અને સ્વચ્છતાની બાબતોની ચર્ચા પણ પ્રાથમિકતાના રુપમાં કરવામાં આવી હતી. જ્યારે ટ્રાફિકને લઈને પણ વિગતો મેળવીને આયોજન અંગે જાણકારી મેળવી હતી. મેચને લઈ ટ્રાફિક વ્યવસ્થાને લઈ યોગ્ય આયોજનને લઈ સૂચનાઓ આપી હતી.

વડાપ્રધાન અને વિદેશી મહેમાનો આવનાર હોવાને લઈ સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાન અને વિદેશી મહેમાનોના રુટ અને રોકાણને લઈ તમામ બાબતે સુરક્ષા અંગે ચર્ચા કરાઈ હતી. બેઠકમાં કે કૈલાસનાથન તેમજ રાજ્યના પોલીસ વડા વિકાસ સહિત અમદાવાદ પોલીસ કમિશ્નર જીએસ મલિક સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ તૈયારીઓને લઈ વિગતોથી મુખ્યપ્રધાનને વાકેફ કર્યા હતા.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published on: Nov 17, 2023 06:26 PM
g clip-path="url(#clip0_868_265)">