સોનગઢની શુભાંગીની સિદ્ધી, FIFA WorldCup-2022માં અંડર-17 ટીમમાં મેળવ્યું સ્થાન

સોનગઢની શુભાંગીની સિદ્ધી, FIFA WorldCup-2022માં અંડર-17 ટીમમાં મેળવ્યું સ્થાન

શુભાંગી સિંઘે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની અનેક સ્પર્ધાઓમાં જીત મેળવી છે અને હવે  FIFA WorldCup-2022ની અંડર-17 ની ભારતીય ટીમના કોચિંગ કેમ્પમાં સ્થાન મેળવ્યું છે. 

Nakulsinh Gohil

| Edited By: Pinak Shukla

Feb 02, 2021 | 6:09 PM

FIFA WorldCup-2022 : તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગુણસદા ગામની શુભાંગીએ નાની વયમાં મોટી સિદ્ધી પ્રપાત કરી છે. ગુણસદા ગામની શુભાંગીએ FIFA WorldCup-2022 અંડર-17 ની ભારતીય ટીમના કોચિંગ કેમ્પ માટે પસંદગી થતા સોનગઢ પંથકનું ગૌરવ વધ્યું છે.

સોનગઢના ગુણસદા ખાતે કાર્યરત સિંઘાનિયા પબ્લિક સ્કૂલમાં ભણતી કુમારી શુભાંગી સિંઘ નામની વિદ્યાર્થિનીની ફૂટબોલની રમતમાં ક્ષમતા નિહાળી એની પસંદગી 2022 માં યોજાનારા FIFA WorldCup-2022ની અંડર-17 ની ભારતીય ટીમના કોચિંગ કેમ્પમાં સ્થાન મેળવ્યું છે.

શુભાંગીએ અનેક સ્પર્ધાઓમાં જીત મેળવી શુભાંગી સિંઘ આ પહેલા સુબ્રોતો કપ, રિલાયન્સ કપ,રાજસ્થાન મહિલા કપ, ખેલો ઇન્ડિયા અને ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાથી રાષ્ટીય કક્ષા સુધીની સ્પર્ધાઓમાં ભાગ લઇ ચુકી છે. શુભાંગીની પસંદગી ફૂટબોલ એક્સપર્ટ એલેક્સ એમ્બ્રોસ અને ગુજરાતના કોચ તરુણ રોય દ્વારા કરવામાં આવી હતી.

શાળાની જ ફૂટબોલ વિદ્યાર્થીની વાયુસેનામાં જોડાઈ આ સાથે જ શાળાના જ અને ગત વર્ષે જ ધોરણ 12માં અભ્યાસ કરી ગયેલા માસ્ટર દીપ ટેલર કે જે પણ ઉત્તમ ફૂટબોલ ખેલાડી છે એની પસંદગી ભારતીય વાયુસેનામાં થઇ હતી.શાળાના આચાર્ય આરાધના વર્મા અને કોચ વિજયભાઈ પટેલ અને શાળા પરિવાર દ્વારા એ બંને ને સફળતાની શુભકામનાઓ આપવામાં આવી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati