Breaking News: WPL 2027 માટે રીટેન્શનની જાહેરાત, કોને રિટેન કરવામાં આવ્યા છે અને કોણ રિલીઝ થયું?
WPL 2027: મહિલા પ્રીમિયર લીગની આગામી સીઝન જાન્યુઆરી અને ફેબ્રુઆરી વચ્ચે રમવાની છે, અને WPL 2027ની હરાજી ઓક્ટોબરના અંતમાં થવાની છે. જેને લઈ ખેલાડીઓને રીટેન કરવાની જાહેરાત એક મહિના અગાઉ જ કરવામાં આવી હતી. ચાલો જાણીએ કઈ ટીમે કોને ડ્રોપ કર્યા અને કોને રીટેન કર્યા.

28 ઓક્ટોબરના રોજ 2027 સીઝન માટે મહિલા પ્રીમિયર લીગની હરાજી યોજાશે. આ હરાજીના એક મહિના પહેલા પાંચેય WPL ફ્રેન્ચાઇઝીઓએ તેમના રિટેન અને રિલીઝ કરેલા ખેલાડીઓના નામ જાહેર કર્યા છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે વિસ્ફોટક ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ગ્રેસ હેરિસને રિલીઝ કરીને બધાને ચોંકવી દીધા છે.
બધી ફ્રેન્ચાઇઝીઓએ રિટેન્શન લિસ્ટ જાહેર કર્યું
BCCIએ થોડા દિવસ પહેલા જાહેરાત કરી હતી કે બધી ફ્રેન્ચાઇઝીઓએ 28 સપ્ટેમ્બર સુધીમાં તેમના રિટેન્શન ખેલાડીઓની જાહેરાત કરવી પડશે. આ પ્રક્રિયા આખરે પૂર્ણ થઈ ગઈ છે, અને બધી ફ્રેન્ચાઇઝીઓએ તેમના રિટેન્શન ખેલાડીઓની લિસ્ટ જાહેર કરી દીધી છે. આ લિસ્ટમાં કેટલાક ચોંકાવનારા નામો સામેલ છે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા યુવા ભારતીય સ્ટાર જી કમાલિનીને રિલીઝ કરવાનો નિર્ણય સૌથી ચોંકાવનારો છે. ગ્રેસ હેરિસને પણ બહાર કરવામાં આવી છે, જ્યારે દિલ્હી કેપિટલ્સે અનુભવી સ્પિનર સ્નેહ રાણાને રિલીઝ કરી છે.
રિટેન-રિલીઝ ખેલાડીઓની લિસ્ટ
દિલ્હી કેપિટલ્સ
રિલીઝ: અલાના કિંગ, લિઝેલ લી, સ્નેહ રાણા, તાનિયા ભાટિયા, પ્રગતિ સિંહ, એડલા સૃજના.
રિટેન: નેબેલ સધરલેન્ડ, શેનેલ હેનરી, લૌરા વોલ્વાર્ડ, લ્યુસી હેમિલ્ટન, મેરિઝાન કેપ, દિયા યાદવ, જેમિમાહ રોડ્રિગ્ઝ, મમતા માડીવાલા, મિન્નુ મણિ, એન શ્રી ચારણી, નંદિની શર્મા, નિક્કી પ્રસાદ, શેફાલી વર્મા.
સ્લોટ: 5 (એક વિદેશી)
ગુજરાત જાયન્ટ્સ
રિલીઝ: ડેનિયલ વ્યાટ-હોજ, આયુષી સોની, તિતાસ સાધુ, શિવાની સિંહ.
રિટેન: શેલી ગાર્ડનર, બેથ મૂની, જ્યોર્જિયા વેરહેમ, કિમ ગાર્થ, સોફી ડિવાઇન, અનુષ્કા શર્મા, ભારતી ફૂલમાલી, હેપ્પી કુમારી, જીંતિમણી કલિતા, કનિકા આહુજા, કાશવી ગૌતમ, રાજેશ્વરી ગાયકવાડ, રેણુકા સિંહ, તનુજા કંવર, યાસ્તિકા ભાટિયા.
સ્લોટ: 3 (1 વિદેશી)
The retention lists are OUT
A look at the retained players of all 5️⃣ teams ahead of the #TATAWPL 2027 Auction pic.twitter.com/r7xggUgDat
— Women’s Premier League (WPL) (@wplt20) September 28, 2026
મુંબઈ ઈન્ડિયન્સ
રિલીઝ: મિલી ઇલિંગવર્થ, જી કમલિની, ક્રાંતિ રેડ્ડી, પૂનમ ખેમનાર, સાયકા ઇશક, ત્રિવેણી વશિષ્ઠ.
રિટેન: એમેલિયા કેર, લી મેથ્યુઝ, નેટ સાયવર-બ્રન્ટ, નિકોલા કેરી, અમનજોત કૌર, હરમનપ્રીત કૌર, રાહિલા ફિરદૌસ, એસ સજના, સંસ્કૃતિ ગુપ્તા, શબનીમ ઈસ્માઈલ, વૈષ્ણવી શર્મા.
સ્લોટ: 7 (1 વિદેશી)
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ
રિલીઝ: ગ્રેસ હેરિસ, લિન્સે સ્મિથ, ડી હેમલતા, ગૌતમી નાયક.
રિટેન: સ્મૃતિ મંધાના, એલિસ પેરી, જ્યોર્જિયા વોલ, લોરેન બેલ, નાદિન ડી ક્લાર્ક, અરુંધતી રેડ્ડી, પૂજા વસ્ત્રાકર, પ્રત્યુષા કુમાર, પ્રેમા રાવત, રાધા યાદવ, રિચા ઘોષ, સયાલી સતઘારે, શ્રેયંકા પાટિલ.
સ્લોટ: 5 (2 વિદેશી)
યુપી વોરિયર્સ
રિલીઝ: એમી જોન્સ, ચાર્લી નોટ, ક્લો ટ્રાયન, ડિઆન્ડ્રા ડોટિન, આશા શોબાના, જી ત્રિશા, કિરણ નવગીરે, શ્વેતા સહરાવત, સુમન મીના.
રિટેન: મેગ લેનિંગ, ફોબી લિચફિલ્ડ, સોફી એક્લેસ્ટન, તારા નોરિસ, દીપ્તિ શર્મા, હરલીન દેઓલ, ક્રાંતિ ગૌર, પ્રતિકા રાવલ, શિખા પાંડે, શિપ્રા ગિરી, સિમરન શેખ.
સ્લોટ: 11 (2 વિદેશી)
