100મી ટેસ્ટ રમવા મેદાનમાં ઉતરતા જ સ્ટીવ સ્મિથે તોડ્યો સચિન-લારાનો રેકોર્ડ

100 ટેસ્ટ રમાવાનું માઈલસ્ટોન હાંસલ કરનાર સ્ટીવ સ્મિથે મેદાનમાં પ્રવેશતાની સાથે જ વધુ બે રેકોર્ડ પોતાને નામ કર્યા હતા. 100 ટેસ્ટમાં સૌથી વધુ રન અને સૌથી સારી એવરેજ મામલે તેણે દિગ્ગજોને પછાડ્યા હતા.

100મી ટેસ્ટ રમવા મેદાનમાં ઉતરતા જ સ્ટીવ સ્મિથે તોડ્યો સચિન-લારાનો રેકોર્ડ
Steve Smith
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2023 | 7:33 PM

ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એશિઝ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ હેડિંગ્લેમાં રમાઈ રહી છે. જે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથ માટે ખાસ છે. આ મેચ તેના કરિયરની 100મી ટેસ્ટ છે અને આ સિદ્ધિ હાંસલ કરનાર તે વિશ્વનો 75મો અને ઓસ્ટ્રેલિયાનો 15મો ખેલાડી બની ગયો છે.

શૂન્ય પર આઉટ થશે તો પણ બનશે બે રેકોર્ડ

સ્ટીવ સ્મિથ 100મી ટેસ્ટમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થશે તો પણ તે ઈતિહાસ રચશે. છેલ્લી 99 ટેસ્ટમાં સ્ટીવ સ્મિથે બનાવેલા રનના કારણે આ શક્ય બનશે. હકીકતમાં, 100 ટેસ્ટ પછી જ્યારે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદી બનાવવામાં આવશે, ત્યારે શૂન્ય પર આઉટ થયા પછી પણ સ્મિથ નંબર વન પર જ રહેશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

બ્રાયન લારાનો તોડ્યો રેકોર્ડ

સ્ટીવ સ્મિથે તેની 99 ટેસ્ટ મેચમાં જ એટલા રન બનાવ્યા છે જેટલા 100 ટેસ્ટમાં અન્ય કોઈ બેટ્સમેનો બનાવ્યા નથી. 100 ટેસ્ટ બાદ સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ આ પહેલા વેસ્ટ ઈન્ડિઝના મહાન બેટ્સમેન બ્રાયન લારાના નામે હતો. લારાએ 100 ટેસ્ટ મેચમાં 8,651 રન બનાવ્યા હતા. જ્યારે સ્ટીવ સ્મિથે 99 ટેસ્ટ મેચ રમ્યા બાદ જ 9,113 રન બનાવી લીધા છે અને હવે 100 તેટસ બાદ આ રેકોર્ડ તેના નામે થઈ જશે.

સચિન તેંડુલકરને પાછળ છોડ્યો

આ સાથે જ 100 ટેસ્ટ મેચમાં સૌથી વધુ અને સૌથી સારી એવરેજનો રેકોર્ડ પણ સ્ટીવ સ્મિથના નામે જ રહેશે. સ્ટીવ સ્મિથે 59.56ની એવરેજથી 99 ટેસ્ટમાં રન બનાવ્યા છે. આ પહેલા સૌથી સારી એવરેજનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતો. સચિને 100 ટેસ્ટમાં 57.97ની એવરેજથી રન બનાવ્યા હતા. આ રેકોર્ડ પણ 100મી ટેસ્ટ બાદ સ્ટીવ સ્મિથના નામે જ રહેશે.

આ પણ વાંચો : વેસ્ટ ઈન્ડિઝ સીરિઝ પહેલા બાબા બાગેશ્વરની શરણોમાં પહોંચ્યો આ સ્ટાર ભારતીય ક્રિકેટર

હેડિંગ્લે ખાતે 100મી ટેસ્ટ

સ્ટીવ સ્મિથ 100મી ટેસ્ટમાં નિષ્ફળ જશે તો પણ તેનો આ રેકોર્ડ અકબંધ રહેશે. તે 100 ટેસ્ટ બાદ સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં આગળ જ હશે. જોકે, મેચ હેડિંગ્લેમાં છે અને સ્ટીવ સ્મિથ પણ ફોર્મમાં છે. સ્ટીવ સ્મિથે હેડિંગ્લે ખાતે જ તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ ફિફ્ટી ફટકારી હતી. હવે જ્યારે તે આ જ ગ્રાઉન્ડ પર 100મી ટેસ્ટ રમશે ત્યારે દરેક વ્યક્તિ તેની પાસેથી મોટી ઇનિંગની અપેક્ષા રાખશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">