Breaking News: IND vs WI: ત્રીજી ODIમાં ભારતની જોરદાર બેટિંગ, વેસ્ટ ઈન્ડિઝને જીતવા 352 રનનો ટાર્ગેટ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વનડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચમાં ભારતે ટોસ હારી પહેલા બેટિંગ કરતાં નિર્ધારિત 50 ઓવરમાં 351 રન બનાવ્યા હતા. ભારતના ચાર ખેલાડીઓએ ફિફ્ટી ફટકારી હતી, શુભમન ગિલે સૌથી વધુ 85 જ્યારે ઇશાન કિશને 77 રન બનાવ્યા હતા. સંજુ સેમસને 51 જ્યારે હાર્દિક પંડયાએ ધમાકેદાર 70 રન ફટકાર્યા હતા.
સતત બે મેચમાં અસફળ સાબિત થયેલી ભારતીય બેટિંગ લાઇન-અપ આખરે પોતાનું કૌશલ્ય બતાવવામાં સફળ રહી હતી. વેસ્ટ ઈન્ડિઝ (West Indies) સામેની ODI શ્રેણીની છેલ્લી મેચમાં પણ પ્રયોગ ચાલુ રાખતા બેટ્સમેનોના જોરદાર પ્રદર્શનને કારણે ટીમ ઈન્ડિયા (Team India) એ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 351 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ટીમ ઈન્ડિયા માટે શુભમન ગિલ અને ઈશાન કિશને જોરદાર શરૂઆત કરી હતી, જ્યારે સંજુ સેમસને પણ મધ્યમાં પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું. અંતમાં કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ છેલ્લી ઓવરમાં શાનદાર ફિનિશિંગ ટચ આપ્યો હતો.
ચાર બેટ્સમેનોએ ફટકારી ફિફ્ટી
બાર્બાડોસમાં રમાયેલી પ્રથમ બે મેચમાં ટીમ ઈન્ડિયાની બેટિંગ ખરાબ રીતે નિષ્ફળ રહી હતી. રોહિત શર્મા અને વિરાટ કોહલી વિના ભારતીય બેટ્સમેનો રન બનાવવામાં પરસેવો છૂટી ગયો હતો. જો કે, ત્રિનિદાદના બ્રાયન લારા ક્રિકેટ સ્ટેડિયમમાં કહાની અલગ હતી, જ્યાં ટીમ ઈન્ડિયાએ બેટ્સમેનોની અનુકૂળ પીચ પર 4 મજબૂત અડધી સદી ફટકારી વેસ્ટ ઈન્ડિઝ સામે સૌથી મોટો ODI સ્કોર બનાવ્યો હતો.
Innings Break!
Brilliant batting display from #TeamIndia! 💪 💪
8⃣5⃣ for @ShubmanGill 7⃣7⃣ for @ishankishan51 7⃣0⃣* for Captain @hardikpandya7 5⃣1⃣ for @IamSanjuSamson
Over to our bowlers now! 👍 👍
Scorecard ▶️ https://t.co/boUPUpFuSr#WIvIND pic.twitter.com/rLchdWjPgk
— BCCI (@BCCI) August 1, 2023
ઈશાન-ગિલની ફરી ઝડપી શરૂઆત
આ વખતે પણ રોહિત અને કોહલી ટીમમાં ન હતા, પરંતુ જે આશા સાથે બંનેને આરામ આપવામાં આવ્યો હતો, તે લક્ષ્ય આખરે હાંસલ થયું. ખાસ કરીને મિડલ ઓર્ડર ઓપનરોની મજબૂત શરૂઆતને મોટા સ્કોરમાં બદલવામાં સફળ રહ્યો હતો. છેલ્લી મેચમાં ઈશાન અને ગિલે 90 રનની ભાગીદારી નોંધાવી હતી પરંતુ બાકીના બેટ્સમેનો માત્ર 91 રન જ ઉમેરી શક્યા હતા. આ વખતે આવું બન્યું નથી. ઈશાને ફરી એકવાર જોરદાર શરૂઆત કરી હતી, જ્યારે ગિલ સ્થિર ગતિએ ઇનિંગને આગળ લઈ જઈ રહ્યો હતો.
શુભમન-કિશન વચ્ચે 143 રનની ભાગીદારી
ઈશાને સતત ત્રીજી વનડેમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ વખતે તેણે 43 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. સાથે જ ગિલે આ પ્રવાસમાં પોતાની પ્રથમ અડધી સદી પણ ફટકારી હતી. બંને વચ્ચે 143 રનની ભાગીદારી થઈ હતી, જે વેસ્ટ ઈન્ડિઝમાં ભારતનો માટે નવો રેકોર્ડ છે.
HHH 💪= Hard-Hitting Hardik 🔥
Another day of power-packed Pandya action🏏#SabJawaabMilenge #JioCinema #WIvIND pic.twitter.com/mj1zvyHTg5
— JioCinema (@JioCinema) August 1, 2023
સેમસને દમદાર બેટિંગ કરી
જોકે, સતત ત્રીજી વખત ઈશાન (77) પોતાની અડધી સદીને મોટા સ્કોરમાં બદલી શક્યો ન હતો અને આઉટ થઈ ગયો હતો. ત્રીજા નંબરે ઋતુરાજ ગાયકવાડ આવ્યો હતો, જેને શ્રેણીમાં પ્રથમ તક મળી હતી પરંતુ તે તેનો ફાયદો ઉઠાવી શક્યો ન હતો. ગાયકવાડ નિષ્ફળ ગયો પરંતુ સંજુ સેમસને ચોથા નંબર પર ચોક્કસપણે પોતાની તાકાત બતાવી. સેમસન ક્રિઝ પર આવતાની સાથે જ તેણે બીજા બોલ પર સિક્સર ફટકારી અને ઝડપી બેટિંગ ચાલુ રાખી. તેણે 39 બોલમાં અડધી સદી ફટકારી હતી.
સૂર્યકુમાર યાદવના 35 રન
ગિલ અને સેમસન વચ્ચે ત્રીજી વિકેટ માટે 67 રનની ભાગીદારી થઈ હતી, જેમાં સેમસનના 51 રન હતા. સેમસનના આઉટ થયા બાદ ગિલ (85) પણ તેની સદી પૂરી કરી શક્યો ન હતો અને લેગ-સ્પિનર યાનિક કેરિયાનો શિકાર બન્યો હતો. અંતિમ 11 ઓવર સુધી સૂર્યકુમાર યાદવ ક્રિઝ પર આવ્યો હતો અને તેની સાથે હાર્દિક પંડ્યા હતો. બંનેએ ટીમનો સ્કોર 300ની પાર પહોંચાડ્યો હતો. સૂર્યા (35)એ આ દરમિયાન કેટલાક સારા શોટ લગાવ્યા પરંતુ તે અંત સુધી ટકી શક્યો નહીં.
Fireworks from Hardik Pandya in the end propels India to a huge total 🎆
📝 #WIvIND: https://t.co/xTAz9clqJa pic.twitter.com/vipaCQ7bb8
— ICC (@ICC) August 1, 2023
આ પણ વાંચો : IND vs WI: શુભમન ગિલનો દુષ્કાળ સમાપ્ત, 5 ઇનિંગ્સમાં નિષ્ફળતા બાદ ફટકારી દમદાર ફિફ્ટી
હાર્દિકની ધમાકેદાર અડધી સદી
કેપ્ટન હાર્દિકે વિસ્ફોટક બેટિંગ કરી જેની ટીમ ઈન્ડિયાને અંતમાં જરૂર હતી. વેસ્ટ ઈન્ડિઝની નબળી બોલિંગે પણ તેનો સાથ આપ્યો પરંતુ હાર્દિકે (70 અણનમ) અદ્ભુત શોટ્સ ફટકાર્યા અને તેની 10મી અડધી સદી પૂરી કરી હતી. છેલ્લી બે ઓવરમાં હાર્દિકે 28 રન બનાવી ટીમને 351 રન સુધી પહોંચાડી દીધો હતો. વેસ્ટ ઈન્ડિઝ તરફથી રોમારિયો શેફર્ડે 2 વિકેટ લીધી હતી જ્યારે અન્ય ત્રણ બોલરોને 1-1 વિકેટ મળી હતી.