Breaking News : India vs Ireland 1st T20 ભારત ની આયર્લેન્ડ સામે 2 રનથી DLS નિયમ હેઠળ જીત

ભારતની આયર્લેન્ડ સામે ત્રણ મેચની T20 શ્રેણીમાં જીત સાથે શરૂઆત થઈ છે. ભારત એ પ્રથમ T20 મેચમાં આયર્લેન્ડ ને ડકવર્થ લૂઇસ સિસ્ટમ હેઠળ 2 રન થી જીત મેળવી હતી.

Breaking News : India vs Ireland 1st T20 ભારત ની આયર્લેન્ડ સામે 2 રનથી DLS નિયમ હેઠળ જીત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2023 | 11:16 PM

ભારતની આયર્લેન્ડ સામે ત્રણ મેચની T20 શ્રેણીમાં જીત સાથે શરૂઆત થઈ છે. ભારત એ પ્રથમ T20 મેચમાં આયર્લેન્ડ ને ડકવર્થ લૂઇસ સિસ્ટમ હેઠળ 2 રન થી જીત મેળવી હતી.

ભારત અને આયર્લેન્ડ વચ્ચે T20 શ્રેણીની શરૂઆત વરસાદની દખલને કારણે પ્રભાવિત થઈ હતી અને તેણે પ્રથમ મેચની જ મજા બગાડી નાખી હતી. આમ છતાં ભારતે મજબૂત બોલિંગ અને પછી બેટિંગમાં ઝડપી શરૂઆતના આધારે DLS નિયમ હેઠળ પ્રથમ મેચ 2 રને જીતી લીધી હતી.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

આ રીતે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. 11 મહિના બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી કરનાર જસપ્રીત બુમરાહે પણ પોતાની વાપસીને યાદગાર બનાવી અને ટીમની જીતમાં સૌથી મહત્વની ભૂમિકા ભજવી. આ સાથે જ બુમરાહે ટીમ ઈન્ડિયા માટે પોતાની કેપ્ટનશિપમાં પહેલી સફળતા પણ મેળવી હતી.

જસપ્રીત બુમરાહ અને પ્રખ્યાત કૃષ્ણાની ઈજામાંથી વાપસી થવાને કારણે ટીમ ઈન્ડિયા માટે આ સિરીઝ ઘણી મહત્વની છે, પરંતુ પ્રથમ મેચ પર જ વરસાદ છવાઈ ગયો હતો, જેના કારણે બંનેની વાપસી બગડી શકે તેવી સંભાવના હતી. વરસાદે ચોક્કસપણે મેચમાં દખલ કરી હતી પરંતુ તે પહેલા બુમરાહ અને કૃષ્ણાએ તેમની બોલિંગ શક્તિ બતાવી હતી અને આયર્લેન્ડને માત્ર 139 રનમાં રોકી દીધું હતું.

ઈજાના કારણે સપ્ટેમ્બર 2022 થી એક્શનથી બહાર રહેલો બુમરાહ આ મેચ સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછો ફર્યો. આ સિરીઝ માટે તેને કેપ્ટન પણ બનાવવામાં આવ્યો હતો. તેની પહેલી જ મેચમાં બુમરાહ ટોસ જીતીને પોતાની તૈયારીની કસોટી કરવા માંગતો હતો અને તેનો નિર્ણય સાચો સાબિત થયો. બુમરાહે પોતે પ્રથમ ઓવર કરાવવાનો નિર્ણય લીધો હતો. તેણે તેના પહેલા જ બોલ પર ચોગ્ગો ફટકાર્યો, પરંતુ બીજા જ બોલ પર, બુમરાહે એન્ડી બલબિર્નીને બોલ્ડ કરીને ધમાકેદાર પુનરાગમન કર્યું. આ જ ઓવરમાં બુમરાહે લોર્કન ટકરની વિકેટ પણ લીધી હતી.

આ પણ વાંચો : IND vs IRE: ભારત-આયર્લેન્ડ T20 મેચ માટે નથી મળી ટિકિટ ? ચિંતા કરવાની જરૂર નથી, આ રીતે મફતમાં જુઓ મેચ

બીજી T20 મેચ રવિવારે રમાશે

ભારત અને આયર્લેન્ડ વચ્ચે બીજી T20 મેચ રવિવાર 20 ઓગસ્ટના રોજ રમાશે. ભારત બીજી મેચમાં રવિવારે જીત મેળવીને સીરીઝ પોતાના નામે કરવાના ઇરાદા સાથે મેદાન પર ઉતરશે. ભારત છેલ્લે વેસ્ટ ઇન્ડીઝ સામે 5 મેચની T20 શ્રેણીમાં 3-2 થી હાર્યુ હતુ.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">