World Cup 2023 Breaking News : વર્લ્ડ કપમાં સર્જાયો મોટો અપસેટ, ડિફેન્ડિંગ ચેમ્પિયન સામે અફઘાનિસ્તાનની જીત
ENG Vs AFG, Cricket World Cup 2023 : આજે 15 ઓક્ટોબરના રોજ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે વર્લ્ડ કપ મેચનું આયોજન થયુ હતુ. અફઘાનિસ્તાની ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડને 285 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે ઈંગ્લેન્ડની ટીમ 215 રન પર ઓલઆઉટ થઈ હતી.

Delhi : અફઘાનિસ્તાને વર્લ્ડ કપની 13મી આવૃત્તિમાં પ્રથમ અપસેટ સર્જ્યો હતો. તેઓએ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવીને મોટી જીત હાંસલ કરી હતી. અફઘાન ટીમે (Afghanistan Team) આ મેચ 69 રને જીતી લીધી હતી. 2015ના વર્લ્ડ કપ બાદ ટૂર્નામેન્ટમાં આ તેમની પ્રથમ જીત છે. તે જ સમયે, ઇંગ્લેન્ડને 12 વર્ષમાં બીજી વખત ભારતીય ધરતી પર ઉલટનો સામનો કરવો પડ્યો છે. 2011ના વર્લ્ડ કપમાં આયર્લેન્ડે બેંગ્લોરમાં તેને હરાવીને અપસેટ સર્જ્યો હતો.
ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અફઘાનિસ્તાનની ટીમ 49.5 ઓવરમાં 284 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડને જીતવા માટે 285 રનનો ટાર્ગેટ હતો, પરંતુ તેની આખી ટીમ 40.3 ઓવરમાં 215 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ઇંગ્લિશ બેટ્સમેનો સ્પિનરો સામે હારી ગયા
28 (16) with the bat ⚡ 3/51 with the ball
Mujeeb Ur Rahman wins the @aramco #POTM for his stellar all-round display that helped Afghanistan stun England in Delhi #ENGvAFG | #CWC23 pic.twitter.com/K6Jossq96S
— ICC (@ICC) October 15, 2023
અફઘાનિસ્તાન માટે તેના સ્પિન બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. અનુભવી રાશિદ ખાન અને મુજીબ ઉર રહેમાને ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. આ સાથે જ ઓફ સ્પિનર મોહમ્મદ નબીએ બે વિકેટ પોતાના નામે કરી હતી. રાશિદ, મુજીબ અને નબીએ મળીને ઈંગ્લેન્ડની કમર તોડી નાખી હતી. ફઝલહક ફારૂકી અને નવીન ઉલ હકે એક-એક વિકેટ લીધી હતી.
રાશિદે છેલ્લી વિકેટ લીધી હતી
Afghanistan scripted history with a stunning upset win over defending champions England in Delhi in a thrilling #CWC23 clash #ENGvAFG | : https://t.co/bg3maGwrG6 pic.twitter.com/YJ2Qd4dDN8
— ICC (@ICC) October 15, 2023
રાશિદ ખાને ઈંગ્લેન્ડની ઈનિંગની 10મી વિકેટ લીધી હતી. તેણે 41મી ઓવરના ત્રીજા બોલ પર માર્ક વુડને ક્લીન બોલ્ડ કર્યો હતો. વુડે 22 બોલમાં 18 રન બનાવ્યા હતા. રીસ ટોપલી 15 રન બનાવીને અણનમ રહ્યો હતો.
હેરી બ્રુક સિવાય કોઈ બેટ્સમેન ચાલ્યો નહોતો
ઈંગ્લેન્ડ તરફથી હેરી બ્રુકે સૌથી વધુ 66 રન બનાવ્યા હતા. તેના સિવાય કોઈ બેટ્સમેન મોટી ઇનિંગ્સ રમી શક્યો નહોતો. ડેવિડ માલાને 32, આદિલ રશીદે 20, માર્ક વૂડ 18, રીસ ટોપલેએ અણનમ 15 અને જો રૂટે 11 રન બનાવ્યા હતા. લિયામ લિવિંગસ્ટોન અને સેમ કુરાને 10-10 રન બનાવ્યા હતા. કેપ્ટન જોસ બટલર અને ક્રિસ વોક્સે નવ-નવ રન બનાવ્યા હતા. ઓપનર જોની બેરસ્ટો બે રન બનાવીને આઉટ થયો હતો.