AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking news : શુક્રવારે મહિલા રેસલર્સની અરજી પર સુનાવણી કરશે SC, દિલ્હી પોલીસને નોટિસ પાઠવી જવાબ માંગ્યો

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) ના પ્રમુખ અને BJP સાંસદ બ્રિજ ભૂષણ સિંહ સામે FIR નોંધવા માટે સાત કુસ્તીબાજો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને લગતી સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને નોટિસ ફટકારી છે, શુક્રવારે સુનાવણી થશે.

Breaking news : શુક્રવારે મહિલા રેસલર્સની અરજી પર સુનાવણી કરશે SC, દિલ્હી પોલીસને નોટિસ પાઠવી જવાબ માંગ્યો
| Updated on: Apr 25, 2023 | 11:21 AM
Share

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રજ ભૂષણ શરણ સિંહ પર મહિલા કુસ્તીબાજોએ આરોપો લગાવ્યા છે. જાન્યુઆરીમાં જંતર-મંતર ખાતે મહિલા કુસ્તીબાજોએ પણ પ્રદર્શન કર્યું હતું. ત્રણ મહિના બાદ ફરીથી આ ભારતીય ખેલાડીઓને જંતર-મંતર પર વિરોધ કરવાની ફરજ પડી હતી. મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી કરતા દિલ્હી પોલીસને નોટિસ પાઠવી છે.  કુસ્તીબાજોએ આરોપ લગાવ્યો હતો કે, તેઓ એફઆઈઆર નોંધવા માટે દિલ્હી પોલીસ પહોંચ્યા હતા પરંતુ તેમની ફરિયાદ લેવામાં આવી ન હતી.

સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને શુક્રવાર સુધીમાં જવાબ આપવા કહ્યું છે. શુક્રવારે જવાબ મળ્યા બાદ કોર્ટ ફરી સુનાવણી કરશે.સુપ્રીમ કોર્ટે મહિલા રેસલર્સની ફરિયાદને સીલબંધ કવરમાં રાખવાનો આદેશ આપ્યો હતો. CJI ચંદ્રચુડે કહ્યું કે અરજદાર મહિલા ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. આ બહુ ગંભીર બાબત છે. CJIએ કહ્યું છે કે 156/03 હેઠળ પણ તમે FIRની માંગ કરી શકો છો. સિબ્બલે કહ્યું કે ,આ મામલો ઘણો ગંભીર છે. અમે ઘણી વખત પ્રયાસ કર્યો છે. સિબ્બલે કહ્યું કે પોલીસ આ મામલે એફઆઈઆર નોંધવાનું જાણી જોઈને ટાળી રહી છે. CJIએ પૂછ્યું, તમારે અરજીકર્તાની ઓળખ જાહેર કરવાની જરૂર નથી.

આ પણ વાંચો : Wrestlers Protest: રેસલિંગ એસોસિએશન ઓફ ઈન્ડિયાની ચૂંટણી પર પ્રતિબંધ, કુસ્તીબાજો સુપ્રીમ કોર્ટમાં જશે

શું હતો સમગ્ર મામલો?

બ્રિજ ભૂષણ શરણ સિંહ પર દેશના દિગ્ગજ કુસ્તી ખેલાડીઓએ મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો, જેના માટે રમત મંત્રાલયે તપાસ માટે એક સમિતિની રચના કરી હતી.ભાજપના નેતા બ્રિજભૂષણ સિંહ પર લાગેલા જાતીય આરોપોને લઈને જંતર-મંતર પર કુસ્તીબાજોનું પ્રદર્શન ચાલુ છે. ટીવી 9 સાથેની વાતચીતમાં સંગીતા ફોગાટે કહ્યું કે, જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી ઉઠીશું નહીં.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Follow Us
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
g clip-path="url(#clip0_868_265)">