Breaking News : Asia Cup 2023: ભારતે નેપાળને 10 વિકેટથી હરાવ્યું, ટીમ ઈન્ડિયા સુપર-4માં ક્વોલિફાય થયું

વરસાદના વિઘ્ન વચ્ચે રમાયેલ ભારત અને નેપાળ વચ્ચેની મેચમાં ટીમ ઈન્ડિયાએ નેપાળને 10 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે જ ભારતે એશિયા કપમાં સુપર 4 રાઉન્ડમાં ક્વોલિફાય કર્યું હતું. વરસાદના કારણે મેચ લાંબા સામે સુધી બંધ રહ્યા બાદ ભારતને મેચ જીતવા 23 ઓવરમાં 145 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને ટીમ ઈન્ડિયાના બંને ઓપનરોએ આસાનીથી હાંસલ કરી લીધો હતો. રોહિત શર્મા અને શુભમન ગિલ બંનેએ નેપાળ સામે ફિફ્ટી ફટકારી હતી.

Breaking News : Asia Cup 2023: ભારતે નેપાળને 10 વિકેટથી હરાવ્યું, ટીમ ઈન્ડિયા સુપર-4માં ક્વોલિફાય થયું
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2023 | 11:46 PM

રોહિત શર્મા (Rohit Sharma) અને શુભમન ગિલની શાનદાર ઇનિંગ્સના આધારે ભારતે સોમવારે પલ્લેકેલે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં નેપાળને 10 વિકેટે હરાવ્યું હતું. આ સાથે ભારતે એશિયા કપ 2023 (Asia Cup 2023) ના સુપર-4માં જગ્યા બનાવી લીધી છે. નેપાળે આ મેચમાં પ્રથમ બેટિંગ કરી અને 48.2 ઓવરમાં 230 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારતની ઇનિંગની માત્ર 2.1 ઓવર જ પૂરી થઈ હતી જ્યારે વરસાદ આવ્યો અને પછી ટીમ ઈન્ડિયા (Team India) ને 23 ઓવરમાં 145 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેને ભારતના ઓપનરોએ 20.1 ઓવરમાં હાંસલ કરી લીધો હતો.

10 સપ્ટેમ્બરે ભારત vs પાકિસ્તાન

ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ 74 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સાથે જ તેના ઓપનિંગ પાર્ટનર શુભમન ગિલે અણનમ 67 રન બનાવ્યા હતા. આ સાથે જ ભારતની પાકિસ્તાન સામે ફરી ટક્કર થશે એ નક્કી થઈ ગયું છે. બંને ટીમો 10 સપ્ટેમ્બરે ફરી એકવાર સામસામે ટકરાશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

નેપાળ માટે સારી શરૂઆત

આ મેચમાં રોહિતે ટોસ જીતીને નેપાળને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. કુશલ ભુતેલ અને આસિફ શેખે ટીમને સારી શરૂઆત અપાવી અને 9.5 ઓવરમાં 65 રન જોડ્યા. શાર્દુલ ઠાકુરે કુશાલને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ પછી ભીમ શાર્કી સાત રન બનાવીને રવિન્દ્ર જાડેજાનો શિકાર બન્યો હતો. નેપાળનો કેપ્ટન રોહિત પૌડેલ માત્ર પાંચ રન બનાવીને જાડેજાનો શિકાર બન્યો હતો. કુશલ મલ્લ માત્ર બે રન જ બનાવી શક્યો હતો. નેપાળે તેની ચાર વિકેટ માત્ર 101 રનમાં ગુમાવી દીધી હતી. આસિફ એક છેડેથી ઊભો હતો, જેની 58 રનની ઇનિંગ્સનો મોહમ્મદ સિરાજે અંત કર્યો હતો. આસિફે 97 બોલનો સામનો કર્યો અને આઠ ચોગ્ગા ફટકાર્યા.

આ પણ વાંચો : Asia Cup 2023: વિરાટ કોહલીએ નેપાળી ગીત પર કર્યો ડાન્સ, જુઓ Video

સોમપાલે લડાયક બેટિંગ કરી

નેપાળની ટીમ સસ્તામાં પેવેલિયન પરત ફરવાની હતી પરંતુ અંતમાં ત્રણ બેટ્સમેનો ટીમના સ્કોરને 200થી આગળ લઈ ગયા હતા. ગુલશન ઝાએ 23 રન, દીપેન્દ્ર સિંહે 29 રન બનાવ્યા, પરંતુ સોમપાલ કામીએ જે કર્યું તે ટીમ માટે ઘણું ફાયદાકારક સાબિત થયું હતું. જોકે, સોમપાલ અડધી સદી ફટકારવામાં ચૂકી ગયો હતો. તેણે 56 બોલમાં એક ફોર અને બે સિક્સરની મદદથી 48 રનની ઉપયોગી ઈનિંગ રમી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">