AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Boxing World Cup: બોક્સિંગ વિશ્વકપમાં 9 મેડલ સાથે ભારતનો ડંકો, બોક્સર અમિત પંઘલને ગોલ્ડ

ઓલંપિકની તૈયારીઓની પરીક્ષા રુપ જર્મની પહોંચેલા ભારતીય બોક્સરોએ કોલોન વિશ્વકપમાં દબદબો બનાવ્યો છે. આ વિશ્વકપમાં વિશ્વ રજત પદક વિજેતા અમિત પંઘલને ફાઇનલમાં ગોલ્ડ મેડલ મળ્યો છે. પંઘલને આ ગોલ્ડ મેડલ રીંગમાં ઉતર્યા વિના જ જીતી લેવાનો મોકો મળ્યો છે. જ્યારે અનુભવી મુક્કાબાજ સતિષકુમારને શનિવારે ઇજાને લઇને ફાઇનલમાં ઉતરી શકાયુ નહોતુ. તેમને સિલ્વર મેડલ પ્રાપ્ત કરીને […]

Boxing World Cup: બોક્સિંગ વિશ્વકપમાં 9 મેડલ સાથે ભારતનો ડંકો, બોક્સર અમિત પંઘલને ગોલ્ડ
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 20, 2020 | 7:27 PM
Share

ઓલંપિકની તૈયારીઓની પરીક્ષા રુપ જર્મની પહોંચેલા ભારતીય બોક્સરોએ કોલોન વિશ્વકપમાં દબદબો બનાવ્યો છે. આ વિશ્વકપમાં વિશ્વ રજત પદક વિજેતા અમિત પંઘલને ફાઇનલમાં ગોલ્ડ મેડલ મળ્યો છે. પંઘલને આ ગોલ્ડ મેડલ રીંગમાં ઉતર્યા વિના જ જીતી લેવાનો મોકો મળ્યો છે. જ્યારે અનુભવી મુક્કાબાજ સતિષકુમારને શનિવારે ઇજાને લઇને ફાઇનલમાં ઉતરી શકાયુ નહોતુ. તેમને સિલ્વર મેડલ પ્રાપ્ત કરીને સંતોષ માનવો પડ્યો છે.

પંઘાલને જર્મનીના અરગિષ્ટી ટર્ટરયાન એ વોક આઉટ કર્યો હતો. રાષ્ટ્ર મંડલ રમતોમાં સિલ્વર મેડલ વિજેતા સતિષ કુમારએ સેમિફાઇનલમાં ફ્રાંસના ઝામિલી ડિની મોઇનડેઝ ને હરાવીને જગ્યા બનાવી હતી. પરંતુ ઇજાને લઇને જર્મનીના નેલ્વી ટિયાફેક સામે ફાઇનલમાં ઉતરવા થી હટી જવુ પડ્યુ હતુ. પુરુષોમાં 57 કિગ્રા માં મહંમદ હસમુદ્દિન અને ગૌરવ સોલંકીને પણ કાંસ્ય પદકથી સંતોષ માનવો પડ્યો હતો.

હસમુદ્દિનને સ્થાનિક બોક્સર હમસત શાદાલોવ એ જ્યારે સોલંકીને ફ્રાંસના સેમ્યુઅલ ક્રિસ્ટોહરીએ હરાવ્યા હતા. ભારતીય મહિલા બોક્સર સિમરનજીત કૌર અને મનિષા એ જર્મનીમાં કોલોન બોક્સીંગ વિશ્વકપમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. મનિષાને ભારતીય સાક્ષીને 3-2 થી હરાવી હતી. જ્યારે સિમરનજીત એ જર્મનીની મયા કિલિહાન્સને 4-1 થી પરાજિત કરીને ટાઇટલ જીત્યુ હતુ. ભારતે આ ટુર્નામેન્ટમાં ત્રણ ગોલ્ડ મેડલ, બે સિલ્વર મેડલ અને ત્રણ કાંસ્ય પદક મેળવ્યા હતા. સમગ્ર ટુર્નામેન્ટમાં ભારત બીજા સ્થાન પર રહ્યુ હતુ. ભારત ઉપરાંત જર્મની, બેલ્જીયમ, ક્રોએશિયા, ડેનમાર્ક, ફ્રાંસ, મોલદોવા, નેધરલેન્ડ, પોલેન્ડ અને યુક્રેનના બોક્સરોએ પણ ભાગ લીધો હતો.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">