મોટેરા સ્ટેડિયમમાં રમાનાર ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ માટે આજથી બુકિંગ શરૂ થશે

મોટેરા સ્ટેડિયમમાં રમાનાર ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ માટે આજથી બુકિંગ શરૂ થશે
Motera Stadium

વિશ્વના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. આ મેચ ક્રિકેટ રસિકો સ્ટેડિયમમાં બેસીને નિહાળી શકશે. ત્રીજી ટેસ્ટ મેચ માટે આજથી બુકિંગ શરૂ કરવામાં આવશે.

Bhavesh Bhatti

|

Feb 14, 2021 | 8:40 AM

વિશ્વના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. આ મેચ ક્રિકેટ રસિકો સ્ટેડિયમમાં બેસીને નિહાળી શકશે. ત્રીજી ટેસ્ટ મેચ માટે આજથી બુકિંગ શરૂ કરવામાં આવશે. ગુજરાત ક્રિકેટ એસોસિએશનની ઓફિશિયલ વેબસાઇટ અને બુક માય શો એપ પરથી ક્રિકેટ રસિકો ત્રીજી ટેસ્ટ માટેની ટિકિટ બુક કરાવી શકશે.

24મી ફેબ્રુઆરીથી શરૂ થતી ડે નાઇટ ટેસ્ટ મેચ પિન્ક બોલથી રમાશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે કુલ 2 ટેસ્ટ અને 5 T-20 ઇન્ટરનેશનલ મેચ રમાશે. આ ટેસ્ટ મેચની ટિકિટ માટે દર્શકોએ રૂપિયા 300થી માંડીને 1 હજાર સુધીનો દર ચૂકવવો પડશે. જોકે કોરોનાને પગલે 50 ટકા દર્શકોને જ સ્ટેડિયમમાં પ્રવેશ અપાશે.

મહત્વપૂર્ણ છે કે મોટેરા ક્રિકેટ સ્ટેડિયમની ક્ષમતા મુજબ 55 હજાર દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ અપાશે. જોકે દર્શકોએ મેચ નિહાળવાની સાથે સાથે કોરોનાની ગાઇડલાઇનનું પણ પાલન કરવું પડશે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati