AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022 Auction માં ભાવનગરનો ચેતન સાકરીયા 4.20 કરોડમાં વેચાયો, પરિવારજનોમાં ખુશાલીનો માહોલ

ભાવનગરના વરતેજ ગામનો ચેતન સાકરીયા અને હાલ તેણે આઇપીએલમાં શાનદાર પ્રદર્શન કરીને ભારતની ટીમમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું, ત્યારબાદ ભારત-શ્રીલંકા સામે વનડે ટીમમાં પસંદ થઈ રમી ચુક્યો છે,

IPL 2022 Auction માં ભાવનગરનો ચેતન સાકરીયા 4.20 કરોડમાં વેચાયો, પરિવારજનોમાં ખુશાલીનો માહોલ
Bhavnagar's Chetan Sakaria sold for Rs 4.20 crore in IPL 2022 Auction
Ajit Gadhavi
| Edited By: | Updated on: Feb 13, 2022 | 6:41 PM
Share

IPL-2022 માટે હાલ ખેલાડીઓનું ઓકશન (Auction)ચાલી રહ્યું છે. જેમાં અનેક ખેલાડીઓને તેની બેઝ પ્રાઈઝ કરતા બે થી ત્રણ ગણી વધુ રકમે ફ્રેન્ચાઈઝીઓએ ખરીદ્યા હતા. (Bhavnagar) ભાવનગરના ચેતન સાકરિયાને (Chetan Sakaria)પણ ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ત્રણ ગણી વધુ રકમ આપી દિલ્હી કેપિટલે ખરીદ્યો હતો. ચેતન સાકરિયાને 4.20 કરોડમાં ખરીદાતા પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો. આઇપીએલ હરાજી ઓકશન 2022 ચાલી રહી છે જેમાં આજે બીજા દિવસે સૌરાષ્ટ્ર તરફથી ડોમેસ્ટિક રમતા ભાવનગરના ફાસ્ટ બોલર ચેતન સાકરિયા બોલી લગાવવા બધી ટીમો વચ્ચે પડાપડી થઈ હતી,

છેલ્લી બોલી આ વર્ષે દિલ્હી કેપિટલ્સે 4.20 કરોડમાં ચેતન સાકરિયાને ખરીદ્યો છે. ચેતન સાકરિયાની આઈપીએલમાં બેઝ પાઈસ 50 લાખ રૂપિયા હતી. ચેતન સાકરીયાએ આઇપીએલમાં સારું પ્રદર્શન કરી લોકોના દિલ જીતી ચુક્યો છે, સારા પ્રદર્શનથી તે ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ હતી, ત્યારબાદ ગત વર્ષે તેની આઇપીએલ માં પણ સારું પ્રદર્શન કર્યું હતું અને સતત બીજા વર્ષે આઇપીએલ ઓકશનમાં ભાવનગર ના ચેતનની બોલબાલા વધતા ભાવનગરમાં મેપાનગરમાં રહેતા તેના મામા ના ઘરે આનંદની લહેર છવાઇ હતી.

ચેતન સાકરીયાના પરિજનોમાં ખુશાલીનો માહોલ

ભાવનગરના વરતેજ ગામનો ચેતન સાકરીયા અને હાલ તેણે આઇપીએલમાં શાનદાર પ્રદર્શન કરીને ભારતની ટીમમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું, ત્યારબાદ ભારત-શ્રીલંકા સામે વનડે ટીમમાં પસંદ થઈ રમી ચુક્યો છે, આમ ભાવનગર માંથી ટીમ ઇન્ડિયામાં પસંદ થનારો બીજો ખેલાડી બન્યો છે, આ પેહલા ભાવનગરના અશોક પટેલની ભારતીય ટીમમાં પસંદગી થઈ છે. ચેતનના પરિવારે જણાવ્યું હતું કે ચેતન સાકરિયાને આજે 2022માં રમાનાર આઈપીએલની ઓકશનમાં દિલ્હીની ટીમે 4.20 કરોડમાં ખરીદતા તેના પરિવારજનો અને કોળી સમાજમાં આનંદનો માહોલ છવાયો છે.

નોંધનીય છે કે, ચેતનના પિતાનું ગત વર્ષે કોરોનામાં મોત નીપજ્યું હતું, અને તેમના નાના ભાઈએ આપઘાત કરી લીધો હતો, આમ ચેતનના પરિવારમાં આભ તુટી પડ્યું હતું તેમ છતાં ચેતને હતાશ થયા બન્યા વગર ક્રિકેટની પ્રેક્ટિસ ચાલુ રાખી હતી, આજે તેમને ફરી એક વખત આઈપીએલમાં તક મળતા ભાવનગરનું પણ ગૌરવ વધાર્યું છે.

આ પણ વાંચો : Kam ni Vaat : શું છે આયુષ્માન ભારત ડિજિટલ મિશન ? તમને આનાથી કેવી રીતે થશે ફાયદો ? જાણો યોજના વિશે

આ પણ વાંચો : 15 કરોડ વર્ષ પહેલા ડાયનાસોર પણ શરદીથી હતા પરેશાન, વૈજ્ઞાનિકોએ આપ્યું ચોંકાવનારું કારણ

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">