BCCI: વધતા કોરોના પ્રમાણને લઇને વન ડે શ્રેણી પર ખતરાના વાદળો ઘેરાયા, ઘરેલુ આયોજનો મોકૂફ

|

Mar 17, 2021 | 11:58 AM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે રમાઇ રહેલી T20 ટુર્નામેન્ટ બાદ વન ડે સિરીઝ રમાનારી છે. પુણે (Pune) માં ત્રણ મેચોની વન ડે શ્રેણી નુ આયોજન કરવામાં આવ્યુ છે. જોકે હવે તેની પર પણ ખતરો મંડરાવવા લાગ્યો છે.

BCCI: વધતા કોરોના પ્રમાણને લઇને વન ડે શ્રેણી પર ખતરાના વાદળો ઘેરાયા, ઘરેલુ આયોજનો મોકૂફ
BCCI

Follow us on

BCCI: ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે રમાઇ રહેલી T20 ટુર્નામેન્ટ બાદ વન ડે સિરીઝ રમાનારી છે. પુણે (Pune) માં ત્રણ મેચોની વન ડે શ્રેણી નુ આયોજન કરવામાં આવ્યુ છે. જોકે હવે તેની પર પણ ખતરો મંડરાવવા લાગ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તમામ ઉંમરના આયોજીત ઘરેલુ ક્રિકેટ ટુર્નામેન્ટ (Domestic Cricket Tournament) ને મોકૂફ કરી દેવાયા છે. કોરોના (Corona) મહામારીને લઇને લગાતાર પ્રમાણ વધતુ જઇ રહ્યુ હોવાને લઇને આ નિર્ણય કરવામાં આવ્યો છે.

BCCI એ તમામ વય ની શ્રેણીની મેચોના આયોજન હાલ પુરતા અટકાવી દેવામા આવ્યા છે. જેમાં આગામી વિનુ માંકડ ટ્રોફી નો પણ સમાવેશ થાય છે. હાલના સમયમાં ભારતમાં કોરોનાનુ પ્રમાણ એકાએક જ વધવા લાગ્યુ છે. જેને લઇને બીસીસીઆઇ દ્રારા આઇપીએલની 14 મી સિઝનના આયોજનને લઇને પણ હવે, સ્થિતી પર નજર રાખવામાં આવી રહી છે. મુંબઇમાં કોરોનાના સૌથી વધારે પ્રમાણ સામે આવી રહ્યુ છે. આવામાં ભારત અને ઇંગ્લેંડ વચ્ચે રમાનારી વન ડે શ્રેણી પર પણ ખતરાના વાદળો ઘેરાવા લાગ્યા છે.

વર્ષ 2020-21 ની ઘરેલુ ટુર્નામેન્ટ આમ પણ મોડી શરુ થઇ શકી હતી. કારણ કે વિશ્વભરમાં ફેલાયેલ કોરોના વાયરસ ને લઇને દેશમાં પણ લોકડાઉનની સ્થિતી હતી. મહામારીને લઇને ઘરેલુ ટુર્નામેન્ટને શરુ કરવા માટે 2021 ના જાન્યુઆરી સુધી રાહ જોવી પડી. જે રીતે 89 એજીએમ બેઠકમાં ચર્ચી કરી હતી કે, સૈયદ મુશ્તાક અલી ટ્રોફી સાથે સત્રની શરુઆત કરવામાં આવશે અને ત્યાર બાદ આઇપીએલ ઓકશન યોજવામાં આવશે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

ઘરેલુ T20 ટુર્નામેન્ટ બાદ વિજય હજારે ટ્રોફી જે ભારતમાં અલગ અલગ સ્થળો પર સફળતા પૂર્વક આયોજીત કરવામા આવી હતી. મુંબઇ અને યુપીના વચ્ચે ફાઇનલ દિલ્હીના નવા અરુણ જેટલી સ્ટેડિયમમાં 14 માર્ચ રવિવારે યોજાઇ હતી. મહિલાઓની સિનિયર ટીમનુ વન ડે ટુર્નામેન્ટને પણ હાલમાં અલગ અલગ સ્થળો આયોજીત કરવાની યોજના હતી અને ફાઇનલ 4 એપ્રિલ એ રમાનારી હતી. અમારી કોશિષ હતી કે આ સિઝનમાં અલગ અલગ વય જૂથની ટુર્નામેન્ટમાં વધારે મેચો તૈયારી કરી હતી, પરંતુ હાલની સ્થિતીને ધ્યાને રાખીને અમારે તે આયોજન પણ મોકુફ કરી દેવા પડ્યા છે.

Next Article