વિરાટ સેનાએ ઓવલના મેદાન પર રચ્યો ઈતિહાસ, ભારતીય ફેન્સ Memes દ્વારા લઈ રહ્યા છે ઈંગ્લેન્ડ ટીમની મજા

ટ્વીટર પર પણ #INDvENG ટોપ ટ્રેન્ડ કરી રહ્યું છે. ભારતીય ટીમની આ જીત બાદ ભારતીય ક્રિકેટ ફેન્સમાં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે

વિરાટ સેનાએ ઓવલના મેદાન પર રચ્યો ઈતિહાસ, ભારતીય ફેન્સ Memes દ્વારા લઈ રહ્યા છે ઈંગ્લેન્ડ ટીમની મજા
Viral Memes

ભારતીય ટીમે ઓવલ (Oval)ના મેદાનમાં અંગ્રેજોને હરાવીને ઐતિહાસિક જીત મેળવી છે. ભારત ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ (England)ને પાંચમાં અને છેલ્લા દિવસે 157 રનથી હરાવીને 5 મેચની સિરિઝમાં 2-1થી આગળ છે. ઓવલ ખાતે રમાયેલી મેચમાં ભારતીય ટીમે (Team India) ઈંગ્લેન્ડને જીતવા માટે 368 રનનું લક્ષ્ય આપ્યું હતું. ત્યારે ઈંગ્લેન્ડની ટીમ 210 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી.

 

 

ત્યારે સોશિયલ મીડિયાા પર ભારતીય ટીમને લોકો શુભેચ્છાઓ આપી રહ્યા છે અને ટ્વીટર પર પણ #INDvENG ટોપ ટ્રેન્ડ કરી રહ્યું છે. ભારતીય ટીમની આ જીત બાદ ભારતીય ક્રિકેટ ફેન્સમાં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર લોકો મીમ્સ બનાવીને ઈંગ્લેન્ડની મજા લઈ રહ્યા છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

છેલ્લા સેશનમાં ભારતને 2 વિકેટની જરૂરિયાત હતી, જે ઉમેશ યાદવે લીધી અને ટીમને જોરદાર રીતે જીત અપાવી. ભારતીય ટીમ માટે બીજી ઈનિંગમાં પણ ઉમેશ યાદવે સૌથી વધારે 3 વિકેટ લીધી, જ્યારે જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર અને રવિન્દ્ર જાડેજાને 2-2 વિકેટ મળી.

 

આા પણ વાંચો: IND vs ENG: ઓવલમાં અજીત વાડેકર બાદ 50 વર્ષે વિરાટ કોહલી ટીમ ઈન્ડીયાને જીત અપાવવામાં રહ્યો સફળ, જાણો 5 દાયકાની કહાની

Click on your DTH Provider to Add TV9 Gujarati