છોકરાઓની રમત નથી CRICKET, ક્રિકેટના મેદાન પર એક્સપ્રેસ ટ્રેનથી પણ વધારે રફતારથી આવેલી BALLએ એક ઈન્ટરનેશનલ ખેલાડીને પહોંચાડી દીધો હોસ્પિટલ!

છોકરાઓની રમત નથી CRICKET, ક્રિકેટના મેદાન પર એક્સપ્રેસ ટ્રેનથી પણ વધારે રફતારથી આવેલી BALLએ એક ઈન્ટરનેશનલ ખેલાડીને પહોંચાડી દીધો હોસ્પિટલ!

ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે હાલ કેનેબરામાં ક્રિકેટની ટેસ્ટ શ્રેણી ચાલી રહી છે. ટેસ્ટના બીજા દિવસે બીજા મેચમાં એક દૂર્ઘટના બની જેના લીધે તાત્કાલિક ખેલાડીને હોસ્પિટલમાં લઈ જવાની ફરજ પડી. શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજા દિવસે બીજો મેચ ચાલી રહ્યો હતો ત્યારે કમિંસ 31મી ઓવર શ્રીલંકાની સામે ફેંકી રહ્યાં હતાં. આ વખતે કમિંસની બોલ 142 કિમી […]

TV9 WebDesk8

| Edited By: Parth_Solanki

Feb 02, 2019 | 4:30 PM

ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે હાલ કેનેબરામાં ક્રિકેટની ટેસ્ટ શ્રેણી ચાલી રહી છે. ટેસ્ટના બીજા દિવસે બીજા મેચમાં એક દૂર્ઘટના બની જેના લીધે તાત્કાલિક ખેલાડીને હોસ્પિટલમાં લઈ જવાની ફરજ પડી.

શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજા દિવસે બીજો મેચ ચાલી રહ્યો હતો ત્યારે કમિંસ 31મી ઓવર શ્રીલંકાની સામે ફેંકી રહ્યાં હતાં. આ વખતે કમિંસની બોલ 142 કિમી પ્રતિ કલાકથી ઝડપથી કરુણારત્નેના હેલ્મેટ પર આવીને લાગી. આ બોલ લાગવાથી કરુણારત્ને મેદાનમાં જ ઢળી પડ્યાં હતાં. થયું એવું કે આ બોલ કરુણારત્નના ગળામાં જઈને લાગી હતી. અંપાયરો દ્વારા તરત જ મેડિકલ ટીમને બોલાવી હતી અને ખેલાડીને તમામ સારવાર આપવા પ્રયત્ન કર્યો હતો. મેડિકલ ઓફિસરને લાગ્યું કે બોલનો પ્રભાવ વધુ છે તો 30 વર્ષીય શ્રીલંકાના ખેલાડી કરુણારત્નને સ્ટ્રેચર પર મેદાનની બહાર લઈ જવાની પડી હતી.ભારતમાં એક્સપ્રેસ ટ્રેનની રફતાર 140 કિમી પ્રતિકલાક હોય છે જેના કરતાં પણ વધારે ઝડપથી આવેલી બોલ કરુણારત્નને લાગી હતી અને તે ત્યાં જ ઢળી પડ્યો હતો.

તેમણે તાત્કાલિક એમ્બુલન્સમાં જઈ જવાયો હતો અને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. કરુણારત્નેની સારવાર કરનારા ડોક્ટરોએ જણાવ્યું કે તે હવે ખતરાથી બહાર છે.

[yop_poll id=”1007″]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati