ભારત પહોંચતા જ મહંમદ સિરાજ પહોંચ્યો પિતાને શ્રદ્ધાંજલી આપવા, ત્યાર બાદ જ ઘરમાં પગ મુક્યો

ઓસ્ટ્રેલીયા (Australia) ને ટેસ્ટ સિરીઝમાં 2-1 થી હરાવીને ભારતીય ટીમ (Team India) આજે ભારત પહોંચી ચુકી છે. 13 વિકેટ સાથે સિરીઝમાં સૌથી સફળ ભારતીય બોલર રહેલા મહંમદ સિરાજ (Mohammad Siraj) સ્વદેશ પહોંચતા જ મહત્વનુ અધુરુ કામ પુર્ણ કર્યુ હતુ.

ભારત પહોંચતા જ મહંમદ સિરાજ પહોંચ્યો પિતાને શ્રદ્ધાંજલી આપવા, ત્યાર બાદ જ ઘરમાં પગ મુક્યો
Mohammad Siraj

ઓસ્ટ્રેલીયા (Australia) ને ટેસ્ટ સિરીઝમાં 2-1 થી હરાવીને ભારતીય ટીમ (Team India) આજે ભારત પહોંચી ચુકી છે. 13 વિકેટ સાથે સિરીઝમાં સૌથી સફળ ભારતીય બોલર રહેલા મહંમદ સિરાજ (Mohammad Siraj) સ્વદેશ પહોંચતા જ મહત્વનુ અધુરુ કામ પુર્ણ કર્યુ હતુ. હૈદરાબાદ (Hyderabad) ના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એયરપોર્ટ (Rajiv Gandhi International Airport) પર ઉતર્યા બાદ સિરાજ સિધો જ ખૈરતાબાદ (Khairatabad) સ્થિત કબ્રસ્તાન પહોંચ્યો હતો. જ્યાં તેના સ્વર્ગસ્થ પિતા મંહમદ ગૌસને શ્રદ્ધાંજલી અર્પિ હતી. નમાઝ અદા કરીને પિતાની કબર પર ફુલ ચઢાવ્યા હતા. સિરાજ ના પિતા ગત 20 નવેમ્બરે અવસાન પામ્યા હતા. તેઓ ફેફસાંની બિમારી થી પિડાતા હતા. પિતાના અવસાન સમયે તે ઓસ્ટ્રેલીયા પ્રવાસ પર હતો. આ સમયે તે ભારત પરત ફર્યો નહોતો અને ટીમ સાથે જોડાયેલો રહ્યો હતો.

એરપોર્ટ ઉતર્યા બાદ સિરાજ ઘરે જવા પહેલા પિતાની કબર પર પહો્યો હતો. પિતાની કબર પાસે કેટલોક સમય વિતાવ્યા બાદ સિરાજ પોતાના ઘરે પરત ફર્યો હતો. દેશને વ્યક્તિગત જીવનથી ઉપર રાખીને દુઃખના સમયે પણ તેણે રમતમાં જોડાઇ રહેવાનો કઠિન નિર્ણય કર્યો હતો. જેને લોકોએ સોશિયલ મિડીયા પર ખુબ સરાહના કરી હતી. આજે પણ દેશમાં પરત ફરતા જ તેણે પિતાની કબર પર શ્રદ્ધાંજલી અર્પતા જ તે ફોટો વાયરલ થઇ ગયો હતો. લોકોએ તેને એક સારો ખેલાડી જ નહી, પરંતુ શ્રેષ્ઠ પુત્ર પણ ગણાવ્યો હતો.

https://twitter.com/Twood_VIP/status/1352247666055397376?s=20

Click on your DTH Provider to Add TV9 Gujarati