આઠ વર્ષ પછી આર્ચરી ફાઉન્ડેશનને મળી સરકારની માન્યતા, ઓલંપિકમાં તિરંગા સાથે ભાગ લેશે તીરંદાજો

|

Dec 11, 2020 | 10:28 PM

આઠેક વર્ષના લાંબા સમય સુધી સસ્પેન્ડ રહ્યા બાદ આખરે બુધવારે આર્ચરી એસોસીએશન ઓફ ઇન્ડિયાને ભારતીય રમત ગમત મંત્રાલયે માન્યતા આપી છે. આ વર્ષે જાન્યુઆરી માસ દરમ્યાન આર્ચરી ફાઉન્ડેશનની ચુંટણી કરવામાં આવી હતી. જેને યોગ્ય દર્શાવી માન્યતા આપવામાં આવી છે. આ માન્યતા એક વર્ષ સુધી માન્ય રહેશે. આ સાથે જ હવે એ પણ સ્પષ્ટ થઇ ગયુ […]

આઠ વર્ષ પછી આર્ચરી ફાઉન્ડેશનને મળી સરકારની માન્યતા, ઓલંપિકમાં તિરંગા સાથે ભાગ લેશે તીરંદાજો

Follow us on

આઠેક વર્ષના લાંબા સમય સુધી સસ્પેન્ડ રહ્યા બાદ આખરે બુધવારે આર્ચરી એસોસીએશન ઓફ ઇન્ડિયાને ભારતીય રમત ગમત મંત્રાલયે માન્યતા આપી છે. આ વર્ષે જાન્યુઆરી માસ દરમ્યાન આર્ચરી ફાઉન્ડેશનની ચુંટણી કરવામાં આવી હતી. જેને યોગ્ય દર્શાવી માન્યતા આપવામાં આવી છે. આ માન્યતા એક વર્ષ સુધી માન્ય રહેશે. આ સાથે જ હવે એ પણ સ્પષ્ટ થઇ ગયુ છએ ઓલંપિકમાં ભારતીય ખેલાડીઓ હવે તિરંગા સાથે રમશે.

રમત ગમત મંત્રાલય દ્રારા 2020-2024 ના માટે થયેલ ચુંટણીના નિરીક્ષણ બાદ જ યોગ્ય માનવામાં આવ્યુ છે. તેમણે અર્જુન મુંડા અધ્યક્ષ, પ્રમોદ ચંદ્રુકર સચિવ અને રાજેન્દ્રસિંહ તોમર ખજાનચીને ચુંટણીની માન્યતા આપી છે. ત્યાંજ પીબી વાર ઉપાધ્યક્ષ, કેબી ગુરંગ અને કુમજુમ રિબા સંયુક્ત સચિવની નિમણૂંકને રદ કરી દીધા છે. મંત્રાલય મુજબ આ ત્રણેયની નિમણૂંક નેશનલ સ્પોર્ટસ કોડ 2011 મુજબ યોગ્ય નથી. આ સાથે જ ફેડરેશને નવેસર થી જ આ ત્રણ પદો માટે ચુંટણી કરવા માટે આદેશ કર્યો છે. પોતાના આ પત્રમાં મંત્રાલય દ્રારા સ્પષ્ટ કરી દીધુ છે કે એએઆઇ ના સંવિધાનના ઉલંઘન પર, કેન્દ્ર સરકારના નિયમોના વિરોધમાં જવા પર, ખોટી જાણકારી આપવા અને આંતરરાષ્ટ્રીય ફેડરેશન દ્રારા બેન કરવાથી માન્યતા રદ કરી શકાય છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

વર્લ્ડ આર્ચરી, ભારતીય ઓલંપિક એસોસિએસન પહેલા થી જ એએઆઇ ની ચુંટણીઓને માન્ય ગણીને એસોસિએશન પર થી પ્રતિબંધ હટાવી ચુક્યા છે. દિલ્હી હાઇકોર્ટના આદેશ પર ફેડરેશનની નવેસર થી ચુંટણી કરવા માટે કહેવાયુ હતુ. ડિસેમ્બર 2012 માં સ્પોર્ટસ કોડના ઉલંઘન બદલ એએઆઇની માન્યતાને રદ કરી દેવામાં આવી હતી. ભારતીય તીરંદાજીને ઓગષ્ટ 2019 માં વર્લ્ડ આર્ચરીએ બે જુથોની જુથબંધીને લઇને એઆઇએને સસ્પેન્ડ કરી દીધુ હતુ. જેમાં એક જૂથ દ્રારા દિલ્હીમાં અને બીજાએ ચંદિગઢમાં ચુંટણી કરાવી હતી. જે આંતરરાષ્ટ્રીય સંસ્થાના દિશાનિર્દેશનોનુ સ્પષ્ટ ઉલંઘન હતુ.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 7:26 am, Thu, 26 November 20

Next Article