ઘરની સફાઈ કરતા કરતા માણસ બની ગયો લાખોપતિ, મળ્યા 37 વર્ષ જૂના દસ્તાવેજ
Reliance Shares Viral News : ઘરની સફાઈ કરતી વખતે 37 વર્ષ જૂના દસ્તાવેજો મળ્યા, જ્યારે ફોટો ઈન્ટરનેટ પર મૂક્યો તો ખબર પડી કે 11 લાખની લોટરી લાગી છે!

એક વ્યક્તિને તેના ઘરમાં અચાનક એક દસ્તાવેજ મળે છે, તેને સમજાતું નથી કે તે શું છે? વ્યક્તિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર મેસેજ શેર કર્યો અને નિષ્ણાતોની મદદ માંગી. છેવટે, આ દસ્તાવેજનું શું થઈ શકે? તમને પૂરા સમાચાર જણાવી દઈએ કે, Rattan Dhillon નામના યુઝરે X પર બે ડોક્યુમેન્ટ્સ શેર કરતા લખ્યું, ‘અમને આ પેપર્સ ઘરેથી મળી આવ્યા છે, પરંતુ મને શેરબજાર વિશે કોઈ જાણકારી નથી. શું કોઈ નિષ્ણાત અમને સલાહ આપી શકે છે કે શું હજું પણ ઉપયોગી છે ?
વાસ્તવમાં, Rattan Dhillon એ બે દસ્તાવેજો શેર કર્યા છે સોશિયલ મીડિયા પર લખવામાં આવ્યું છે કે, તેમના પરિવારે 1987 અને 1992ની વચ્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના 30 શેર ખરીદ્યા હતા. પહેલા 1987માં 20 શેર અને પછી 1992માં 10 શેર ખરીદ્યા, જેની કિંમત તે સમયે શેર દીઠ 10 રૂપિયા હતી. પરંતુ આ દસ્તાવેજો લગભગ 30 વર્ષ જૂના છે, અને તે સમયે કોઈ ડિજિટલ ફોર્મેટ ન હતું, સમાન બોન્ડ શેર ખરીદવા પર જારી કરવામાં આવ્યા હતા.
એટલે કે રતનના પરિવારે લગભગ 30 વર્ષ પહેલા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના લગભગ 30 શેર ખરીદ્યા હતા, જે આ દસ્તાવેજ જણાવે છે. પરંતુ હવે સવાલ એ થાય છે કે આ સમયે આ શેરની કિંમત શું છે? એક યુઝરે ટિપ્પણી કરી અને કહ્યું કે છેલ્લા 30 વર્ષમાં RILના શેર 3 વખત વિભાજિત થયા છે અને બે વાર બોનસ આપવામાં આવ્યું છે, તે મુજબ શેરની સંખ્યા વધીને 960 જેટલી હોવી જોઈએ. જો વર્તમાન RIL કિંમત સાથે ગુણાકાર કરવામાં આવે તો કિંમત 11.88 લાખ રૂપિયાની આસપાસ આવે છે.
એટલે કે લગભગ 30 વર્ષ પહેલા રતન ધિલ્લોનના પરિવારે લગભગ 300 રૂપિયામાં RILના 30 શેર ખરીદ્યા હતા, જેની કિંમત હવે વધીને 11.88 લાખ રૂપિયા થઈ ગઈ છે. વાસ્તવમાં, આવા કિસ્સાઓ સામે આવતા રહે છે, કોઈના દાદા કે પિતાએ ફિઝિકલ ફોર્મેટમાં શેર ખરીદ્યા હતા, અને પરિવારના સભ્યોને તેની જાણ ન હતી. ઘણા દાયકાઓ પછી ઘરની સફાઈ દ્વારા કે અન્ય કોઈ રીતે પુત્ર અને પૌત્રને તે દસ્તાવેજ મળ્યા, જેની કિંમત કરોડોમાં પહોંચી ગઈ છે.
તમને જણાવી દઈએ કે, અગાઉના શેર માત્ર ભૌતિક સ્વરૂપમાં જ ખરીદવામાં આવતા હતા અને એવા ઘણા ઓછા લોકો હતા જેમણે શેરમાં રોકાણ કર્યું હતું. પરંતુ લગભગ બે દાયકા પહેલા શેરબજારમાં રોકાણ કરનારા આજે અમીર બની ગયા છે.
પેપર શેર જોયા બાદ ઘણા યુઝર્સે ફની કોમેન્ટ કરી છે, એકે લખ્યું છે કે તમે તો લોટરી જીતી ગયા, તમે રાતોરાત લાખોપતિ બની ગયા. અન્ય યુઝરે લખ્યું, ‘તમારે તો જલસા પડી ગયા ભાઇ.’ એક યુઝરે લખ્યું, ‘રતન ભાઈ,હજી શોધો, કોને ખબર, એમઆરએફના શેરના કેટલાક પેપર પણ બહાર આવી જાય.
ઉલ્લેખનીય છે કે રતને પહેલા આ દસ્તાવેજને ડિજિટલ સ્વરૂપમાં ટ્રાન્સફર કરાવવાનો રહેશે, આ માટે તેણે તે વ્યક્તિના દસ્તાવેજો અને તેના પરિવારના સભ્યોના દસ્તાવેજો સબમિટ કરવા પડશે. ત્યારબાદ આ શેર ડીમેટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. જે બાદ પરિવાર તેને રોકડ મેળવી શકેશે.