મુકેશ અંબાણીની કંપનીના શેરના ભાવ કેમ ધડાધડ તૂટ્યા ? જાણો ‘ઈરાન કનેક્શન’ છે રહસ્ય, જેણે બજારમાં મચાવી દીધી તબાહી

દેશની સૌથી મોટી કંપની રિલાયન્સના શેરના ભાવમાં અચાનક એવો કડાકો બોલાયો કે રોકાણકારોના જીવ અધ્ધર થઈ ગયા. જાણો આ પાછળ કયું આંતરરાષ્ટ્રીય કાવતરું કે કારણ જવાબદાર છે.

મુકેશ અંબાણીની કંપનીના શેરના ભાવ કેમ ધડાધડ તૂટ્યા ? જાણો ઈરાન કનેક્શન છે રહસ્ય, જેણે બજારમાં મચાવી દીધી તબાહી
Image Credit source: Tv9Gujarati
| Updated on: Apr 06, 2026 | 3:26 PM

શેરબજારમાં અઠવાડિયાના પહેલા જ દિવસે એવો વળાંક આવ્યો જેની કલ્પના કોઈએ કરી ન હતી. દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં અચાનક ‘ક્રેશ’ જેવી સ્થિતિ સર્જાતા આખા માર્કેટમાં અફરાતફરી મચી ગઈ છે. મુકેશ અંબાણીની આ કંપનીનું માર્કેટ કેપ એક જ ઝટકામાં 18 લાખ કરોડની નીચે સરકી ગયું છે.

અચાનક શું થયું?

સોમવારે સવારે જ્યારે બજાર ખુલ્યું ત્યારે રિલાયન્સ શેરના ભાવ સામાન્ય સ્તરે હતો, પરંતુ જોતજોતામાં તેમાં 4 થી 5 ટકાનો મોટો કડાકો જોવા મળ્યો. આ ઘટાડાને કારણે કંપનીની બજાર કિંમત ઘટીને 17.56 લાખ કરોડ રૂપિયા પર આવી ગઈ છે. જે શેર અત્યાર સુધી રોકાણકારોનો ફેવરિટ હતો, તેમાં અચાનક વેચવાલી આવતા બજારના માંધાતાઓ પણ ચોંકી ઉઠ્યા છે.

શા માટે તૂટ્યો શેર?

આ આંચકા પાછળ કોઈ દેશી કારણ નહીં પણ એક મોટું આંતરરાષ્ટ્રીય સસ્પેન્સ છુપાયેલું છે. આ ઘટાડાનું સીધું જોડાણ ‘ઈરાન કનેક્શન’ સાથે હોવાનું મનાય છે.

  • ટ્રમ્પની ધમકી અને યુદ્ધ: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને ડોનાલ્ડ ટ્રમ્પની નવી ધમકીઓએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે.
  • હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાનો ડર: દુનિયાભરમાં તેલના સપ્લાય માટે અત્યંત મહત્વનો ગણાતો ‘હોર્મુઝ સ્ટ્રેટ’ માર્ગ બંધ થવાની ભીતિ સેવાઈ રહી છે.
  • ક્રૂડ ઓઈલનો ભડકો: કાચા તેલની કિંમતો અચાનક ઉછળીને 110 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. રિલાયન્સનો મોટો બિઝનેસ ઓઈલ સેક્ટર સાથે જોડાયેલો હોવાથી, તેલની સપ્લાયમાં અવરોધ અને વધતા ભાવની સીધી અસર શેર પર જોવા મળી રહી છે.

માત્ર રિલાયન્સ જ નહીં, આ કંપનીઓ પણ લપેટામાં

કાચા તેલની કિંમતો વધતા રિલાયન્સની સાથે સાથે અન્ય સરકારી તેલ કંપનીઓના શેર પણ લાલ નિશાનમાં આવી ગયા છે:

  • IOCL: 2.50% નો ઘટાડો
  • BPCL અને HPCL: આશરે 2% નો ઘટાડો
  • ONGC: 2% સુધીનો કડાકો

રોકાણકારો માટે શું છે સંકેત?

રિલાયન્સના શેરનો 52 સપ્તાહનો હાઈ લેવલ 1611.80 રૂપિયા રહ્યો છે, જ્યારે હાલમાં તે 1290 રૂપિયાની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. આટલી મોટી નેગેટિવ અસર છતાં, છેલ્લા એક વર્ષમાં કંપનીએ 12 ટકા જેટલું વળતર જાળવી રાખ્યું છે. પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે જ્યાં સુધી મધ્ય પૂર્વમાં શાંતિ નહીં સ્થપાય ત્યાં સુધી તેલ સાથે જોડાયેલા આ શેરોમાં વધઘટ ચાલુ રહી શકે છે.

શું ઈરાન અને અમેરિકા વચ્ચેનો આ જંગ અંબાણીના આર્થિક સામ્રાજ્ય પર હજુ વધુ અસર કરશે? એ તો આવનારો સમય જ બતાવશે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

અમેરિકાના ઈતિહાસનું એ ‘કાળું પાનું’: જ્યારે ઈરાને 444 દિવસ સુધી સુપરપાવરને ઘૂંટણિયે લાવી દીધું હતું!

Published On - 3:21 pm, Mon, 6 April 26

Follow Us
Loading...
Unable to load recommendations.