AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નોવા એગ્રિટેક લિ. ની પ્રારંભિક પબ્લિક ઓફર જાહેર, જાણો ક્યારથી અને કેટલાનો રહેશે પ્રાઈસ બેન્ડ

કંપની અંદાજે 11,722 ડીલર્સનું કુલ ડીલર નેટવર્ક ધરાવે છે અને તેમાંથી 6,769 ડીલર્સ સક્રીય છે અને કંપનીએ તેમને વર્તમાન નાણાંકિય વર્ષમાં પોતાની પ્રોડક્ટ્સનું વિતરણ અને વેચાણ કર્યું છે. કંપનીનું ડીલર નેટવર્ક હાલમાં ભારતના 16 રાજ્યોમાં ફેલાયેલું છે.

નોવા એગ્રિટેક લિ. ની પ્રારંભિક પબ્લિક ઓફર જાહેર, જાણો ક્યારથી અને કેટલાનો રહેશે પ્રાઈસ બેન્ડ
Nova Agritech Ltd.
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2024 | 11:40 AM
Share

કૃષિ સામગ્રીના ઉત્પાદક, નોવા એગ્રિટેક લિમિટેડ (“કંપની”) ખેડૂતોની ટેક આધારિત જરૂરત મુજબના ઉપાયોના અભિગમ સાથેની સોઈલ હેલ્થ મેનેજમેન્ટ, ક્રોપ ન્યૂટ્રીશન તથા ક્રોપ પ્રોટેક્શન પ્રોડક્ટ્સ ઓફર કરતી કંપનીએ પોતાની સૌપ્રથમ પ્રારંભિક પબ્લિક ઓફર માટે રૂ. 2/- પ્રતિ શેરની મૂળ કિમતના ઈક્વિટી શેરની પ્રાઈસ બેંડ રૂ. 39/- થી રૂ. 41/- પ્રતિ ઈક્વિટી શેરની નિર્ધારિત કરી છે.

કંપનીની પ્રારંભિક પબ્લિક ઓફરિંગ (“આઈપીઓ” અથવા “ઓફર”) ભરણા માટે સોમવાર, 22 જાન્યુઆરી, 2024ના રોજ ખુલશે અને બુધવાર, 24 જાન્યુઆરી, 2024ના રોજ બંધ થશે. રોકાણકારો ન્યૂનતમ 365 ઈક્વિટી શેર્સ અને તે પછી વધારાના 365 ઈક્વિટી શેર્સના ગુણાંકમાં બિડ કરી શકે છે.

ઈસ્યુમાં કુલ રૂ. 11,200 લાખના મૂલ્યના નવા ઈક્વિટી શેર્સનો તથા વેચાણકર્તા શેરહોલ્ડર નુટાલાપતિ વેંકટસુબ્બારાવના 77,58,620 સુધીના ઈક્વિટી શેર્સની વેચાણ-માટે-ઓફર (“ઓએફએસ”) નો સમાવેશ થાય છે.

નવા ઈસ્યુની ચોખ્ખી આવકમાંથી રૂ. 1,420.11 લાખનો ઉપયોગ કંપનીની સબસિડિયરી નોવા એગ્રી સાયન્સીઝ પ્રાઈવેટ લિમિટેડના નવા ફોર્મ્યુલેશન પ્લાન્ટની સ્થાપનાના હેતુસર મૂડીરોકાણ માટે, રૂ. 1,048.95 લાખનો ઉપયોગ કંપનીના હયાત ફોર્મ્યુલેશન પ્લાન્ટના વિસ્તરણના હેતુસર મૂડી ખર્ચ માટે, રૂ. 2,665.47 લાખનો ઉપયોગ કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતો માટે, રૂ. 4,335.85 લાખનો ઉપયોગ કંપનીની સબસિડિયરી નોવા એગ્રી સાયન્સીઝ પ્રાઈવેટ લિમિટેડની કાર્યકારી મૂડીની જરૂરિયાતોના ભંડોળ માટે તથા ચોખ્ખી આવકની બાકીની રકમનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરાશે.

કંપનીની સ્થાપના 2007માં કરવામાં આવી હતી અને તેનો હેતુ ખેડૂત સમુદાયની જરૂરતો પુરી કરવા માટે વન સ્ટોપ ઉપાયો ઓફર કરનાર તરીકે ઉભરી આવવાનો હતો, તે મુજબ કંપની વ્યાપક શ્રેણીની કક્ષામાં પ્રોડક્ટ્સનું ઉત્પાદન, વિતરણ અને માર્કેટીંગ કરે છે, જેમાં (એ) સોઈલ હેલ્થ મેનેજમેન્ટ પ્રોડક્ટ્સ; (બી) ક્રોપ ન્યૂટ્રીશન પ્રોડક્ટ્સ; (સી) બાયો સ્ટિમ્યુલન્ટ પ્રોડક્ટ્સ; (ડી) બાયો પેસ્ટીસાઈડ્સ પ્રોડક્ટ્સ; (ઈ) ઈન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ પ્રોડક્ટ્સ; (એફ) નવી ટેકનોલોજીઝ; અને (જી) ક્રોપ પ્રોટેક્શન પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે.

30 નવેમ્બર, 2023ના રોજની સ્થિતિ મુજબ કંપનીએ કુલ 720 પ્રોડક્ટ્સ માટેના રજીસ્ટ્રેશન્સ પ્રાપ્ત કર્યા હતા, જેમાં સોઈલ હેલ્થ મેનેજમેન્ટ કેટેગરીમાં 7 રજીસ્ટ્રેશન, ક્રોપ ન્યૂટ્રીશન કેટેગરીમાં 176 રજીસ્ટ્રેશન, બાયો પેસ્ટીસાઈડ કેટેગરીમાં 4 રજીસ્ટ્રેશન, ટેકનિકલ સ્વદેશી ઉત્પાદન કેટેગરીમાં 7 રજીસ્ટ્રેશન તથા ક્રોપ પ્રોટેક્શન કેટેગરીમાં 526 રજીસ્ટ્રેશનનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, વિવિધ કેટગરી હેઠળ નવી પ્રોડક્ટ્સ માટે કંપનીએ 22 નવા રજીસ્ટ્રેશન માટે તથા તેની સબસિડિયરી નોવા એગ્રી સાયન્સીઝ પ્રાઈવેટ લિમિટેડે 14 નવા રજીસ્ટ્રેશન માટે અરજી કરેલી છે.

કંપની અંદાજે 11,722 ડીલર્સનું કુલ ડીલર નેટવર્ક ધરાવે છે અને તેમાંથી 6,769 ડીલર્સ સક્રીય છે અને કંપનીએ તેમને વર્તમાન નાણાંકિય વર્ષમાં પોતાની પ્રોડક્ટ્સનું વિતરણ અને વેચાણ કર્યું છે. કંપનીનું ડીલર નેટવર્ક હાલમાં ભારતના 16 રાજ્યોમાં ફેલાયેલું છે. કંપનીએ બાંગ્લાદેશ, શ્રીલંકા અને વિયેતનામમાં પણ કેટલીક થર્ડ પાર્ટીઝ સાથે માર્કેટીંગ, ડિસ્ટ્રીબ્યુશન અને સપ્લાયના કરારો કરેલા છે અને હાલમાં આ કાર્યક્ષેત્રોમાં બિઝનેસ શરૂ કરવા માટે આવશ્યક મંજુરીઓની રાહ જોવાઈ રહી છે.

કંપની નોવા કિસાન સેવા કેન્દ્ર પ્રોગ્રામ (એનકેએસકે) તરીકે ઓળખાતા ખેડૂતો માટેના એક આઉટરીચ કાર્યક્રમનું પણ સંચાલન કરી રહી છે, જેના થકી ક્રોપ મેનેજમેન્ટની વિવિધ પદ્ધતિઓ વિષે ખેડૂતોને શિક્ષિત કરાય છે.

આ એનકેએસકેનો પાયાનો હેતુ ખેડૂતોને તેમની જરૂરત મુજબના ઉપાયો, પ્રોડક્ટ્સ, ટેકનોલોજીઝ, પદ્ધતિઓ, જાણકારી અને ઉપયોગના કૌશલ્યો પ્રદાન કરવાનો છે, જેના થકી તેઓ વધુ પાક લઈ શકે. કંપની “નોવા ભૂપરિક્ષક” તરીકે ઓળખાતા સોઈલ હેલ્થ સ્કેનિંગ ઉપકરણ તથા “નોવા એગ્રિબોટ” તરીકે ઓળખાતા ડ્રોન્સ જેવા આઈઓટી સોલ્યુશન્સના માધ્યમથી પોતાના ઉત્પાદનોના સુયોગ્ય ડોઝના પ્રમાણ તથા તેના ઉપયોગ અંગે પણ ખેડૂતોને જાણકારી પુરી પાડી રહી છે.

નોવા એગ્રીટેકની કામકાજની આવક નાણાંકિય વર્ષ 2021-22ના રૂ. 18,556.71 લાખ સામે 13.47% વૃદ્ધિ સાથે નાણાંકિય વર્ષ 2022-23માં રૂ. 21,055.54 લાખની થઈ હતી, જે મુખ્યત્વે ટેકનિકલ આયાત રજીસ્ટ્રેશન્સ, તામિલનાડુ જેવા નવા રાજ્યોમાં કારોબારના વિસ્તરણ તથા તેલંગણ, આંધ્ર પ્રદેશ અને કર્ણાટક જેવા હયાત રાજ્યોના કારોબારમાં સુદ્રઢીકરણના પગલે કારોબારના પ્રમાણમાં થયેલી વૃદ્ધિના કારણે થઈ હતી.

કરવેરા પછીનો નફો નાણાંકિય વર્ષ 2021-22ના રૂ. 1,368.93 લાખ સામે 49.69% ની વૃદ્ધિ સાથે નાણાંકિય વર્ષ 2022-23માં રૂ. 2,048.95 લાખનો થયો હતો. 30 સપ્ટેમ્બર, 2023ના રોજ પુરા થયેલા છ મહિના માટેની કારોબારની આવક રૂ. 10,321.60 લાખની અને કરવેરા પછીનો નફો રૂ. 1038.22 લાખનો રહ્યો હતો. કીનોટ ફાયનાન્સિયલ સર્વિસીઝ લિમિટેડ તથા બજાજ કેપિટલ લિમિટેડ ઈસ્યુના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.

g clip-path="url(#clip0_868_265)">