Zomato IPO: 14 જુલાઇએ 9,375 કરોડ રૂપિયાનો ઈશ્યુ આવશે, રોકાણ પહેલા જાણો કંપની વિશે વિગતવાર

IPO દ્વારા કંપની 9,375 કરોડ રૂપિયા એકત્રિત કરવાની છે. કંપનીને ગયા અઠવાડિયે જ સેબી પાસેથી આ મંજૂરી મળી હતી. રોકાણકારોની મજબૂત માંગને ધ્યાનમાં રાખીને કંપનીએ આ IPO વહેલી તકે રજૂ કરવાનો નિર્ણય કર્યો છે.

Zomato IPO:  14 જુલાઇએ 9,375 કરોડ રૂપિયાનો ઈશ્યુ આવશે, રોકાણ પહેલા જાણો કંપની વિશે વિગતવાર
Zomato stock Update
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2021 | 8:21 AM

ફૂડ ડિલિવરી કંપની ઝોમાટો(Zomato) ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) લાવવાની યોજના ફાઇનલ થઇ ગઈ છે. IPOના માધ્યમથી કંપની રોકાણકારોને પૈસા કમાવવાની તક પણ આપવા જઈ રહી છે. ઝોમાટોનો ઈશ્યુ આગામી સપ્તાહમાં આવી રહ્યો છે. ઝોમેટો 14 જુલાઇએ તેના ઇશ્યૂને લાવશે અને કંપનીનો ઇશ્યૂ 16 જુલાઈએ બંધ થશે. જોકે કંપની અગાઉ જુલાઈ 19 ના રોજ આ IPO સબ્સ્ક્રિપશન માટે ખોલવાની હતી પરંતુ હવે તે 5 દિવસ પહેલા જ આ તેને લાવશે.

IPO દ્વારા કંપની 9,375 કરોડ રૂપિયા એકત્રિત કરવાની છે. કંપનીને ગયા અઠવાડિયે જ સેબી પાસેથી આ મંજૂરી મળી હતી. રોકાણકારોની મજબૂત માંગને ધ્યાનમાં રાખીને કંપનીએ આ IPO વહેલી તકે રજૂ કરવાનો નિર્ણય કર્યો છે.આ બાબતની જાણકારી ધરાવતા લોકોએ જણાવ્યું હતું કે કંપનીના ઇશ્યૂનું પ્રાઈસ બેન્ડ 70-72 રૂપિયા હોઈ શકે છે. આ પ્રાઈસ બેન્ડ મુજબ કંપની 9375 કરોડ રૂપિયા ઉભા કરી શકે છે.

ઝોમાટો IPO છેલ્લા 4 વર્ષમાં બીજો મોટી આઈપીઓ લાવનારી કંપની બનશે. અગાઉ SBI કાર્ડ્સ એન્ડ પેમેન્ટ સર્વિસીસે 10,335 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.આ પહેલા ઓક્ટોબર 2017 માં આટલી મોટી રકમ ઇશ્યુ દ્વારા એકત્ર કરવામાં આવી હતી. જનરલ ઇન્સ્યુરન્સ કોર્પોરેશનએ IPO દ્વારા 11,176 કરોડ રૂપિયા ઉભા કર્યા હતા.ઝોમેટોના ઇશ્યૂ માટેનો પ્રાઈસ બેન્ડ 70-72 રૂપિયાની અપેક્ષા છે. આ મુજબ કંપનીનું વેલ્યુએશન 7.6 અબજ ડોલર એટલે કે 56,240 કરોડ રૂપિયા હશે. કંપનીનો સૌથી મોટો હિસ્સો ઈન્ફો એજ પાસે છે. તેનો હિસ્સો 18.5 ટકા છે. કંપનીએ આ હિસ્સો શેર દીઠ 1.16 રૂપિયા પર લીધો હતો.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

ઝોમાટોના હિસ્સેદારોમાં ઉબેર (9.13%), એલિપાય સિંગાપોર (8.33%), એન્ટફિન સિંગાપોર (8.2%), ઇન્ટરનેટ ફંડ (6%), એસસીઆઈ ગ્રોથ ઇન્વેસ્ટમેન્ટ (6%) અને દીપિંદર ગોયલ પાસે 5.51 ટકા છે.એક ન્યુઝ રિપોર્ટ અનુસાર, ઝુમાટો શેર ગ્રે માર્કેટમાં શેર દીઠ રૂ. 78-80 પર ટ્રેડ કરી રહ્યા છે. 70-72 ના અંદાજિત પ્રાઇસ બેન્ડ કરતા 12 ટકા પ્રીમિયમ છે. કંપની દ્વારા ઉભા કરેલા છેલ્લા ભંડોળમાં તેણે શેર દીઠ રૂ 55-60 પર હિસ્સો વેચીને રૂ. 40,000 કરોડ એકત્ર કર્યા હતા.

કંપનીએ 4 જુલાઇએ એક્સચેંજને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે કંપનીએ ઓફર ફોર સેલ માટેનું કદ ઘટાડ્યું છે.ઇન્ફોએજ OFS દ્વારા વેચાણ મારફતે 375 કરોડ એકત્ર કરવા માંગે છે. વેચાણની ઓફરને અડધાથી વધુ ઘટાડી દીધી છે. કંપની અગાઉ ઝોમાટોના ઇશ્યૂમાં 750 કરોડ રૂપિયાના વેચાણ માટેની ઓફર લાવવાની હતી.કંપનીએ 4 જુલાઈના રોજ એક્સચેંજને આપેલા નિવેદનમાં આ જાહેરાત કરી હતી. નિયમનકાર સેબીએ ઝોમાટોને ઇશ્યૂ માટે મંજૂરી આપી છે.

IPO Open Date Jul 14, 2021
IPO Close Date Jul 16, 2021
Basis of Allotment Date Jul 22, 2021
Initiation of Refunds Jul 23, 2021
Credit of Shares to Demat Account Jul 26, 2021
IPO Listing Date Jul 27, 2021

Latest News Updates

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
g clip-path="url(#clip0_868_265)">