સરકારની ડ્રોન પોલિસીએ આ શેરને પાંખો લગાડી , એક સપ્તાહમાં 50% વૃદ્ધિ નોંધાવનાર આ ડિફેન્સ સ્ટોક આપના પોર્ટફોલિયોમાં છે?
આ કંપનીનું નામ Zen Technologies Ltd. છે તે ડ્રોન ઉત્પાદન સંબંધિત દેશની એકમાત્ર લિસ્ટેડ કંપની છે. આ જ કારણ છે કે ડ્રોન પોલિસીની જાહેરાત બાદ આ સ્ટોકમાં લગભગ 50 ટકાનો વધારો નોંધાયો છે.
તાજેતરમાં સરકારે ડ્રોન પોલિસી 2021 લાગુ કરી છે. આ પોલિસી હેઠળ ડ્રોનનો ઉપયોગ અને સર્ટિફિકેશન સરળ બનાવવામાં આવ્યું છે. આ પોલિસીના અમલ બાદ શેર બજારમાં એક ચર્ચાનો વિષય બન્યો છે. ગયા સપ્તાહે એક શેરમાં લગભગ 55 ટકાનો ઉછાળો નોંધાયો હતો. આ સ્ટોકે બજારના નિષ્ણાતોનું ધ્યાન ખેંચ્યું છે અને તેઓ રોકાણકારોને પોર્ટફોલિયોમાં સામેલ કરવાની ભલામણ પણ કરી રહ્યા છે.
આ કંપનીનું નામ Zen Technologies Ltd. છે તે ડ્રોન ઉત્પાદન સંબંધિત દેશની એકમાત્ર લિસ્ટેડ કંપની છે. આ જ કારણ છે કે ડ્રોન પોલિસીની જાહેરાત બાદ આ સ્ટોકમાં લગભગ 50 ટકાનો વધારો નોંધાયો છે. આ કંપની મૂળ હૈદરાબાદની છે અને સંરક્ષણ ક્ષેત્રની કંપની છે જે ડ્રોન સપ્લાય કરે છે. બજારના જાણકારોનું કહેવું છે કે આ સ્ટોકમાં હજુ વધુ વેગ બાકી છે. હાલની પરિસ્થિતિ મુજબ આ કંપનીનું ભવિષ્ય મજબૂત છે.
કંપની દેવા મુક્ત છે એક અખબરી અહેવાલમાં સ્વસ્તિક ઇન્વેસ્ટમાર્ટ વિશ્લેષક સંતોષ મીનાએ જણાવ્યું હતું કે આ કંપની દેવા મુક્ત છે. કંપનીની ઓર્ડર બુક ભરેલી દેખાય છે. તાજેતરમાં ભારતીય વાયુસેનાએ આ કંપનીને 155 કરોડનો ઓર્ડર આપ્યો છે. જો સરકાર ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા ડ્રોનના ઉપયોગને મંજૂરી આપે છે તો આગામી દિવસોમાં ડ્રોનની માંગમાં નોંધપાત્ર વધારો થશે.
સારા ભવિષ્યના સંકેત હાલમાં ડ્રોનનો ઉપયોગ માત્ર સંરક્ષણ ક્ષેત્રમાં થાય છે. એવું માનવામાં આવે છે કે સરકાર તેને સપ્લાય ચેઇનમાં પણ મંજૂરી આપશે. જે બાદ એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી કંપનીઓ ડ્રોન દ્વારા સપ્લાય કરશે. અમેરિકામાં આવો નિયમ પહેલાથી જ મંજૂર થઈ ચૂક્યો છે.
લાંબા ગાળા માટે રોકાણ કરતા પહેલા કરેક્શનની રાહ જુઓ પ્રોફિટમાર્ટ સિક્યોરિટીઝના અવનીશ ગોરક્ષરનું કહેવું છે કે શેર અત્યાર સુધીમાં 50 ટકાથી વધુ વધ્યો છે. આવી સ્થિતિમાં જો કોઈ આ સ્ટોકને તેમના પોર્ટફોલિયોમાં સમાવવા માંગે છે તો આ તબક્કે પ્રોફિટ બુકિંગની રાહ જોવી જોઈએ. પ્રોફિટ બુકિંગ પછી શેર ઘટશે જે પછી તેને પોર્ટફોલિયોમાં સમાવી શકાય.
સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો આ સપ્તાહે ઝેન ટેક્નોલોજીનો શેર 154 રૂપિયા પર બંધ થયો છે. તે તેની સર્વોચ્ચ સપાટીછે. સંતોષ મીનાએ કહ્યું હતું કે તે 158 સુધી પહોંચી જશે. તે તેની નજીક આવી ગયો છે. 158 તેનું રેઝિસ્ટન્સ છે. જો તે 158 ના સ્તરને પાર કરે છે તો 200 ના સ્તરને આ સ્ટોકમાં અને લાંબા ગાળે 225 રૂપિયા સુધી જોઈ શકાય છે.
ઓર્ડર બુક બે મહિનામાં બમણી થઈ કંપનીની ઓર્ડર બુકની વાત કરીએ તો જુલાઈ અને ઓગસ્ટની વચ્ચે કંપનીની ઓર્ડર બુક બમણી થઈ ગઈ છે. 1 સપ્ટેમ્બર 2021 ના રોજ કંપનીની ઓર્ડર બુક 403 કરોડ હતી, જે 30 મી જૂન 2021 ના રોજ માત્ર 192 કરોડ હતી. નવા ઓર્ડરમાં, 155 કરોડનો ઓર્ડર ભારતીય વાયુસેનાનો છે.
આ પણ વાંચો : Fixed Deposit માં રોકાણ કરનારાઓ માટે અગત્યના સમાચાર , નોંધી લો આ તારીખ , ચુકી જશો તો થશે આર્થિક નુકશાન , જાણો વિગતવાર