AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Market : પ્રારંભિક ઉતાર – ચઢાવ બાદ તેજી દેખાઈ, Sensex 58,925.81 સુધી વધ્યો

મંગળવારે બજારમાં ઘટાડા પર બ્રેક લાગી હતી. સેન્સેક્સ 198 પોઈન્ટ ઉછળીને 58664 ના સ્તર પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 87 પોઈન્ટ વધીને 17503ના સ્તરે બંધ થયો હતો.

Share Market : પ્રારંભિક ઉતાર - ચઢાવ બાદ તેજી દેખાઈ, Sensex 58,925.81 સુધી વધ્યો
Stock Market
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2021 | 11:10 AM
Share

મંગળવારે ગ્રીન ઝોનમાં ક્લોઝિંગ બાદ આજે ૨૪ નવેમ્બરે શેરબજારમાં તેજી સાથે શરૂઆત થઇ છે. બન્ને મુખ્ય ઇન્ડેકસે સારી સ્થિતિમાં કારોબારની શરૂઆત કરી હતી પરંતુ બાદમાં કારોબાર લાલ નિશાન તરફ પણ સરક્યો હતો. આજે પ્રારંભિક કારોબારમાં ઉતાર – ચઢાવ દેખાઈ રહ્યો છે. સેન્સેક્સ 58,839.32 ની સપાટીએ ખુલ્યો છે જે ગઈકાલે 198 અંકના વધારા બાદ 58,664.33 ઉપર બંધ થયો હતો. આજને ઇન્ડેક્સ 58,925.81 સુધી પ્રારંભિક કારોબામાં ઉપલા સ્તરે દેખાયો હતો. આજની નીચલી સપાટી 58,564 દર્જ થઇ હતી. નિફટીની વાત કરીએ તો આજે 17,550.05 ઉપર ખુલ્યો હતો . ઈન્ડેક્સનું આજનું ઉપલું સ્તર 17,586.60 અને નીચલું સ્તર 17,485 નોંધાયું હતું.

વૈશ્વિક સંકેત મિશ્ર સ્થાનિક શેરબજાર માટે આજે વૈશ્વિક સંકેતો મિશ્ર જોવા મળી રહ્યા છે. આજના કારોબારમાં એશિયન બજારોમાં ખરીદી જોવા મળી રહી છે. બીજી તરફ મંગળવારે અમેરિકી બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. નાસ્ડેકમાં 80 પોઈન્ટની નબળાઈ હતી અને તે 15775ના સ્તરે બંધ રહ્યો હતો. ડાઉ જોન્સ 195 પોઈન્ટ વધીને 35,814 ના સ્તર પર બંધ થયો.S&P 500 ઇન્ડેક્સ પણ 8 પોઇન્ટ વધીને બંધ થયો છે. મંગળવારના કારોબારમાં ટેક શેરોમાં નબળાઈ જોવા મળી હતી જોકે બેંક અને ઈન્ડસ્ટ્રીયલ શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. એશિયન બજારોની વાત કરીએ તો SGX નિફ્ટી તેજીમાં છે અને Nikkei 225માં નબળાઈ જોવા મળી રહી છે. મોટાભાગના એશિયન બજારો લીલા નિશાન ઉપર જોવા મળી રહ્યા છે.

બલ્ક ડીલ HDFC મ્યુચ્યુઅલ ફંડે કિર્લોસ્કર ન્યુમેટિક(Kirloskar Pneumatic)ના 5,23,324 ઇક્વિટી શેર વેચ્યા છે. બલ્ક ડીલના ડેટા અનુસાર BSE પર શેર દીઠ રૂ. 392ના ભાવે વેચાણ થયું હતું.

સ્ટોક અપડેટ રેટિંગ એજન્સી ICRA એ હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલનું લાંબા ગાળાનું રેટિંગ AA- થી ઘટાડીને A+ કર્યું છે. જેમાં ટૂંકા ગાળાનું રેટિંગ A1+ થી ડાઉનગ્રેડ કરીને A1 કરવામાં આવ્યું છે. બીજી તરફ કોલ ઈન્ડિયાની બોર્ડ મીટિંગ 29 નવેમ્બરે યોજાશે, જેમાં વચગાળાના ડિવિડન્ડ અંગે ચર્ચા કરવામાં આવશે.

F&O હેઠળ NSE પર પ્રતિબંધ આજે NSE પર F&O હેઠળ 2 શેરમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં. આ શેરોમાં એસ્કોર્ટ્સ અને વોડાફોન આઈડિયાનો સમાવેશ થાય છે.

FII અને DII ડેટા વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ મંગળવારે બજારમાંથી રૂ. 4477 કરોડ ઉપાડયા હતા જ્યારે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DII) એ રૂ. 1412 કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું હતું.

મંગળવારે શેરબજારમાં રિકવરી દેખાઈ હતી મંગળવારે બજારમાં ઘટાડા પર બ્રેક લાગી હતી. સેન્સેક્સ 198 પોઈન્ટ ઉછળીને 58664 ના સ્તર પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 87 પોઈન્ટ વધીને 17503ના સ્તરે બંધ થયો હતો. મેટલ, ફાર્મા અને પીએસયુ બેન્ક શેર્સમાં જોરદાર ખરીદી જોવા મળી હતી. ઇન્ટ્રાડેમાં, નિફ્ટી પર મેટલ ઇન્ડેક્સ 3 ટકાથી વધુ વધ્યો હતો, જ્યારે PSU બેન્ક ઇન્ડેક્સ અને રિયલ્ટીમાં 2 ટકાથી વધુનો ઉછાળો હતો. ટોપ ગેઇનર્સમાં પાવરગ્રીડ, એનટીપીસી, ટાટાસ્ટીલ, ભરતીઆર્ટલ, સનફાર્મા, બજાજફિન્સવી, એલટી, એસબીઆઈ, કોટકબેંક અને ટેકએમનો સમાવેશ થયો છે.

આ પણ વાંચો : Upcoming IPO : ટૂંક સમયમાં આવી રહી છે કમાણી માટેની તક, 6 કંપનીઓને SEBI એ IPO માટે મંજૂરી આપી

આ પણ વાંચો : Sovereign Gold Bond: આગામી સપ્તાહે સરકાર સસ્તા ભાવે શુદ્ધ સોનું ખરીદવાની તક આપશે, જાણો ક્યાંથી મળશે સસ્તું સોનુ

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">