Upcoming IPO : ટૂંક સમયમાં આવી રહી છે કમાણી માટેની તક, 6 કંપનીઓને SEBI એ IPO માટે મંજૂરી આપી

આ કંપનીઓમાં મેડપ્લસ હેલ્થ સર્વિસિસ(Medplus Health Services), રેટગેન ટ્રાવેલ ટેક્નોલોજીસ(RateGain Travel Technologies), પૂર્ણિક બિલ્ડર્સPurnik Builders), ફ્યુઝન માઇક્રો ફાઇનાન્સ(Fusion Micro Finance), ટ્રૅકએક્સએન ટેક્નૉલૉજીસ(Tracxn Technologies) અને પ્રુડન્ટ કૉર્પોરેટ એડવાઇઝરી સર્વિસિસ (Prudent Corporate Advisory Services) નો સમાવેશ થાય છે.

Upcoming IPO : ટૂંક સમયમાં આવી રહી છે કમાણી માટેની તક, 6 કંપનીઓને SEBI એ IPO માટે મંજૂરી આપી
Upcoming IPO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2021 | 8:33 AM

જો તમે ઈનિશિયલ પબ્લિક ઑફર એટલે કે IPO માં રોકાણ દ્વારા પૈસા કમાવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા કામના છે. દેશમાં Paytm ના નબળા લિસ્ટિંગના નકારાત્મક અહેવાલોને ભૂતકાળ બનાવીને IPO માર્કેટ ફરી એકવાર ધમધમવા માટે તૈયાર છે. આગામી કેટલાક મહિનામાં અડધો ડઝન કંપનીઓના IPO બજારમાં આવવાના છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર માર્કેટ રેગ્યુલેટર સેબીએ 6 કંપનીઓના IPO માટે સબમિટ કરેલા ડ્રાફ્ટ પેપરને મંજૂરી આપી દીધી છે.

આ કંપનીઓમાં મેડપ્લસ હેલ્થ સર્વિસિસ(Medplus Health Services), રેટગેન ટ્રાવેલ ટેક્નોલોજીસ(RateGain Travel Technologies), પૂર્ણિક બિલ્ડર્સPurnik Builders), ફ્યુઝન માઇક્રો ફાઇનાન્સ(Fusion Micro Finance), ટ્રૅકએક્સએન ટેક્નૉલૉજીસ(Tracxn Technologies) અને પ્રુડન્ટ કૉર્પોરેટ એડવાઇઝરી સર્વિસિસ (Prudent Corporate Advisory Services) નો સમાવેશ થાય છે.

આ કંપનીઓ વિશે જાણો છો? હૈદરાબાદ-મુખ્ય મથક મેડપ્લસ હેલ્થ સર્વિસિસ IPO દ્વારા રૂ. 1638.71 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. કંપની દ્વારા રૂ 600 કરોડના નવા શેર જારી કરવામાં આવશે જ્યારે રૂ 1038.71 કરોડના શેર પ્રમોટરો અને શેરધારકો દ્વારા ઓફર-ફોર-સેલ (OFS) હેઠળ વેચાણ માટે ઓફર કરવામાં આવશે.

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

રિયલ એસ્ટેટ ડેવલપર પુરાણીક બિલ્ડર્સના IPOમાં પ્રમોટરો દ્વારા રૂ. 510 કરોડનો નવો ઈશ્યુ અને લગભગ 9.45 લાખ શેર વેચાણ માટે ઓફર કરવામાં આવશે. એકત્ર કરાયેલી રકમનો ઉપયોગ કંપની તેના પરનું દેવું ઘટાડવા માટે કરશે.

ટ્રાવેલ અને હોસ્પિટાલિટી સર્વિસ પ્રોવાઈડર રેટગેઈન ટ્રાવેલ ટેક્નોલોજીસના આઈપીઓમાં રૂ 400 કરોડનો નવો ઈશ્યુ અને પ્રમોટરો દ્વારા રૂ. 2.26 કરોડ સુધીના વેચાણની ઓફરનો સમાવેશ થશે.

Tracxn Technologiesનો IPO સંપૂર્ણ રીતે વેચાણ માટેની ઓફર હશે, જેના હેઠળ પ્રમોટરો 3.86 કરોડ શેર વેચાણ માટે મૂકશે.

પ્રુડન્ટ કોર્પોરેટ એડવાઇઝરી સર્વિસિસનો આઇપીઓ પણ વેચાણ માટે સંપૂર્ણ ઓફર છે જે હેઠળ પ્રમોટરો લગભગ 86 લાખ શેર્સ વેચશે.

IPO શું છે? બજારમાંથી મૂડી એકત્ર કરવા માટે ખાનગી કંપની દ્વારા IPO લાવવામાં આવે છે. તે ખાનગી કંપનીને જાહેર કંપનીમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા છે. જ્યારે કંપનીઓને નાણાંની જરૂર હોય છે ત્યારે તેઓ પોતાને શેરબજારમાં લિસ્ટ કરે છે. કંપની તેની જરૂરિયાત મુજબ IPO દ્વારા પ્રાપ્ત મૂડી ખર્ચે છે. આ ફંડનો ઉપયોગ દેવું ચૂકવવા અથવા કંપનીની વૃદ્ધિ વગેરે માટે થઈ શકે છે. સ્ટોક એક્સચેન્જમાં શેરની લિસ્ટિંગથી કંપનીને તેના મૂલ્યનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે.

આ પણ વાંચો : 7th Pay Commission : કેન્દ્ર સરકાર વધારી શકે છે નિવૃત્તિ વય અને પેન્શન, સરકાર રહી છે વિચારણા

આ પણ વાંચો : Sovereign Gold Bond: આગામી સપ્તાહે સરકાર સસ્તા ભાવે શુદ્ધ સોનું ખરીદવાની તક આપશે, જાણો ક્યાંથી મળશે સસ્તું સોનુ

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">