Share Market : આગામી ત્રણ – ચાર વર્ષમાં SENSEX 1 લાખને પાર પહોંચે તેવા અનુમાન, આ ક્ષેત્રમાં લાંબા ગાળાનું રોકાણ લાભ અપાવી શકે છે
ઘણા Share Market નિષ્ણાતો એમ પણ કહે છે કે આગામી 3-4 વર્ષમાં Sensex 1 લાખની સપાટી પાર કરશે. તે દર વર્ષે સરેરાશ 15 ટકા વૃદ્ધિ નોંધાવશે.
ગત સપ્તાહે શેરબજાર(Share Market)માં દબાણ જોવા મળ્યું હતું.SENSEX 60 હજારની સપાટી પાર કર્યા બાદ છેલ્લા ચાર સત્રમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. બજારના જાણકારોનું કહેવું છે કે ઓક્ટોબર મહિનો કરેક્શનનો છે અને 5-10 ટકા સુધીનો ઘટાડો શક્ય છે. આ આધારે મહત્તમ 6000 પોઈન્ટ એટલે કે સેન્સેક્સ 54000-55000 પોઈન્ટ સુધી સરકી શકે છે.
ઘણા બજાર નિષ્ણાતો એમ પણ કહે છે કે આગામી 3-4 વર્ષમાં સેન્સેક્સ 1 લાખની સપાટી પાર કરશે. તે દર વર્ષે સરેરાશ 15 ટકા વૃદ્ધિ નોંધાવશે. બજારના ભવિષ્ય વિશે હેલિકો કેપિટલના સ્થાપક અને ફંડ મેનેજર સમીર અરોરાએ જણાવ્યું હતું કે હાલમાં બજારમાં લિસ્ટ થયેલા સ્ટાર્ટઅપની ખૂબ માંગ છે. દરેક રોકાણકાર આંખ બંધ કરીને તેમાં રોકાણ કરે છે.
ફાયનાન્શીયલ સેક્ટર ફરી તેજીમાં આવશે ? બજારના જાણકારોનું કહેવું છે કે આગામી દિવસોમાં ફરી એકવાર નાણાકીય ક્ષેત્ર પ્રભુત્વ મેળવશે. અત્યારે નાની અને સારી ખાનગી ક્ષેત્રની બેન્કોને ફિનટેક કંપનીઓ તરફથી કઠિન સ્પર્ધા મળી રહી છે. અત્યારે આપણા દેશમાં 200 જેટલી ફાઈનાન્સિયલ ટેકનોલોજી કંપનીઓ છે. કેટલીક કંપનીઓ લિસ્ટ કરવામાં આવી છે. RBI આ ફિનટેક કંપનીઓને નિયંત્રિત કરવા વિચારી રહી છે. આવી સ્થિતિમાં જ્યારે આગામી દિવસોમાં પરિસ્થિતિ બદલાશે ત્યારે માત્ર થોડી ફિનટેક કંપનીઓ જ ટકી શકશે. જ્યારે ટેલિકોમ માર્કેટ ખુલ્લું હતું ત્યારે ઘણા પ્લેયર્સ આ રેસમાં હતા. હાલમાં બે મુખ્ય પ્લેયર્સ છે અને ત્રીજો પ્લેયર કોઈક રીતે રેસમાં ખેંચાઈ રહ્યો છે.
ફાયનાન્શીયલ સ્ટોક લોંગ ટર્મ માટે સારા રહેશે ફાયનાન્શીયલ સ્ટોકની વાત કરીએ તો રોકાણ લાંબા ગાળા માટે હોવું જોઈએ. આજે એચડીએફસી, આઈસીઆઈસીઆઈ, એક્સિસ, કોટક મહિન્દ્રા બેંક જેવી ખાનગી બેંકો પર નજર નાખીએ તો આજથી 5-10 વર્ષ પહેલા આ બેંકોનું પ્રદર્શન અને કદ અલગ હતું. આજની પરિસ્થિતિ જુદી છે. આવી સ્થિતિમાં બેંકો અને ફાયનાન્શીયલ કંપનીઓ જે હવે નાની છે પરંતુ મેનેજમેન્ટ સારું છે તો આગામી દિવસોમાં તેમનું કદ વિશાળ હોઈ શકે છે.
બજારમાં ઉતાર – ચઢાવ ચાલુ રહેશે? બજારના નિષ્ણાંત સમીર અરોરાએ જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વાર્ષિક ધોરણે 15 ટકાનું રિટર્ન મુશ્કેલ નથી. આ ગણતરીના આધારે આગામી 3-4 વર્ષમાં સેન્સેક્સ 1 લાખ સુધી પહોંચી શકે છે. કરેક્શન અંગે તેમણે કહ્યું કે જો 10 ટકાનો ઘટાડો થયો હોય તો તે સુધારાના દાયરામાં આવે છે. મંદીના બજારમાં 20 ટકા સુધીનો ઘટાડો જોવા મળે છે. આવી સ્થિતિમાં એવી સંભાવના છે કે આ વર્ષના અંત સુધીમાં બજારમાં 10 ટકા સુધીનું કરેક્શન આવશે અને પછી ઉતાર – ચઢાવની સ્થિતિ રહેશે.
નોંધ : અહેવાલનો હેતુ આપણે માત્ર માહિતી આપવાનો છે. રોકાણથી નફા કે નુકશાન સાથે અમારો કોઈ સંબંધ રહેશે નહિ. કૃપા કરી રોકાણ પહેલા તમારા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી.
આ પણ વાંચો : OYO IPO: માઈક્રોસોફ્ટથી રોકાણ મેળવનાર કંપની 8430 કરોડ રૂપિયા માટે IPO લાવશે, જાણો કંપની અને તેની યોજનાઓ વિશે
આ પણ વાંચો : Multibagger Stock : 10 વર્ષ પહેલા આ સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કરનારને આજે મળી રહ્યા છે 80 લાખ, જાણો વિગતવાર