OYO IPO: માઈક્રોસોફ્ટથી રોકાણ મેળવનાર કંપની 8430 કરોડ રૂપિયા માટે IPO લાવશે, જાણો કંપની અને તેની યોજનાઓ વિશે

ઓયો(OYO)ના સ્થાપક રિતેશ અગ્રવાલ(Ritesh Agarwal) IPOમાં કોઈ હિસ્સો વેચશે નહીં. અગ્રવાલ કંપનીમાં લગભગ 34 ટકા હિસ્સો ધરાવે છે. આ સિવાય લાઇટસ્પીડ વેન્ચર પાર્ટનર્સ, સેક્વોઇઆ કેપિટલ, સ્ટાર વર્ચુ ઇન્વેસ્ટમેન્ટ, ગ્રીનઓક્સ કેપિટલ અને માઇક્રોસોફ્ટ જેવા રોકાણકારો પણ તેમનો હિસ્સો વેચશે નહીં.

OYO IPO: માઈક્રોસોફ્ટથી રોકાણ મેળવનાર કંપની 8430 કરોડ રૂપિયા માટે IPO લાવશે, જાણો કંપની અને તેની યોજનાઓ વિશે
Upcoming IPO (2022)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2021 | 6:55 AM

હોસ્પિટાલિટી સેક્ટરની અગ્રણી કંપની OYO એ પબ્લિક ઓફરિંગ (OYO IPO) મારફતે લગભગ 8,430 કરોડ રૂપિયા (1.2 અબજ ડોલર) એકત્ર કરવા માટે મૂડી બજારોના નિયમનકાર સેબીને જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા છે. OYO દેવું ચૂકવવા અને કંપનીના વિસ્તરણ માટે યો આઈપીઓમાંથી મળેલી રકમનો ઉપયોગ કરશે.

ઓયો(OYO)ના સ્થાપક રિતેશ અગ્રવાલ(Ritesh Agarwal) IPOમાં કોઈ હિસ્સો વેચશે નહીં. અગ્રવાલ કંપનીમાં લગભગ 34 ટકા હિસ્સો ધરાવે છે. આ સિવાય લાઇટસ્પીડ વેન્ચર પાર્ટનર્સ, સેક્વોઇઆ કેપિટલ, સ્ટાર વર્ચુ ઇન્વેસ્ટમેન્ટ, ગ્રીનઓક્સ કેપિટલ અને માઇક્રોસોફ્ટ જેવા રોકાણકારો પણ તેમનો હિસ્સો વેચશે નહીં.

IPO ની કિંમત શું હશે? ઓફર ફોર સેલમાં સોફ્ટબેંક, એ-વન હોલ્ડિંગ્સ, ચાઇના લોજિંગ અને ગ્લોબલ IVY વેન્ચર્સ દ્વારા શેર વેચવામાં આવશે. કંપનીની પબ્લિક ઓફર 2022 ની શરૂઆતમાં આવી શકે છે. આ ઈશ્યુમાં 7,000 કરોડ રૂપિયાના નવા શેર્સ જારી કરવામાં આવશે. આ સિવાય 1,430 કરોડ રૂપિયાની ઓફર ફોર સેલ (OFS) હશે. પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટ થશે ત્યારે કંપની અને તેના હિસ્સેદારો દ્વારા કિંમત નક્કી કરવામાં આવશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ સાથે OYO ઓનલાઈન કંપનીઓમાં જોડાશે જેણે છેલ્લા કેટલાક મહિનાઓમાં IPO માટે દસ્તાવેજો રજૂ કર્યા છે. તેમાં Paytm, MobiKwik અને Nayakaનો સમાવેશ થાય છે. ઓનલાઈન ફૂડ ઓર્ડરિંગ કંપની Zomatoની પબ્લિક ઓફર (Zomato IPO) જુલાઈ 2021 માં આવી ગયો છે.

ભંડોળનો ઉપયોગ ક્યાં થશે? સેબીને સબમિટ કરેલા દસ્તાવેજો અનુસાર આઈપીઓમાંથી ઉભા થયેલા નાણાંનો ઉપયોગ OYOની પેટાકંપનીઓના દેવાની ચૂકવણી માટે કરવામાં આવશે. આ કંપનીઓ પર 2,441 કરોડનું દેવું છે. આ સિવાય ઓર્ગેનિક અને ઇન-ઓર્ગેનિક ગ્રોથ માટે કંપની રૂ 2,900 કરોડનો ઉપયોગ કરશે. બાકીના નાણાંનો ઉપયોગ કોર્પોરેટ જરૂરિયાતો પૂરી કરવા માટે કરવામાં આવશે.

પબ્લિક કંપની બનાવવાની મંજૂરી સપ્ટેમ્બર 2021 માં OYO ની પેરેન્ટ કંપની Oravel Stays ના શેરધારકોએ કંપનીને ખાનગી લિમિટેડ કંપનીમાંથી પબ્લિક લિમિટેડ કંપનીમાં રૂપાંતરિત કરવાની મંજૂરી આપી છે. આ અગાઉ ઓરાવેલ સ્ટેજના બોર્ડે કંપનીની અધિકૃત શેર મૂડી 901 કરોડથી વધારીને 1.17 કરોડ કરવાની મંજૂરી આપી હતી.

માઇક્રોસોફ્ટથી મળ્યું રોકાણ OYO ને તાજેતરમાં વિશ્વની સૌથી મોટી સોફ્ટવેર કંપનીઓમાંની એક માઈક્રોસોફ્ટ તરફથી રૂ 37 કરોડનું વ્યૂહાત્મક રોકાણ મળ્યું છે. ખાનગી રોકાણના આધારે ઇક્વિટી શેર અને કન્વર્ટિબલ કમ્યુલેટીવ પ્રેફરન્સ શેર ઇશ્યૂ દ્વારા રોકાણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : Multibagger Stock : 10 વર્ષ પહેલા આ સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કરનારને આજે મળી રહ્યા છે 80 લાખ, જાણો વિગતવાર

આ પણ વાંચો : High Return Stock : આ શેરે રોકાણકારોના 1 લાખ રૂપિયાને 6 મહિનામાં 16 લાખ બનાવ્યા, શું છે આ મલ્ટીબેગર સ્ટોક તમારી પાસે?

g clip-path="url(#clip0_868_265)">