Share Market : સતત બીજા દિવસે શેરબજારમાં ફ્લેટ ક્લોઝિંગ થયું, SENSEX 58,250 ઉપર બંધ થયો

સેન્સેક્સના 30 શેરોમાંથી 15 શેર વધ્યા હતા જ્યારે 15 શેર નબળાઈ સાથે બંધ થયા હતા. ઇન્ડેક્સમાં કોટક બેંકના શેર 2.94% અને NTPC, Titan ના શેર 1% થી વધુ વધ્યા છે.

Share Market : સતત બીજા દિવસે શેરબજારમાં ફ્લેટ ક્લોઝિંગ થયું, SENSEX 58,250 ઉપર બંધ થયો
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2021 | 6:05 PM

આજે સતત બીજા દિવસે ભારતીય શેરબજાર(Share Market) નજીવી નબળાઇ સાથે બંધ થયા હતા. આજના કારોબારના અંતે સેન્સેક્સ(Sensex) 29 અંક ઘટીને 58,250 પર બંધ થયો હતો અને નિફ્ટી(Nifty)એ 8 અંક ઘટીને 17,353 પર કારોબાર સમાપ્ત કર્યો હતો. ટ્રેડિંગ દરમિયાન બજારમાં ઉતાર – ચઢાવ જોવા મળ્યો હતો.

સેન્સેક્સ નીચલા સ્તરથી 325 પોઇન્ટ સુધર્યો જ્યારે નિફ્ટી 100 પોઇન્ટ ઉપર દેખાયો હતો. આજે સેન્સેક્સ 58,350 અને નિફ્ટી 17,375 પોઇન્ટ પર ખુલ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 15 શેર વધ્યા હતા જ્યારે 15 શેર નબળાઈ સાથે બંધ થયા હતા. ઇન્ડેક્સમાં કોટક બેંકના શેર 2.94% અને NTPC, Titan ના શેર 1% થી વધુ વધ્યા છે. બીજી બાજ, નેસ્લે ઇન્ડિયાનો શેર 2.44% તૂટ્યો હતો

BSE પર 1,812 શેર વૃદ્ધિ સાથે બંધ થયા BSEમાં 3,343 શેરોમાં વેપાર થયો હતો જેમાં 1,812 શેર્સ વધ્યા અને 1,366 શેર લાલ નિશાન પર બંધ થયા હતા. આ સાથે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 254 લાખ કરોડ નોંધાઈ છે. અગાઉ મંગળવારે સેન્સેક્સ 17 અંક ઘટીને 58,279 અને નિફ્ટી 16 અંક ઘટીને 17,362 પર બંધ થયો હતો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

BSE પર 199 શેર 52સપ્તાહની ઉપલી સપાટીએ પહોંચ્યા BSE પર વેપાર દરમિયાન 199 શેર 52 સપ્તાહની ઉપલી અને 26 શેર 52 સપ્તાહની નીચી સપાટીએ વેપાર કરતા જોવા મળ્યા હતા. આ સિવાય 260 શેરમાં અપર સર્કિટ જ્યારે 178 શેરમાં લોઅર સર્કિટ નોંધાઈ હતી.

રૂપિયો ઘસાયો આજના કારોબારી સત્ર દરમ્યન ભારતીય રૂપિયો નબળાઇ સાથે બંધ થયો છે. 1 ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 18 પૈસા ઘટીને 73.60 ના સ્તર પર બંધ થયો છે. આ અગાઉ મંગળવારના કારોબારી સત્રમાં ભારતીય રૂપિયો 73.42 ના સ્તર પર બંધ થયો હતો.

અમેરિકન બજારની સ્થિતિ યુએસ શેરબજાર ડાઉ જોન્સ 0.76%ની નબળાઈ સાથે 35,100 પર બંધ થયું હતું. નાસ્ડેક 0.07% વધીને 15,374 અને S&P 500 0.34% ઘટીને 4,535 પર હતો.

આ પણ વાંચો :  શેરબજારમાં રોકાણ કરનારાઓ માટે અગત્યના સમાચાર , SEBI લાગુ કરી રહી છે આ નવો નિયમ , જાણો શું પડશે અસર ?

આ પણ વાંચો: Vijaya Diagnostic IPO Allotment : આજે થઇ રહી છે શેરની ફાળવણી ,આ રીતે જાણો તમને શેર મળ્યા કે નહિ અને ક્યારે થશે લિસ્ટિંગ ?

g clip-path="url(#clip0_868_265)">