Vijaya Diagnostic IPO Allotment : આજે થઇ રહી છે શેરની ફાળવણી ,આ રીતે જાણો તમને શેર મળ્યા કે નહિ અને ક્યારે થશે લિસ્ટિંગ ?
વિજયા ડાયગ્નોસ્ટિક એક હેલ્થકેર ચેઇન છે. વિજયા ડાયગ્નોસ્ટિક તેના વિશાળ નેટવર્ક દ્વારા પેથોલોજી અને રેડિયોલોજી પરીક્ષણ સેવાઓ પૂરી પાડે છે. આંધ્રપ્રદેશ, તેલંગાણા, કોલકાતા અને એનસીઆરમાં તેના 80 ડાયગ્નોસ્ટિક સેન્ટર અને 11 પ્રયોગશાળાઓ છે.
જો તમે હેલ્થકેર ચેઇન વિજયા ડાયગ્નોસ્ટિક સેન્ટર(Vijaya Diagnostic centre)ના IPO માં પણ નાણાં રોક્યા છે તો હવે તમે તમારી ફાળવણીની સ્થિતિ ચકાસી શકો છો. કંપનીનો IPO(Vijaya Diagnostic IPO) 1 થી 3 સપ્ટેમ્બર સુધી સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લો હતો. વિજયા ડાયગ્નોસ્ટિક્સને લગભગ 4 ગણી સબ્સ્ક્રિપ્શન મળી હતી.
વિજયા ડાયગ્નોસ્ટિક કંપની વિશે વિજયા ડાયગ્નોસ્ટિક એક હેલ્થકેર ચેઇન છે. વિજયા ડાયગ્નોસ્ટિક તેના વિશાળ નેટવર્ક દ્વારા પેથોલોજી અને રેડિયોલોજી પરીક્ષણ સેવાઓ પૂરી પાડે છે. આંધ્રપ્રદેશ, તેલંગાણા, કોલકાતા અને એનસીઆરમાં તેના 80 ડાયગ્નોસ્ટિક સેન્ટર અને 11 પ્રયોગશાળાઓ છે. ગત નાણાકીય વર્ષમાં કંપનીનો નફો વધીને 84.91 કરોડ રૂપિયા થયો હતો જ્યારે કંપનીની આવક લગભગ 389 કરોડ રૂપિયા હતી.
જો તમે નાણાંનું રોકાણ પણ કર્યું હોય તો તમે BSE ની વેબસાઇટ દ્વારા તમારી ફાળવણીની સ્થિતિ ચકાસી શકો છો. વૈકલ્પિક રીતે તમે રજિસ્ટ્રારની વેબસાઇટ દ્વારા તપાસ કરી શકો છો.
BSE ની વેબસાઇટ પર શેરની ફાળવણી તપાસો >> સૌ પ્રથમ તમારે BSEની વેબસાઇટ https://www.bseindia.com/investors/appli_check.aspxપર જવું પડશે. >> અહીં ઇક્વિટી બોક્સ માં ટીક કરવું પડશે. >> હવે નીચે ઇશ્યૂનું નામ દાખલ કરો. >> તમારો એપ્લિકેશન નંબર લખો. >> પાન નંબર દાખલ કરો >> હવે Search પર ક્લિક કરો. >> હવે આખી વિગત તમને જોવા મળશે.
રજિસ્ટ્રારની વેબસાઇટ પર ફાળવણી તપાસો >> તમારે પહેલા આ લિંક KFintech link — kprism.kfintech.com/ipostatus/ પર ક્લિક કરવાનું રહેશે. >> તે પછી ડ્રોપડાઉન દ્વારા IPO નું નામ પસંદ કરો. >> હવે તમારું ડીપી આઈડી અથવા ક્લાઈન્ટ આઈડી અથવા પાન દાખલ કરો. >> જો તમારી પાસે એપ્લિકેશન નંબર છે તો અરજીના પ્રકાર પર ક્લિક કરો. >> એનએસડીએલ અથવા સીડીએસએલમાંથી તમારી ડિપોઝિટરી પસંદ કરો અને તમારો ડીપી આઈડી અથવા ક્લાઈન્ટ આઈડી દાખલ કરો. >> તે પછી કેપ્ચા સબમિટ કરો. >> અહીં તમે ફાળવણીની સંપૂર્ણ વિગતો જોશો. >> જો તમને શેર ફાળવવામાં ન આવે તો રિફંડ આગામી બે દિવસમાં આવશે.
શેર ન મળ્યા હોય તો? જેમને વિજયા ડાયગ્નોસ્ટિકના શેર ફાળવવામાં આવશે નહીં, તેમના નાણાં 9 સપ્ટેમ્બર સુધીમાં તેમના ખાતામાં આવી જશે. 13 સપ્ટેમ્બર સુધીમાં શેર ફાળવવામાં આવશે તેવા લોકોના ડીમેટ ખાતામાં શેર દેખાવા લાગશે. વિજયા ડાયગ્નોસ્ટિકના શેરનું લિસ્ટિંગ 14 સપ્ટેમ્બર સોમવારે થશે.
આ પણ વાંચો : IPO Allotment Status : શું તમે આ ગુજરાતી કંપનીમાં નાણાંનું રોકાણ કર્યું છે ? આ બે રીતે તમારા શેરની સ્થિતિ ચકાસો