AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શેરબજારમાં રોકાણ કરનારાઓ માટે અગત્યના સમાચાર , SEBI લાગુ કરી રહી છે આ નવો નિયમ , જાણો શું પડશે અસર ?

સેબી(SEBI) દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ નિયમનકારે શેર ખરીદ-વેચાણ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સેટલમેન્ટ સમયની દ્રષ્ટિએ 'T + 1' અથવા 'T + 2' નો વિકલ્પ આપીને સ્ટોક એક્સચેન્જોને રાહત પૂરી પાડી છે.

શેરબજારમાં રોકાણ કરનારાઓ માટે અગત્યના સમાચાર , SEBI લાગુ કરી રહી છે આ નવો નિયમ , જાણો શું પડશે અસર ?
Securities and Exchange Board of India - SEBI
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2021 | 4:43 PM
Share

SEBI Settlement Cycle: શેરબજારના રોકાણકારો માટે અગત્યના સમાચાર આવ્યા છે. માર્કેટ રેગ્યુલેટર સેબી(SEBI)એ શેરની ખરીદી અને વેચાણના સેટલમેન્ટ માટે વૈકલ્પિક ધોરણે ‘T+1’ (trade and 1 Day) ની નવી સિસ્ટમ રજૂ કરી છે. તેનો હેતુ બજારમાં ખરીદી અને વેચાણ વધારવાનો છે. હાલમાં સ્થાનિક સ્ટોક એક્સચેન્જોમાં સોદા બંધ કરવા માટે ટ્રેડિંગ દિવસ પછી બે કારોબારી દિવસ (T+2) લાગે છે.

T+1 1 જાન્યુઆરી, 2022 થી લાગુ થશે સેબી દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ નિયમનકારે શેર ખરીદ-વેચાણ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સેટલમેન્ટ સમયની દ્રષ્ટિએ ‘T + 1’ અથવા ‘T + 2’ નો વિકલ્પ આપીને સ્ટોક એક્સચેન્જોને રાહત પૂરી પાડી છે. આ સેટલમેન્ટ યોજના શેર માટે છે અને વૈકલ્પિક છે. એટલે કે વેપારીઓ ઇચ્છે તો તેને પસંદ કરી શકે છે. નવો નિયમ 1 જાન્યુઆરી, 2022 થી અમલમાં આવશે.

Settlement Cycle ઘટાડવાની માંગ હતી હકીકતમાં આવી ઘણી વિનંતીઓ બજાર નિયામક સેબી પાસે આવી રહી હતી જેમાં Settlement Cycleને ઘટાડવાની માંગ હતી. આ વિનંતીઓને ધ્યાનમાં રાખીને સેબીએ નવો નિયમ તૈયાર કર્યો છે. સેબીએ એક પરિપત્ર બહાર પાડ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે સ્ટોક એક્સચેન્જ, ક્લિયરિંગ કોર્પોરેશનો અને ડિપોઝિટર્સ જેવી માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંસ્થાઓ સાથે ચર્ચા કર્યા પછી નિર્ણય લેવામાં આવ્યો છે કે સ્ટોક એક્સચેન્જમાં T+1 અથવા T+2 Settlement Cycleની સુવિધા હશે.

1 મહિના પહેલા નોટિસ આપવી પડશે સેબીના પરિપત્ર મુજબ કોઈપણ શેરબજાર તમામ શેરધારકો માટે કોઈપણ શેર માટે T+1 Settlement Cycle પસંદ કરી શકે છે. જો કે, તેને બદલવા માટે ઓછામાં ઓછા એક મહિનાની નોટિસ આપવી પડશે. એકવાર સ્ટોક એક્સચેન્જ કોઈપણ શેર માટે T+1 Settlement Cycle પસંદ કરે તે ઓછામાં ઓછા 6 મહિના સુધી ચાલુ રાખવું પડશે. જો સ્ટોક એક્સચેન્જ વચ્ચે T+2 વિકલ્પ પસંદ કરવા માંગે છે તો તેણે અગાઉથી એક મહિનાની નોટિસ આપવી પડશે.

જોકે, સેબીએ સ્પષ્ટ કર્યું છે કે T+1 અને T+2 વચ્ચે કોઈ ભેદ રહેશે નહીં. આ સ્ટોક એક્સચેન્જના તમામ પ્રકારના વ્યવહારો પર લાગુ થશે. અત્યારે દેશમાં એપ્રિલ 2003 થી T+2 Settlement Cycle છે. તે પહેલા T+3 Settlement Cycle ચાલી રહ્યું હતું. હવે T+1 અમલમાં મૂકવામાં આવશે.

આ પણ વાંચો :   High Return Stocks: 42 રૂપિયાના શેરે 5 વર્ષમાં 1850% આપ્યું રિટર્ન ,1 લાખના થયા 19.5 લાખ! જાણો સ્ટોક વિશે વિગતવાર

આ પણ વાંચો : RBI Tokenization Rules : શું તમે CREDIT અથવા DEBIT CARD થી પેમેન્ટ કરો છો ? 1 જાન્યુઆરીથી કાર્ડની ચુકવણીની પદ્ધતિ બદલાશે, જાણો નવા નિયમ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">